Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ પટેલ કેળવણી મંડળ વિવાદનું અંતે સુખદ સમાધાન:ટ્રસ્ટીઓના રાજીનામા મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું, ધારાસભ્યો અને સમાજના અગ્રણીઓની મધ્યસ્થીથી ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યું

    2 days ago

    ​જૂનાગઢ શહેરના શૈક્ષણિક અને સામાજિક જગતમાં છેલ્લા ચાર દિવસથી ભારે ચર્ચામાં રહેલો પટેલ કેળવણી મંડળનો વિવાદ આખરે શાંત પડ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગ સાથે આંદોલન પર ઉતરેલા વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા માટે કડવા પટેલ સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય સંજય કોરડીયા સહિત અન્ય ધારાસભ્યો અને સમાજના વડીલોની ઉપસ્થિતિમાં મળેલી મેરેથોન બેઠક બાદ આ સમગ્ર પ્રકરણમાં સુખદ સમાધાન જાહેર કરવામાં આવ્યું છે. સમાજના વડીલો-આગેવાનોએ નિર્ણયો લીધો તે વાલી મંડળને શિરોમાન્ય ​આ બેઠક બાદ વાલી મંડળના પ્રતિનિધિ જીતુભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી જે વિવાદ અને પ્રશ્નો ચાલી રહ્યા હતા, તેનો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. વાલી મંડળ અને સમાજના તમામ આગેવાનોએ સાથે મળીને આ પ્રશ્નોનું ઊંડું ચિંતન અને ગંભીર ચર્ચા કરી છે. સમાજના વડીલો અને આગેવાનોએ જે કાંઈ પણ નિર્ણયો લીધા છે, તે વાલી મંડળને સંપૂર્ણપણે શિરોમાન્ય છે. વડીલોનું માન જાળવીને અને સામાજિક એકતાના હિતમાં તેઓ આ વિવાદને અહીં જ પૂર્ણ જાહેર કરે છે. તેમણે આ સમાધાનને સત્યના માર્ગે થયેલો સુખદ અંત ગણાવ્યો હતો. ​આગેવાનોની સૂચના અને સમજાવટ બાદ આંદોલન સમેટવાની જાહેરાત પોલીસ કાર્યવાહી અને અગાઉ કરવામાં આવેલી અરજીઓ અંગે જ્યારે જીતુભાઈ જસાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં આપેલી કોઈ પણ અરજી કે ફરિયાદ વિશે હાલ તેમને કોઈ ચોક્કસ જાણકારી નથી, પરંતુ સમાજના મધ્યસ્થી અને વડીલોના નિર્ણય બાદ હવે આ પ્રકરણ આગળ વધારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેમણે તમામ આગેવાનોની સૂચના અને સમજાવટને માન આપીને આ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી અને અંતમાં "જય ઉમિયાજી" ના નારા સાથે સામાજિક સંગઠનનો સંદેશ આપ્યો હતો. પટેલ કેળવણી મંડળ દીકરીઓના ભવિષ્ય માટે ઊભું કરાયેલું એક મંદિર બીજી તરફ, બેઠક બાદ સમાજના અગ્રણીઓએ પણ આ મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો હતો. કમલેશ ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, પટેલ કેળવણી મંડળ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ તે દીકરીઓના ભવિષ્ય માટે સમગ્ર સમાજ દ્વારા ઊભું કરવામાં આવેલું એક મંદિર છે. આ સંસ્થા સમાજની છે અને તેનું હિત જળવાઈ રહે તે જ સૌની પ્રાથમિકતા હોવી જોઈએ. બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું કે વહીવટ દરમિયાન ક્યારેક ભૂલો થતી હોય છે, પરંતુ આવી ભૂલોને કારણે કોઈની સાથે ગેરવર્તન કે માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. લાંબી ચર્ચાઓના અંતે એવું નક્કી થયું કે હવેથી સંસ્થાની આગળની વ્યવસ્થા જૂનાગઢ જિલ્લાના સમાજના આગેવાનો સંભાળશે. દીકરીઓનું શિક્ષણ અને સંસ્થાની ગરિમા જળવાઈ રહે સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુના રાજીનામા અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે સંજયભાઇએ જણાવ્યું કે, રાજીનામું આપવું કે ન આપવું તે કોઈ વિષય નથી. કોઈપણ સંસ્થા કોઈ એક વ્યક્તિના આવવાથી કે જવાથી ચાલતી હોતી નથી, પરંતુ તે સમાજ અને જ્ઞાતિના લોકોના અવિરત સહયોગ અને સમર્પણથી ચાલે છે. તમામ લોકોએ સાથે મળીને કાર્ય કરવાનું રહેશે જેથી દીકરીઓનું શિક્ષણ અને સંસ્થાની ગરિમા જળવાઈ રહે. સંસ્થાના વહીવટમાં નવા ફેરફારો જોવા મળી શકે છે આમ છેલ્લા ચાર દિવસથી ટ્રસ્ટીઓના રાજીનામાની જીદ સાથે આંદોલન કરી રહેલા વાલીઓ હવે શાંત પડ્યા છે. ધારાસભ્ય સંજય કોરડીયા અને સમાજના મોભીઓની હાજરીમાં થયેલા આ સમાધાને સાબિત કર્યું છે કે સામાજિક પ્રશ્નોને ચર્ચા અને સમજાવટથી ઉકેલી શકાય છે. હવે આગામી દિવસોમાં સંસ્થાના વહીવટમાં નવા ફેરફારો જોવા મળી શકે છે, કારણ કે સંસ્થાનું સંચાલન અને દેખરેખ હવે જિલ્લાના આગેવાનોના માર્ગદર્શન હેઠળ રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. વાલીઓએ આંદોલન સમેટી લેતા સંસ્થામાં ફરી એકવાર શૈક્ષણિક વાતાવરણ અને શાંતિ સ્થપાયા છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: યુદ્ધના ખર્ચ માટે ટ્રમ્પનો બોમ્બ તૈયાર:ખાડી દેશોનાં નામે બિલ ફાડવાનો ખતરનાક પ્લાન, અમેરિકાની સિક્રેટ ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત
    Next Article
    Mamata Banerjee Not In Race, But All Eyes On Prestige Fight In Bengal's Nandigram

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment