Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં શ્રીકૃષ્ણ-રુક્મણીજીના વિવાહ સત્કાર સમારોહ યોજાયો:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત, માધવપુર મેળાનો અંતિમ દિવસ

    6 days ago

    માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહને સત્કારવા માટે દ્વારકા ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે આ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલે સત્કાર સમારોહમાં જણાવ્યું હતું કે, ભારતની પવિત્ર ભૂમિ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે કૃષ્ણ અને રૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય મળ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. કૃષ્ણએ ચરિત્ર, કર્મ, ધર્મ, નીતિ અને દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. આ પ્રસંગે કૃષ્ણ અને રુક્મણીજીના જીવન પર આધારિત અદભુત "મનહર માધવપુર" મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. "એક ભારત શ્રેષ્ઠ ભારત" ની ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ સહભાગી બન્યા હતા.ગુજરાતની ધરતી પર જન્મેલા મહાન વિચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ કૃષ્ણના જીવનને અત્યંત પવિત્ર ગણાવ્યું હતું. તેમજ કૃષ્ણએ ગીતા જેવા મહાન ગ્રંથનો ઉપદેશ આપ્યો, જે આજે સમગ્ર વિશ્વમાં માનવજીવન માટે માર્ગદર્શક બન્યો છે.આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા રૂપે કૃષ્ણ અને રુકમણીના વિવાહની ઉજવણીની પરંપરા સ્થાનિક લોકો દ્વારા સચવાયેલી હતી. તેને વિશ્વ ફલક પર અંકિત કરવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે.આ સમારોહમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતે પંજાબને 163 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રભસિમરન-કૂપરે ફિફ્ટી પાર્ટનરશિપ કરી, પ્રિયાંશ આર્ય 7 રન બનાવી આઉટ
    Next Article
    નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત થતા ભક્તજનોમાં રોષ:ગિરનાર દરવાજા પાસે સ્થાપિત પ્રતિમાનો હાથ અજાણ્યા શખ્સો દ્વારા તોડી પડાતા વહીવટીતંત્ર સામે ઉઠ્યા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment