Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત થતા ભક્તજનોમાં રોષ:ગિરનાર દરવાજા પાસે સ્થાપિત પ્રતિમાનો હાથ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પડાતા વહીવટીતંત્ર સામે ઉઠ્યા સવાલો

    6 days ago

    ​જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની તળેટીમાં વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા સાથે છેડછાડની એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ આજે બપોરના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ક્રૂરતાપૂર્વક તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનીક લોકો અને નરસિંહ મહેતાના ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રતિમાનો તૂટેલો ભાગ નીચે જમીન પર પડેલો જોવા મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને નગરજનોમાં વહીવટી સુરક્ષા વ્યવસ્થા સામે રોષ જોવા મળી રહ્યો છે. નરસિંહ મહેતાની પ્રતિમા જૂનાગઢની સૌથી પહેલી અને ઐતિહાસિક પ્રતિમા છે ​આ ગંભીર બનાવ અંગે નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી વિજયભાઈ કેકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રતિમા માત્ર પથ્થરની મૂર્તિ નથી પરંતુ જૂનાગઢના ભવ્ય વારસા અને ભક્તિ માર્ગનું પ્રતીક છે. તેમણે ટ્રસ્ટના ઇતિહાસ વિશે વાત કરતા ઉમેર્યું હતું કે, આ ટ્રસ્ટની સ્થાપના મુરબ્બી વલ્લભદાસભાઈ દેવકાનંદભાઈ નાણાવટીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેઓ વર્ષોથી આ પવિત્ર કાર્ય સાથે જોડાયેલા છે. આ પ્રતિમા જૂનાગઢની સૌથી પહેલી અને ઐતિહાસિક પ્રતિમા છે, જેની સ્થાપના પૂજ્ય દેવેન્દ્ર વિજયજીના વરદ હસ્તે વર્ષ 1982માં કરવામાં આવી હતી. આ સ્થળ પસંદ કરવા પાછળ પણ એક મોટું ધાર્મિક મહત્વ રહેલું છે કારણ કે જ્યારે નરસિંહ મહેતા જીવંત હતા ત્યારે તેઓ દરરોજ વહેલી સવારે દામોદર કુંડમાં સ્નાન કરવા જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરતા હતા, તેથી તેમની સ્મૃતિ કાયમી રાખવા માટે ગિરનાર દરવાજા પાસે જ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. 'અજાણ્યા ઈસમોએ પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું' ​વિજયભાઈએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા ઈસમોએ આ પવિત્ર સ્થાને પહોંચીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે જે કોઈ પણ કાળે ચલાવી શકાય તેમ નથી. આ કમનસીબ ઘટના અંગે ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણે નજીકની પોલીસ ચોકીમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે અને વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમણે પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને કડક શબ્દોમાં અપીલ કરી છે કે આ ગુનામાં સામેલ શખ્સોને તાત્કાલિક શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં શહેરના કોઈ પણ ધાર્મિક કે ઐતિહાસિક વારસાને કોઈ નુકસાન પહોંચાડવાની હિંમત ન કરી શકે. ‘અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ત્યાં અડિંગો જમાવતા હોય છે’ ​વધુમાં ટ્રસ્ટી વિજયભાઈએ જૂનાગઢ મહાનગરપાલિકા અને તંત્ર પાસે એવી પણ માંગણી કરી છે કે આ પ્રતિમા જે જગ્યાએ આવેલી છે ત્યાં પૂરતા પ્રમાણમાં લાઈટિંગની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ત્યાં અડિંગો જમાવતા હોય છે, જેને અટકાવવા માટે પ્રતિમાની આસપાસ મજબૂત લોખંડની જાળીનું પ્રોટેક્શન મૂકવું જોઈએ. સમારકામ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કરવા માગ આ ઉપરાંત તેમણે વિનંતી કરી છે કે જે રીતે પ્રતિમાનો હાથ તોડવામાં આવ્યો છે તેનું સમારકામ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કુશળ કારીગરો પાસે કરાવવામાં આવે જેથી પ્રતિમાની ગરિમા જળવાઈ રહે. જૂનાગઢના લોકો અત્યારે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં શ્રીકૃષ્ણ-રુક્મણીજીના વિવાહ સત્કાર સમારોહ યોજાયો:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત, માધવપુર મેળાનો અંતિમ દિવસ
    Next Article
    Trump threatens Iran LIVE | ટ્રમ્પ ઈરાન પર હુમલો કરશે કે પોતાને બચાવશે? | Iran's Kharg Island | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment