Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View : અમેરિકા અને રશિયાને ભારતની ગરજ:મોદીના બે મોઢે વખાણ કર્યા; ચીનથી પાછા ફરતાં જ બે શક્તિશાળી દેશોના સૂર બદલાયા, ચાર કારણો સાથે સમજો ગણિત

    20 घंटे पहले

    આ પાંચ ઘટના પરથી એવું તારણ નીકળે છે કે હવે અમેરિકાને ભારતની ગરજ છે. અમેરિકા ભારતની નજીક આવવા માગે છે અને તેમાં તેનો સ્વાર્થ પણ છે. આ વાત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સમજી ગયા છે. એટલે તેમણે 4 જૂને રશિયાના સેન્ટ પિટ્સબર્ગમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં ભારતના વખાણ કર્યા ને અમેરિકાને સંભળાવી દીધું કે, ભારત પર દબાણ કરવાનો અર્થ નથી. મોદી કોઈથી દબાય તેમ નથી. અમેરિકા અને રશિયા, બંને દુનિયાના સૌથી શક્તિશાળી દેશો. અચાનક ભારતના અને મોદીના વખાણ કરવા લાગ્યા. રશિયા તો ભારતની નિકટ રહ્યું જ છે પણ અમેરિકાના સૂર કેમ બદલાયા, તેના પર આજે વાત કરીએ... નમસ્કાર, ટ્રમ્પ 13થી 15 મે ચીન ગયા હતા. તેના બરાબર ચાર દિવસ પછી 19-20 મે પુતિન ચીન ગયા હતા. બંને શક્તિશાળી દેશો ત્રીજા શક્તિશાળી દેશમાં જઈ આવ્યા પણ જઈને એવું લાગ્યું કે ચીન સાથે સંબંધ રાખીને ખાટવા જેવું કાંઈ છે નહીં. સંબંધ રાખવા હોય તો ભારત શ્રેષ્ઠ દેશ છે ને મોદી શ્રેષ્ઠ નેતા છે. ટ્રમ્પ અને પુતિન ચીનથી પાછા ફર્યા પછી બંનેના સૂર બદલાયા. આ સૂર એટલે બદલાયા છે કે બંને દેશોને એ ગરજ છે કે ભારત તેમનો માલ ખરીદે. ટ્રમ્પ ભારત સાથે સંબંધો સુધારવા માગે છે? જાન્યુઆરી 2026માં ટ્રમ્પે પોતાના ખાસ સર્જિયો ગોરને ભારતમાં અમેરિકાના રાજદૂત બનાવ્યા. ત્યારબાદ સંબંધોમાં થોડી નરમાશ આવવાની શરૂઆત થઈ. ફેબ્રુઆરીમાં ટ્રેડ ડીલ પર સહમતિ બની, અમેરિકાના આમંત્રણ પર ભારતે પેક્સ સિલિકા જોઈન કર્યું. આ એક સંગઠન છે, જેનો ઉદ્દેશ્ય કમ્પ્યુટર ચિપ્સ અને AIની સપ્લાય ચેઇન સુરક્ષિત રાખવાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાએ આવા પ્રયાસો ખૂબ જ તેજ કરી દીધા છે. માર્કો રુબિયોની પ્રથમ ભારત યાત્રા કેટલી મહત્વની ટ્રમ્પે કહ્યું હતું- ભારત અમેરિકા પર 100% ભરોસો કરી શકે છે અઠવાડિયામાં ટ્રમ્પ અને મોદી ફ્રાન્સમાં મળી શકે G-7 દેશોની સમિટ આ વખતે 15થી 17 જૂન ફ્રાન્સમાં છે. એટલે હમણાં, 6 દિવસ પછી. ફ્રાન્સના એવિઆન-લેસ-બેન્સમાં યોજાનારી આ સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. આ સમિટમાં G-7 દેશોના વડાઓ હાજર રહેશે. જેમાં ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઇટાલી અને કેનેડા છે. યુરોપીયન યુનિયન મેમ્બર નથી પણ તે હાજર રહે છે. અત્યારે દુનિયાની જે હાલત છે તેની સ્થિતિ સુધારવા માટે આવતા અઠવાડિયે મળનારી G-7 સમિટ બહુ મહત્વની બની જવાની છે. ખાસ વાત, આ સમિટમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની પણ મિટિંગ થઈ શકે છે. આ માત્ર ડેમેજ કંટ્રોલ છે કે અમેરિકાને ભારતની ગરજ છે? અમેરિકી મીડિયાનું કહેવું છે કે ભારતમાં આવેલા માર્કો રુબિયો ડેમેજ કંટ્રોલ મિશન પર છે. રુબિયોએ પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધ થતી આતંકવાદી ગતિવિધિઓની વાત સ્વીકારી અને તેનો વિરોધ કર્યો. રુબિયોએ કહ્યું, 'પાકિસ્તાન મધ્યસ્થી બન્યું તો ભારતે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. આનાથી ભારતની મેચ્યોર ડિપ્લોમસીનો ખ્યાલ આવે છે.' આ સમયે 4 કારણોસર અમેરિકાને ભારતની સખત જરૂર છે… 1. ભારત સાથેની ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવું 2. ભારતને ઓઈલ વેચીને પૈસા કમાવવા 3. ભારતના ખભે બંદૂક રાખીને ચીન તરફ ફોડવી 4. અમેરિકી હથિયારો વેચીને કમાણી, ડિફેન્સ ભાગીદારી વધારવી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભારત આવવા પાછળનું કારણ શું? અમેરિકાએ 4 જાન્યુઆરીએ વેનેઝુએલામાં સૈનિકો મોકલ્યા અને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરીને લઈ ગયા. અમેરિકાએ વેનેઝુએલાનો કબજો લઈ લીધો. ટ્રમ્પે પોતાના વિશ્વાસુ ડેલસી રોડ્રિગેઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવી દીધાં. ડેલસી 4 જૂનથી બે દિવસ ભારત આવ્યાં હતાં. રોડ્રિગેઝની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત એનર્જી કટોકટીનો સામનો કરી રહ્યું છે. હોર્મુઝ સંકટને કારણે ભારત નવા સપ્લાયરોની શોધ કરી રહ્યું છે, ત્યારે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદી શકાય તેમ છે. કારણ કે વેનેઝુએલા પાસે ઓઈલનો ભંડાર છે. વેનેઝુએલામાં સાઉદી અરબ કરતાં પણ મોટો ઓઈલ ભંડાર એનર્જી ટ્રેક કરતી એજન્સી કેપ્લરના ડેટા અનુસાર, મે 2026માં વેનેઝુએલાએ ઓઈલ સપ્લાયના મામલે સાઉદી અરેબિયા અને અમેરિકાને પાછળ છોડી દીધા છે. હાલમાં રશિયા અને UAEએ જ તેનાથી વધુ ઓઈલ સપ્લાય કર્યું છે. આ મહિને ભારતને વેનેઝુએલાથી થતી તેલ સપ્લાય એપ્રિલની સરખામણીમાં લગભગ 50 ટકા વધી ગઈ છે. અમેરિકાએ જાન્યુઆરીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડ્યા પછી ત્યાંના ઓઈલ નિકાસ પર કેટલીક છૂટછાટ આપી હતી. તે પછી જ એપ્રિલથી ભારતમાં ફરીથી વેનેઝુએલાનું ઓઈલ આવવાનું શરૂ થયું. લગભગ 303 અબજ બેરલ ઓઈલ ભંડાર સાથે વેનેઝુએલા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ભંડાર ધરાવતો દેશ છે. આ ભંડાર સાઉદી અરેબિયા અને અમેરિકા કરતાં પણ વધુ છે. હવે અમેરિકા અને વેનેઝુએલા બંને પ્રયાસ કરશે કે ભારત સાથે એવો કરાર થાય જેથી વેનેઝુએલાથી ઓઈલ નિકાસમાં આવેલી આ તેજી આગળ પણ ચાલુ રહી શકે. 2012માં વેનેઝુએલા ભારતનું ત્રીજું સૌથી મોટું ઓઈલ સપ્લાયર હતું વેનેઝુએલા ભારતના મોટા તેલ સપ્લાયર્સમાં સામેલ રહ્યું છે. 2012માં તે ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બન્યો હતો. ઘણા વર્ષો સુધી ટોપ-5માં રહ્યું હતું. 2019 સુધી વેનેઝુએલા દર વર્ષે લગભગ 1.6 કરોડ ટન ક્રૂડ ઓઇલ ભારત મોકલી રહ્યું હતું. જોકે, અમેરિકાએ વેનેઝુએલાના ઓઈલ ખરીદદારો પર પ્રતિબંધ લાદી દીધો હતો એટલે ભારતે લગભગ એક વર્ષ સુધી ત્યાંથી ઓઈલની ખરીદી બંધ કરી દીધી હતી. વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ ભારે અને વધુ સલ્ફરવાળું હોય છે. તેને પ્રોસેસ કરવું સરળ માનવામાં આવતું નથી. જોકે, ભારતની આધુનિક રિફાઇનરીઓ આવા ઓઈલને ડીઝલ અને જેટ ફ્યુઅલ જેવા ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકે છે. આ ઓઈલ તુલનાત્મક રીતે સસ્તું પણ પડે છે. આ જ કારણોસર ભારતીય રિફાઇનરીઓ તેને આર્થિક રીતે ફાયદાકારક સોદો માને છે. ભારત અમેરિકા પર આંખ બંધ કરીને ભરોસો કરી શકે? ભારત પાસે ઓપ્શન ઓછા છે, પણ અમેરિકા પર આંખ બંધ કરીને ભરોસો કરાય નહીં. તેમાંય ટ્રમ્પ છે ત્યાં સુધી તો નહીં જ. અમેરિકાનો સૌથી મોટો સ્વાર્થ, ઈન્ડિયન માર્કેટ અમેરિકા જાણે છે કે ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધારે છે અને અમેરિકી વસ્તુઓ માટે ભારતનું માર્કેટ જ એક ઓપ્શન છે. કારણ કે ચીન અમેરિકાના માલને એન્ટ્રી નહીં આપે. એટલે અમેરિકાનો માલ બલ્કમાં વેચવા માટે ભારત પાસે ખોળો પાથરવા સિવાય ચારો નથી. હવે વાત કરીએ પુતિનની... ભારત- રશિયાના સંબંધો સ્વાર્થના નથી. બંને દેશ એકબીજાની પડખે ઊભા છે. ભારત- રશિયાના સંબંધો ગરિમાપૂર્ણ રહ્યા છે અને મોદી- પુતિન આ ગરિમાપૂર્ણ સંબંધોને આગળ વધારી રહ્યા છે. જેમ ટ્રમ્પે વોશિંગ્ટનમાં બેઠાં બેઠાં કહ્યું કે ભારત સાથે અદ્દભુત ટ્રેડ ડીલ થશે. પુતિને મોસ્કોમાં બેસીને ભારતના સહકારની વાતને દોહરાવી. બંને નેતાઓએ ભારતના વડાપ્રધાનને પોતાના દોસ્ત કહ્યા. રશિયાના સેન્ટ પિટ્સબર્ગમાં ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ હતી. ત્યાં ભારતના પત્રકાર પણ હાજર હતા. તેમણે ભારત સંબંધિત પ્રશ્નો પૂછ્યા ને પુતિને ખુલીને જવાબ આપ્યા. એ પત્રકારના મોટાભાગના સવાલ ભારત- અમેરિકા અને રશિયાના સંબંધો વિશે હતા. ભારત દબાણમાં આવે તેવો દેશ નથી : પુતિન આ ફોરમમાં પુતિને કહ્યું, ભારત- અમેરિકાના સંબંધો જે હોય તે. પણ તેનાથી ભારત- રશિયા સાથેના સંબંધો નહીં બગડે. પુતિને ભારત સાથેના વેપારને 100 બિલિયન ડોલર સુધી લઈ જવાના ટાર્ગેટને દોહરાવ્યો. અત્યારે બંને દેશો વચ્ચે 68 બિલિયન ડોલરનો વેપાર થઈ રહ્યો છે. પુતિને ભારતને અત્યાધુનિક સુખોઈ-57ના જોઈન્ટ પ્રોડક્શનની ઓફર આપી. પુતિનને પૂછવામાં આવ્યું કે, અમેરિકા ભારત પર દબાણ કરે છે કે રશિયા સાથેના સંબંધો ઓછા કરો... તમે શું કહેશો? પુતિને કહ્યું કે, ભારત ક્યારેય પણ કોઈ બીજા દેશના દબાણ કે આદેશ પર ચાલ્યો નથી. અમેરિકા ભારત પર દબાણ બનાવવાની કોશિશ કરે છે. પણ આનાથી કોઈ ફરક નહીં પડે. કારણ કે ભારત દબાવમાં આવનારો દેશ નથી. સેંક્શનની કોઈપણ ધમકી આપીને ભારત પર દબાણ કરવાની કોઈપણ કોશિશ પીએમ મોદીના કાર્યકાળમાં તમને ભારે પડશે. આ જ વાત ચીન પર લાગૂ પડે છે. કોઈપણ સંપ્રભુ દેશના નિર્ણયો પર સવાલ ઉઠાવી શકાય નહીં. પુતિનને પૂછવામાં આવ્યું કે ભારત રશિયા પાસેથી સુખોઈ-57 અથવા S-500 જેવી ડિફેન્સ સિસ્ટમ ખરીદે છે તો તેમાં અમેરિકાનો શું રોલ હશે? તેના જવાબમાં પુતિને કહ્યું- ભારત હંમેશાં પોતાની રાષ્ટ્રીય જરૂરિયાતો અને હિતોના આધારે નિર્ણય લેતું આવ્યું છે. ભારત એક સંપ્રભુ દેશ છે અને તેને એ નક્કી કરવાનો પૂરો અધિકાર છે કે તેના માટે ક્યું ઉપકરણ આધુનિક અને ઉચિત છે. લોકો જે પણ કહે, ભારત હંમેશાં આ જ રીતે કામ કરતું આવ્યું છે. તે પોતાના હિતોને ધ્યાનમાં રાથીને સ્વતંત્ર્ય નિર્ણય લે છે. સુખોઈ-57 અદ્દભુત વિમાન છે. દુનિયાનું આ અતિ આધુનિક ફાયટર પ્લેન છે. અમે ભારતને સાથે મળીને આનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે વાત બની નહીં, પછી અમે પોતે તૈયાર કરી લીધું. હવે અમે આને વેચવા માટે તૈયાર છીએ. પુતિને મોદીના રદ્દ થયેલા વીઝાની ઘટના યાદ કરી ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં પુતિને મોદીની વીઝા રદ્દ થવાની ઘટના યાદ કરી હતી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકાએ તેમના વીઝા રદ્દ કરી દીધા હતા. પુતિને કહ્યું, આપણને બધાને યાદ છે કે જ્યારે નરેન્દ્ર મોદીને અમેરિકાની ધરતી પર આવવાની મંજૂરી નહોતી મળી. આજે તે દેશના વડા પ્રધાન છે. તમામ પ્રતિબંધો ખતમ થઈ ચૂક્યા છે. અમેરિકા અને ભારતના સંબંધો આગળ વધી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે ભરોસો મજબૂત છે. પુતિને એક ટમકું મૂકીને ટ્રમ્પને મરચાં લાગે તેવું પણ સ્ટેટમેન્ટ આપ્યું. પુતિને કહ્યું, હવે ડોલરનો જમાનો જઈ રહ્યો છે. ડોલરનો દબદબો ઓછો કરવા બ્રિક્સ દેશો ભૂમિકા ભજવશે. પુતિનની 5 મોટી વાત છેલ્લે, જે ન્યુક્લિયર બોમ્બના કારણે અમેરિકાએ ઈરાન પર હુમલો કરી દીધો તેમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમેરિકી તપાસ એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે કે ઈરાનના પરમાણુ બોમ્બના તાર અમેરિકા સાથે જોડાયેલા હતા. અમેરિકામાં રહેતા મૂળ ઈરાની બિઝનેસમેન જમશીદ ગોમીએ 2011થી અત્યાર સુધીમાં અઢી લાખ કિલો વજનના ન્યુક્લિયર પાર્ટ્સ ઈરાનને સપ્લાય કર્યા હતા. ટૂંકમાં, ઈરાને પહેલેથી અમરિકામાં જાસુસ બેસાડી દીધો હતો. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની PMએ કહ્યું- અમેરિકા-ઈરાન ડીલનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર:USએ કહ્યું- તેહરાનને પૈસા નહીં મળે; ઈરાને કહ્યું- હોર્મુઝ ફરીથી ખુલશે
    Next Article
    गर्मी से राहत पाने के लिए दोस्तों के साथ गंगा पर नहाने गया था आशुतोष

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment