Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાવીર જયંતીની રજામાં પણ ભાવનગર મનપાની તિજોરી છલકાઈ:નાણાકીય વર્ષના અંતિમ દિવસે 3129 કરદાતાઓએ 3.18 કરોડનો વેરો ભર્યો, કુલ આવક ₹184.69 કરોડે પહોંચી

    3 days ago

    મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મનપા ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ તથા આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી મનપા કચેરીએથી વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં આજે ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં એક દિવસમાં 3129 જેટલા કરદાતાઓ એ રૂ.3.18 કરોડ નો વેરો ભર્યો હતો, ભાવનગર મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ ના અંતિમ દિવસે તથા મહાવીર જયંતીની જાહેર રજા ના દિવસે મનપા કચેરી ખાતે મિલ્કત વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં 3 હજારથી વધુ કરદાતાઓ દ્વારા વેરો ભર્યો હતો જેમાંથી રૂ.3.18 કરોડની આવક થવા પામી હતી, આ સાથે જ નાણાકીય વર્ષ 2025-26 ની મનપાની કુલ આવક રૂ.184.69 કરોડ પર પહોંચી છે, નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેનાથી મનપાની આવકમાં વધારો થયો હતો, નવા નાણાકીય વર્ષ 2026-27 ના મિલકતવેરાના બીલો કરતાઓ તા.3/4/2026 થી રાબેતા મુજબ ઓનલાઇન તથા મહાનગરપાલિકાની મુખ્ય ઝોનલ તથા પૂર્વ અને પશ્ચિમ કચેરી પરથી કેશબારીઓ પરથી ભરપાઈ કરી એપ્રિલ માસમાં કરવેરા અને સફાઈવેરાની રકમ પર 10 ટકા તથા ઓનલાઈન પેમેન્ટ કર્યાથી વધારાનું 2 ટકા મળી કુલ 12 ટકા જેટલું રિબેટ મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની ચૂંટણીને લઇ તૈયારીઓ તેજ:ઉમેદવાર પસંદગી માટે આવતીકાલથી બે દિવસ કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
    Next Article
    ઈન્દીરાનગરના યુવકે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટુંકાવ્યું:પત્નીને તેના પ્રેમીના માનસિક ત્રાસથી આપઘાત કર્યાની બે સામે ફરીયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment