Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્દીરાનગરના યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવ્યું:પત્નીને તેના પ્રેમીના માનસિક ત્રાસથી આપઘાત કર્યાની બે સામે ફરીયાદ નોંધાઈ

    2 days ago

    ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા યુવકે પત્ની અને પ્રેમીની અવાર-નવાર ધાકધમકી અને શારિરીક માનસીક ત્રાસના કારણે યુવક મરવા મજબુર બની ગતરાત્રીના શહેરના ઈન્દીરાનગરના રેલ્વે નાળા ઉપર પસાર થઈ રહેલી બોટાદ-ભાવનગર ટ્રેન નીચે ઝંપલાવી લઈ આપઘાત કર્યો હતો. જે સંદર્ભે મૃતક યુવકના નાના ભાઈએ તેની ભાભી અને પ્રેમી સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભાઈ અને ભાભીને અવાર નવાર ઝધડા થતા હતા મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના ઈન્દીરાનગર, વણકરવાસમાં રામાપીરના મંદિર પાસે રહેતા અને હાલ સુરત રહેતા જયેશ જેઠાભાઈ મક્વાણાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેના મોટાભાઈના પત્નીને ઈન્દીરાનગરમાં જ રહેતા મેહુલ પરમાર સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તેના ભાઈ અને ભાભીને અવાર નવાર ઝધડા થતા હતા અને તેના ભાભી અને મેહુલે તેના ભાઈ કિશોરભાઈને અમારી વચ્ચે આવતો નહીં નહીંતર તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપતા હતાં માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ વૈશાલીબેન કિશોરભાઈ મકવાણા અને મેહુલ મેઘજીભાઈ પરમાર બન્નેના માનસિક ત્રાસથી કંટાળી જઈ તેના ભાઈએ મરવા મજબુર બની ગઈકાલે રાત્રીના આઠ ક્લાકના સમય દરમિયાન ઈન્દીરાનગર પાસે રેલવે નાળા ઉપર પોતાની જાતેથી પસાર થઇ રહેલ બોટાદ ભાવનગર ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જે ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે વૈશાલીબેન કિશોરભાઈ મકવાણા અને મેહુલ મેધજીભાઈ પરમાર સામે BNS એક્ટ 108, 352, 351(3), 54, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    મહાવીર જયંતીની રજામાં પણ ભાવનગર મનપાની તિજોરી છલકાઈ:નાણાકીય વર્ષના અંતિમ દિવસે 3129 કરદાતાઓએ 3.18 કરોડનો વેરો ભર્યો, કુલ આવક ₹184.69 કરોડે પહોંચી
    Next Article
    'If You Kill Our Leaders, We'll Attack US Firms Like Google, Meta': Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment