Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડી પૂરની આફત રોકવા સુરત મનપાનો એક્શન પ્લાન:ઇતિહાસમાં પ્રથમવાર પોકલેન મશીન ખાડીમાં ઉતારી સફાઈ કરાશે, દરેક વોર્ડમાં એક પોકલેન મશીન ફળવાશે

    6 days ago

    સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વિકરાળ બનતી ખાડી પૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં ખાડી પૂરને કારણે સર્જાયેલી તારાજી અને નાગરિકોની હાલાકીને ધ્યાને રાખીને મનપા પ્રશાસન દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેમાં શહેરના ઇતિહાસમાં પ્રથમવાર પોકલેન મશીનોને સીધા ખાડીના પાણીમાં ઉતારીને અંદરથી સફાઈ અને ડ્રેજિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મનપા વહીવટદાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને દરેક ઝોન દીઠ એક-એક પોકલેન મશીન ફાળવવાનું આયોજન છે, જેથી ખાડીના તળિયે વર્ષોથી જમા થયેલો કચરો અને સિલ્ટ અસરકારક રીતે દૂર કરી શકાય અને પાણીના વહનનો માર્ગ મોકળો બને. ડે.મ્યુ, કમિશનરની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક આ મહત્વાકાંક્ષી યોજનાના અમલીકરણ માટે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવની અધ્યક્ષતામાં વરાછા, ઉધના, લિંબાયત અને અઠવા ઝોન સહિત સિંચાઈ-ડ્રેનેજ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ થયું હતું કે, ખાડીઓમાં ગંદકી અને સિલ્ટ જમા થવાને કારણે પાણીની વહન ક્ષમતા ઘટી જાય છે, જે પૂર જેવી સ્થિતિ ઉભી કરે છે. ખાસ કરીને ગત વર્ષે ચાર ઝોનના લોકોએ ભારે મુશ્કેલી વેઠી હતી, જેના કારણે તંત્ર પર માછલાં ધોવાયા હતા. આ સ્થિતિને સુધારવા માટે હવે માત્ર સફાઈ જ નહીં, પરંતુ ખાડીને પહોળી કરવા (વાઈડનીંગ) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ખાડીને પહોળી કરવાનો નિર્ણય લેવાયો આ આયોજનના ભાગરૂપે ઉધના અને અઠવા ઝોન વચ્ચે આવેલા બમરોલી બ્રિજ નજીકની સરકારી જમીનમાં ખોદકામ કરીને ખાડીને પહોળી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને બ્લોક નં. 70 માં ખાડી અત્યંત સાંકડી હોવાથી ત્યાં પાણી અટકી જાય છે, જે હવે જમીન સંપાદન અને ખોદકામ દ્વારા દૂર કરવામાં આવશે. સિંચાઈ અને ડ્રેનેજ વિભાગ તેમજ ડીઆઈએલઆર વિભાગના સંકલનથી જમીનનું ડિમાર્કેશન કરી ચોમાસા પૂર્વે જ આ તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપાના આ આક્રમક અભિગમથી આગામી ચોમાસામાં ખાડી પૂરની સમસ્યામાં મોટી રાહત મળે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    વડલીમાં સિકોતરમાતા ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:હાથી-ઘોડા સાથે શોભાયાત્રા, શતચંડી યજ્ઞ; 2 એપ્રિલે મૂર્તિ પ્રતિષ્ઠા
    Next Article
    Ashwini Vaishnav Speech | કેન્સ સેમિકોન પ્લાન્ટ ખાતે અશ્વિની વૈષ્ણવનું સંબોધન | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment