Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારનું રાશિફળ:કન્યા અને મકર રાશિના ઘરે પારણું બંધાશે, વૃશ્ચિક જાતકોને મનગમતી નોકરી મળવાના યોગ

    18 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 01 એપ્રિલ 2026, બુધવારના રોજ ચૈત્ર સુદ ચૌદસ/પૂનમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ બપોરે 12:43 થી 02:15 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજનો દિવસ વિશેષ રીતે ફળદાયી રહેશે. આત્મવિશ્વાસ જાળવી રાખવાથી તમે તમારા કાર્યને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકશો. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થશે અને અટકેલા કાર્યો પૂર્ણ થવાથી મનમાં સંતોષ રહેશે. નેગેટિવ- કોઈ મિત્ર અથવા સંબંધીને લગતી કેટલીક નકારાત્મક વાતો સામે આવશે. તમારું મનોબળ મજબૂત રાખો તથા તણાવને કારણે કોઈ પણ કામ ટાળવાનો પ્રયાસ ન કરો. ધીરજ જાળવી રાખો. કોઈ પણ ખાસ નિર્ણય લેવાનું ટાળો. વ્યવસાય- આ સમય ખૂબ જ સચેત અને એક્ટિવ રહેવાનો છે. વ્યવસાય સંબંધિત કોઈ મહત્વપૂર્ણ ડીલ થશે. પરંતુ માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં નુકસાન થવાની સંભાવના છે. નોકરીયાત લોકોની અધિકારી સાથેની મિત્રતા લાભદાયી રહેશે. મનપસંદ પ્રોજેક્ટ પણ મળી શકે છે. લવ- ઘરની વ્યવસ્થાને લઈને પરિવારના સભ્યો વચ્ચે થોડો તણાવ રહેશે. પ્રેમ પ્રકરણ બદનામી અને અપયશનું કારણ બની શકે છે, તેથી સાવધાન રહો. સ્વાસ્થ્ય- અનિયમિત દિનચર્યાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી તકલીફો રહેશે. શિસ્ત રાખવું ખૂબ જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 5 પોઝિટિવ- આજે કોઈ અટકેલા પૈસા મળવાની પૂરેપૂરી સંભાવના છે. તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને તમારા કાર્યો સમયસર પૂરા કરવામાં મદદ કરશે. ઘર-પરિવારની જરૂરિયાતો પ્રત્યે પણ જાગૃત રહેશો. કોઈ વિશિષ્ટ વ્યક્તિ સાથેની મુલાકાત ખૂબ જ ઉત્તમ રહેશે. નેગેટિવ- વધતા ખર્ચ પર લગામ લગાવવાની જરૂર છે નહીંતર ઉધાર લેવું પડી શકે છે. યુવાનોએ તેમના કોઈ પ્રોજેક્ટમાં સફળ થવા માટે હજુ ઘણા પ્રયત્નો કરવાની જરૂર છે. બીજાની નકારાત્મક વાતો પર સમય બગાડવાને બદલે પોતાના કાર્યોમાં જ મસ્ત રહો. વ્યવસાય- વેપારમાં કોઈ અટકેલું કાર્ય આજે ફરી શરૂ થઈ શકે છે. આવકની સ્થિતિ સારી થશે. પરંતુ પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પરસ્પર તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. હિસાબની બાબતમાં પારદર્શિતા રાખો. નોકરીયાત વ્યક્તિઓએ તેમની કાર્ય કરવાની પ્રણાલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. લવ- પરસ્પર તાલમેલ યોગ્ય જાળવી રાખવાથી ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત નિયમિત તપાસ કરાવતા રહો. લકી કલર- વાદળી લકી નંબર- 9 પોઝિટિવ- બાળકોના શિક્ષણ અને કરિયર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કાર્યો સંપન્ન થશે. પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવશો. તેમાં સફળતા પણ મળશે. નેગેટિવ- પ્રોપર્ટીના ખરીદ-વેચાણ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય, તો તેનો અમલ કરતા પહેલા સારી રીતે વિચાર અવશ્ય કરી લો. વધુ સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો. કોઈની ખોટી વાત પર ગુસ્સો વ્યક્ત કરવાને બદલે શાંતિપૂર્ણ રીતે કામ લો. વ્યવસાય- વ્યવસાયમાં વિસ્તરણ માટે કેટલીક નવી યોજનાઓ પર વિચાર-વિમર્શ થશે. સારા પરિણામો પણ સામે આવશે. સેલ્સ ટેક્સ, જીએસટી વગેરેને લગતા કામ જલ્દી પૂરા કરી લો. કોઈ મોટા અધિકારી અથવા નેતા સાથેની તમારી મુલાકાત ફાયદાકારક સાબિત થશે. લવ- જીવનસાથીની અસ્વસ્થતાને કારણે ઘરની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ શકે છે. તમારો સહયોગ સંબંધોમાં વધુ મધુરતા લાવશે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાન અને દિનચર્યાને કારણે પેટ ખરાબ રહી શકે છે તથા ગેસ અને વાયુની સમસ્યા પણ પરેશાન કરશે. લકી કલર- લાલ લકી નંબર- 3 પોઝિટિવ- દિવસનો થોડો સમય તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં ચોક્કસ પસાર કરો, તેનાથી માનસિક ઊર્જા જળવાઈ રહેશે. સંબંધીઓ તથા મિત્રો સાથે ફોન અથવા ઇન્ટરનેટના માધ્યમથી મેળાપ શાંતિ આપશે. યુવા વર્ગને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. નેગેટિવ- સ્પર્ધાત્મક પરીક્ષા વગેરેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે તથા વ્યર્થની પ્રવૃત્તિઓથી દૂર રહે. જોખમી કાર્યોથી દૂર રહો. નજીકના સંબંધીઓ સાથે પણ કોઈ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેલી છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં રોકાણ કરવું તમારા ભવિષ્યને સુરક્ષિત રાખશે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ કર્મચારીને કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે. સંશોધન કરી રહેલા યુવાનોને નોકરી સંબંધિત કોઈ માહિતી મળી શકે છે. લવ- ઘરનું વાતાવરણ મધુર રહેશે. સોશિયલ મીડિયા તથા પ્રેમ સંબંધોથી આ સમયે દૂર રહેવું વધુ સારું રહેશે. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણને કારણે પોતાનું યોગ્ય ધ્યાન રાખો તથા આયુર્વેદિક વસ્તુઓનું પણ વધુમાં વધુ સેવન કરો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- જો કોઈ કાર્ય પૂર્ણ કરવામાં ખૂબ મહેનત કરવી પડે, તો હિંમત ન હારો. તમને શ્રેષ્ઠ પરિણામો મળવાની પણ સંભાવના છે. સંતાનના યોગ્ય વ્યવહારથી મનમાં શાંતિ રહેશે. સંબંધીઓ સાથે ફોન દ્વારા સંપર્કમાં રહો, તેમના દ્વારા તમને ઘણી નવી લાભદાયી માહિતી મળશે. નેગેટિવ- કોઈ વ્યક્તિગત યોજનાને અમલમાં મૂકવા માટે સખત મહેનતની જરૂર છે. વ્યર્થની પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં. ક્યારેક તમારી કોઈ કઠોર વાત કોઈને દુઃખ પહોંચાડી શકે છે. બિનજરૂરી મુસાફરી ટાળો. રોકાણ કરવા માટે સમય અનુકૂળ નથી. વ્યવસાય- વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. માર્કેટમાંથી અટકેલી પેમેન્ટ મળી શકે છે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યોમાં શ્રેષ્ઠ કોન્ટ્રાક્ટ મળશે અને અણધારી સફળતા પણ મળશે. પરંતુ કોઈને પણ પૈસા કે માલ ઉધાર ન આપો, નુકસાન થઈ શકે છે. લવ- જીવનસાથી તથા પરિવારના સભ્યોનો સહયોગ ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે તથા પરસ્પર તાલમેલ મધુર રહેશે. સ્વાસ્થ્ય- માનસિક અને શારીરિક અસ્વસ્થતાને કારણે થાક અને સુસ્તી હાવી રહેશે. પૂરતો આરામ લો તથા સકારાત્મક રહેવા માટે અનુભવી લોકોનો સાથ ચોક્કસ લો. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- ઘરની સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની શોપિંગમાં સમય પસાર થશે. કોઈ નજીકના સંબંધીની સમસ્યા ઉકેલવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. આનાથી તમારી છબી અને વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે. વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં સિનિયર્સની મદદ મળશે. નેગેટિવ- ઘરના સભ્યો વચ્ચે થોડી મનદુઃખની સ્થિતિ બની શકે છે, પરંતુ જલ્દી જ બધું ઠીક થઈ જશે. બહારની વ્યક્તિઓ સાથે વધુ મેળાપ ન રાખો. આ સમય તમારી વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં પસાર કરો. વ્યવસાય- આ સમયે વ્યવસાય સંબંધિત બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય ન આપો. વધુ સારું રહેશે કે તમારા મોટાભાગના કામ ફોન કોલ્સ અને ઇન્ટરનેટના માધ્યમથી પૂરા કરવાનો પ્રયાસ કરો. ઓફિસના કામના ભારણને કારણે ઓવર ટાઇમ પણ કરવો પડશે. લવ- દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. ઘરમાં બાળકના જન્મ સંબંધિત શુભ માહિતી મળવાથી ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય- હવામાનના ફેરફારને કારણે માથામાં ભારેપણું અને તાવ જેવી સમસ્યા રહેશે. દિનચર્યાને સંયમિત રાખવી જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 6 પોઝિટિવ- સંતાન સંબંધિત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત થશે. નજીકના સંબંધી દ્વારા કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. આર્થિક સ્થિતિને લઈને બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. નેગેટિવ- પરંતુ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ બનતા પોતાના ગુસ્સા અને વાણી પર સંયમ રાખવાની જરૂર છે. સમય અનુસાર તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો. કેટલાક લોકો તમારું અહિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ સફળ થઈ શકશે નહીં. તેથી બીજાની ચિંતા કર્યા વગર પોતાના કાર્યોમાં ધ્યાન આપો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં તમારે તમારી ક્ષમતા સાબિત કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. જોકે તમે તમારી ભરપૂર મહેનત અને યોગ્યતા દ્વારા તમારો ટાર્ગેટ હાંસલ કરી લેશો. કોઈ કંપની દ્વારા કોઈ મહત્વપૂર્ણ ઓથોરિટી મળશે, જે લાભદાયી રહેશે. લવ- શાંતિપૂર્ણ રીતે પારિવારિક સમસ્યાઓને ઉકેલો. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય- હવામાનને અનુકૂળ તમારો આહાર રાખો. એસિડિટી અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખવી ખૂબ જરૂરી છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 4 પોઝિટિવ- તમારો સંયમ અને નમ્રતા બીજા પર સકારાત્મક પ્રભાવ પાડશે. વ્યર્થની અફવાઓ પર ધ્યાન ન આપો તથા પોતાના કાર્યોમાં જ વ્યસ્ત રહો. ચોક્કસપણે તમને સફળતા મળવાની છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં સમય પસાર કરવાથી શાંતિ અનુભવાશે. નેગેટિવ- જો પ્રોપર્ટીના ખરીદ-વેચાણ સંબંધિત કોઈ નિર્ણય લેવા જઈ રહ્યા હોવ, તો પહેલા પેપર વગેરે ચેક કરી લો. કેટલાક એવા ખર્ચાઓ રહેશે, જેમાં ઘટાડો કરવો શક્ય નથી. કોઈ અનુચિત અથવા ગેરકાનૂની કામમાં રસ લેવો અપમાનજનક સ્થિતિ પેદા કરી શકે છે. વ્યવસાય- વધુ પડતી વ્યસ્તતાને કારણે કેટલાક કાર્યો અધૂરા રહી શકે છે. વધુ સારું રહેશે કે કાર્યક્ષેત્રમાં આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું સ્થગિત રાખો. પરંતુ કર્મચારીઓનો યોગ્ય સહયોગ જળવાઈ રહેશે. યુવા વર્ગને તેમના અભ્યાસને લગતી નોકરી મળવાના ઉત્તમ યોગ બનેલા છે. લવ- દાંપત્ય સંબંધોમાં ચાલી રહેલા મનદુઃખનો ઉકેલ આવશે તથા સંબંધોમાં ફરી મધુરતા આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય- વધુ પડતા કાર્યભારને કારણે પગમાં દુખાવો અને થાકની ફરિયાદ રહી શકે છે. ડાયાબિટીસ સંબંધિત તપાસ પણ અવશ્ય કરાવો. લકી કલર- બ્લૂ લકી નંબર- 1 પોઝિટિવ- આ સમયે ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા માટે શુભ તકો બનાવી રહ્યા છે. સમયનો સદુપયોગ કરો. જે કામ છેલ્લા ઘણા સમયથી અટકેલું હતું તેને પૂરું કરવાનો સમય આવી ગયો છે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં પણ તમને આનંદ આવશે. નેગેટિવ- કેટલાક લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી ટીકા કે નિંદા કરી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. ઘણીવાર ઉતાવળ તથા અતિ ઉત્સાહમાં બનેલું કામ બગડી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ વિતાવો. વ્યવસાય- મોટાભાગના વ્યાવસાયિક કાર્યો કોઈપણ અવરોધ વગર પૂરા થતા જશે. આર્થિક સ્થિતિ પણ સારી થશે. પરંતુ ટેક્સ અને લોન સંબંધિત બાબતો પર પુનઃવિચાર કરવાની જરૂર છે. સરકારી મામલાઓને પતાવવા માટે સમય યોગ્ય છે. લવ- અતિશય વ્યસ્તતા હોવા છતાં તમે પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશો. પ્રેમી સાથે ડેટિંગ પર જવાની તક પણ મળશે. સ્વાસ્થ્ય- ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર સંબંધિત નિયમિત તપાસ ચોક્કસ કરાવો. બેદરકારીથી તમે જ પરેશાન થશો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- કેટલીક નવી પ્રવૃત્તિઓની શરૂઆતની યોજનાઓ બનશે. પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાનું પણ નિવારણ થશે. થોડો સમય તમારી રુચિ મુજબના કાર્યો માટે પણ કાઢો, તેનાથી માનસિક શાંતિ મળશે. ભવિષ્યની યોજનાઓમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવ- તમારા પોતાના કાર્યો માટે બીજા પાસેથી મદદની આશા રાખવી વ્યર્થ છે. વધુ સારું રહેશે કે તમારી કાર્યક્ષમતા પર જ વિશ્વાસ રાખો. સાથે જ તમારી વ્યક્તિગત બાબતોમાં પણ કોઈનો હસ્તક્ષેપ ન થવા દો. કોઈ પણ ગેરકાનૂની કામમાં રસ લેવો માનહાનિનું કારણ બનશે. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવશે અને તમે પૂરા ઉત્સાહ અને ઊર્જાથી તમારા વ્યવસાયના કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો. કાર્યક્ષેત્રમાં તમારા કર્મચારીઓની સલાહ પર પણ ધ્યાન અવશ્ય આપો. તેમની સલાહ તમારા વ્યાવસાયિક કાર્યો પૂરા કરવામાં મદદરૂપ થશે. ઓફિસમાં કાર્યપ્રણાલી યોગ્ય રહેશે. લવ- સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકોને કોઈ ખુશખબરી મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથેની મુલાકાત તમને પ્રફુલ્લિત કરશે. કોઈ અન્ય વ્યક્તિને કારણે પ્રેમ સંબંધોમાં કડવાશ આવવાની આશંકા છે. સ્વાસ્થ્ય- તમારી જ બેદરકારીને કારણે તમારા સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક મુશ્કેલી આવી શકે છે. હવામાનને પ્રતિકૂળ આહાર અને વિહાર ન રાખો. લકી કલર- લીલો લકી નંબર- 6 પોઝિટિવ- આજે કેટલાક પડકારો સામે આવશે પરંતુ તમારી સૂઝબૂઝ અને વાતચીત દ્વારા ઉકેલ પણ આવતા જશે. ખાસ કરીને મહિલા વર્ગ તેમના કાર્યોને શ્રેષ્ઠ રીતે કરવામાં સક્ષમ રહેશે. વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહેલા લોકોની કોઈ સમસ્યા ઉકેલાઈ શકે છે. નેગેટિવ- કોઈની પણ સાથે વ્યર્થના વાદ-વિવાદમાં ન પડો. આનાથી સમય અને ઊર્જા વેડફાવા સિવાય બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. જો પોતાનો વિકાસ કરવા માંગતા હોવ, તો સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો પણ જરૂરી છે. જો કોઈ કિંમતી વસ્તુની ખરીદીની ઈચ્છા હોય, તો તમારા બજેટ પર પણ ચોક્કસ ધ્યાન આપો. વ્યવસાય- આજે કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પરંતુ કાર્ય અવરોધ વગર પૂર્ણ થશે નહીં, તેથી ધીરજ જાળવી રાખો. સ્પર્ધાના વાતાવરણમાં વધુ મહેનતની જરૂર છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને વરિષ્ઠ અધિકારીઓને કારણે કોઈ મુશ્કેલી આવવાની આશંકા છે. લવ- પતિ-પત્નીમાં પરસ્પર તાલમેલ સૌહાર્દપૂર્ણ રહેશે. પ્રેમી સાથે ડેટિંગની તક મળશે. સ્વાસ્થ્ય- માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી રાહત મેળવવા માટે સકારાત્મક રહેવું ખૂબ જરૂરી છે. યોગ અને મેડિટેશન પણ પ્રભાવશાળી રહેશે. લકી કલર- બદામી લકી નંબર- 2 પોઝિટિવ- વિદ્યાર્થી તથા યુવા વર્ગ તેમના અભ્યાસ અને કરિયરને લઈને સજગ રહેશે. તેમની કોઈ દબાયેલી પ્રતિભા પણ બહાર આવશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ ચાલી રહેલો વિવાદ આજે દૂર થઈ જશે તથા પરસ્પર સંબંધો પણ સારા થઈ જશે. નેગેટિવ- જાહેર સ્થળ પર થોડું સંયમિત રહેવાની જરૂર છે, નહીંતર મજાકનું પાત્ર બની શકો છો. તમારી અંગત વાતો કોઈની સાથે પણ શેર ન કરો. આ સમયે કોઈ પણ પ્રકારની અવરજવર કરવાનું ટાળો. કોઈ પણ સમસ્યા આવવા પર અનુભવી લોકો સાથે વિચાર-વિમર્શ કરવો યોગ્ય રહેશે. વ્યવસાય- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવવો તમારા વ્યવસાય માટે સકારાત્મક રહેશે. વીમા અને ઇનકમ ટેક્સના ક્ષેત્રમાં કાર્યરત લોકોને આજે શ્રેષ્ઠ લાભ મળવાનો છે. ઓફિસમાં તમારું ધ્યાન તમારા કામ પર જ રાખો, કોઈ પ્રકારની પૂછપરછ થઈ શકે છે. લવ- પતિ-પત્ની પરસ્પર સહયોગ દ્વારા પારિવારિક વાતાવરણને શાંતિપૂર્ણ જાળવી રાખવામાં સક્ષમ રહેશે. મિત્રો સાથે ગેટ-ટુગેધરનો ખુશનુમા પ્રોગ્રામ પણ બનશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. મોસમી પરેશાનીઓ જેવી કે શરદી, ઉધરસ, તાવ વગેરેથી સાવધાન રહો. લકી કલર- બ્લૂ લકી નંબર- 4
    Click here to Read More
    Previous Article
    01 એપ્રિલનું અંકફળ:અંક 8ના જાતકોને ભાગ્યનો સાથ મળશે, અંક 5ના જાતકોએ આજે પ્રેમ પ્રસ્તાવ મૂકવાનું ટાળવું
    Next Article
    Editor's View: ટ્રમ્પનો નવો બોમ્બ તૈયાર:યુદ્ધનો તોતિંગ ખર્ચ વસૂલવાનો ખતરનાક પ્લાન, અમેરિકાની સિક્રેટ ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment