Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લાથી લઈને મતદાન મથક સુધીના અધિકારીઓનો તાલીમનો કાર્યક્રમ જાહેર:આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગની તૈયારીઓ તેજ

    15 hours ago

    રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. તા. 31-03-2026ના આદેશ મુજબ રાજ્યભરના જિલ્લા સ્તરેથી લઈને મતદાન મથક સુધીના તમામ સંબંધિત કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. મતદાર યાદી, મતદાન મથક, સુરક્ષા વ્યવસ્થા સહિતની તાલીમ અપાશે આ તાલીમ કાર્યક્રમ અંતર્ગત નોડલ અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ, સહાયક અધિકારીઓ, પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા, મતદાન વ્યવસ્થા, ઈવીએમ/બેલેટ ઉપયોગ, મતગણતરી પ્રક્રિયા, આચાર સંહિતા અને કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ દરમિયાન મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, મતદાન મથકની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સી સ્થિતિમાં કરવાના પગલાં અંગે પણ વિશેષ સમજ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓને રિપોર્ટ સોંપાશે જિલ્લા સ્તરે માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓએ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. તાલીમ માટે નિર્ધારિત સમયપત્રક મુજબ જુદા જુદા તબક્કામાં કાર્યક્રમ યોજાશે, જેમાં એક દિવસીય સત્રો દ્વારા પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત માર્ગદર્શન આપવામાં આવશે. વ્યવસ્થા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચના રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ આયોજનથી આવનારી ચૂંટણીઓ પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પનો નવો બોમ્બ તૈયાર:યુદ્ધનો તોતિંગ ખર્ચ વસૂલવાનો ખતરનાક પ્લાન, અમેરિકાની સિક્રેટ ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત
    Next Article
    સરકારી કર્મચારીઓના મોટા પાયે બદલીના હુકમ:વર્ગ-3ના હિસાબ અને તિજોરી વિભાગે અનેક અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment