Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવકે યુવતીની જાહેરમાં છેડતી કરી:પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું, પીડિતાએ કહ્યું: મારી છેડતી કરીને મારી આબરૂ પર હાથ નાખ્યો, રિલેશનશિપ રાખવાનું દબાણ કરીને મને ટોર્ચર કરવા લાગ્યો

    8 hours ago

    વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેની સામે 17 ગુના નોંધાયેલા હતા અને સમગ્ર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી ડી રાજપૂત દ્વારા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી યશ વસાવાને જાહેરમાં વિસ્તારમાં તેનું સરઘસ કાઢીને લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ પોલીસ અધિકારીએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. લક્ષ્મીપુરા પોલીસની આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુનાખોરી સહન કરવામાં નહીં આવે. વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલા અને તેમના પતિ પોતાના નિવાસ સ્થાને ગઈકાલે સોમવારે બપોરના સમયે જમવા બેઠા હતા, ત્યારે તેમના પતિના મોબાઇલ ફોન પર ગોત્રી વિસ્તારના જુના વુડાના મકાનમાં રહેતા સાસુના પાડોશીનો ફોન આવ્યો હતો. ફોન પર તેમણે જાણ કરી હતી કે, યશ ઉર્ફે લસ્સી વસાવા નામનો ઈસમ તેમના પરિવાર સાથે ઝઘડો કરી રહ્યો છે. આ માહિતી મળતા મહિલાના પતિએ પોતાની માતાને ફોન કરીને ઘટના અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, યશ ઉર્ફે લસ્સી વસાવા દ્વારા મહિલાના નણંદ સાથે છેડતી કરવામાં આવી રહી છે તેમજ ગાળાગાળી કરીને ઝઘડો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મહિલા અને તેમના પતિ એક્ટીવા પર ગોત્રી વિસ્તારના દિનદયાળ નગર સ્થિત જુના વુડાના મકાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં આરોપી યશ ઉર્ફે લસ્સી વસાવા હાજર હતો અને આસપાસના લોકો સાથે ગાળાગાળી કરી રહ્યો હતો. મહિલાના પતિએ આરોપીને નણંદ સાથે છેડતી કરવા બાબતે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલતા બોલતા મહિલાના પતિ પર હુમલો કરવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલાએ પતિને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ સિમેન્ટનો બ્લોક ફેંકીને મહિલાના જમણા હાથ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો અને જતા જતા મહિલા તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાને હાથમાં દુખાવો થતા તેમના પતિ દ્વારા તેમને ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આવીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે લક્ષ્મીપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સમગ્ર વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું. ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે, યશ વસાવા નામનો વ્યક્તિ છેલ્લા અઢી મહિનાથી મને હેરાન કરી રહ્યો હતો. તે મને ધમકી આપતો હતો કે, જો હું મારા પરિવારને કઈ પણ કહીશ, તો તે આખા પરિવારને ખતમ કરી નાખશે. એટલે ડરના કારણે મેં ઘરે કોઈને વાત કરી નહોતી. આ દરમિયાન ગઈકાલે રાત્રે અમે રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે તેણે અચાનક મારી છેડતી કરી અને મારી આબરૂ પર હાથ નાખ્યો હતો. તે મને જબરદસ્તી એવું કહેવા લાગ્યો કે તું મારી સાથે રિલેશનશિપ રાખ. જ્યારે મેં ના પાડી ત્યારે તે મને ટોર્ચર કરવા લાગ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી બહેન 8 મહિનાની ગર્ભવતી છે. જ્યારે તેણે જોયું કે, યશ મને હેરાન કરે છે, ત્યારે તેણે વિરોધ કર્યો હતો અને પૂછ્યું કે, તું મારી બહેનને કેમ હેરાન કરે છે? આ સાંભળીને યશ ઉશ્કેરાઈ ગયો અને તેણે મારી ગર્ભવતી બહેનના પેટ પર જોરથી લાત મારી દીધી હતી. મારી બહેન ત્યાં જ પડી ગઈ હતી. અમે તરત જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસનો અમને સહકાર ખૂબ જ સારો રહ્યો છે. અમારી ફરિયાદને પગલે લક્ષ્મીપુરા પોલીસના તમામ સ્ટાફે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. યુવતીએ ઉમેર્યું હતું કે, પહેલા મને ખૂબ જ ડર હતો, પણ પોલીસની મદદ બાદ હવે મને બિલકુલ ડર નથી. હું ઈચ્છું છું કે તેને એવી કડક સજા થવી જોઈએ, તે આખી જિંદગી જેલમાં જ રહેવો જોઈએ. તેને થવું જોઈએ કે, તેણે એક યુવતીની ઈજ્જત પર હાથ નાખ્યો હતો અને ગર્ભવતી મહિલાને લાત મારી હતી.
    Click here to Read More
    Previous Article
    શહેરામાં જૂની અદાવતમાં ઇકો ચાલક પર હુમલો:પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા, અન્યની શોધખોળ
    Next Article
    US Israel Iran War LIVE: Iran Guards Say Will Target US Tech Firms If More Leaders Killed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment