Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાની હત્યા કરનાર દોષિત પુત્ર જેલમુક્ત થયો:હાઇકોર્ટે નોંધ્યું આ મર્ડર નહીં, અચાનક ઝઘડાનું પરિણામ; ભાવનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી'તી

    2 days ago

    ભાવનગરની સેશન્સ કોર્ટે 2016માં એક યુવકને પોતાની સગી માતાની હત્યા બદલ IPC 302ની કલમ અંતર્ગત આજીવન કરાવવાથી સજા ફટકારી હતી. જેને દોષીતે ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. ગુજરાત હાઇકોર્ટે માન્યું હતું કે, આરોપી IPC 302 અંતર્ગત નહીં, પરંતુ IPC 304 I અંતર્ગત સજાપાત્ર છે. કારણ કે આરોપીનો પોતાની માતાની હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો. અચાનક ઝઘડાના પરિણામે ગુસ્સામાં આવીને તેને આ કૃત્ય કર્યું હતું. IPC 304 I અંતર્ગત મહત્તમ 10 વર્ષ સજાની જોગવાઈ છે. ત્યારે આરોપીએ 11 વર્ષ જેલમાં કાઢ્યા હોવાથી, તેની ઉપર કોઈ અન્ય ગુનો ના હોય તો તેને જેલમુક્ત કરવામાં આવે. ચા પીવા અને કામ કરવા બાબતે ઝઘડો થયોને હત્યા કરી કેસને વિગતે જોતા યુવકના પિતાએ જ પોતાના પુત્ર ઉપર સદી માતાની હત્યા કરવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવકનો એક સગો ભાઈ પણ છે જે અમદાવાદમાં રહે છે યુવકના છૂટાછેડા થયેલા હતા ફક્ત ચા પીવા અને કામ કરવા જેવા કારણે માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં પુત્રે માતાના માથામાં દસ્તો મારી દેતા તે લોહી લુહાણ થઈ ગઈ હતી. તેને 108 મારફતે દવાખાને લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ હતું. ભાવનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી'તી ફરિયાદી પિતાએ પુત્રને દસ્તા સાથે ભાગતા જોયો હતો. આ કેસમાં નજરે જોનારા સાહેદ હતા. 60 વર્ષીય માતાની હત્યા બદલ ભાવનગરની સેશન્સ કોર્ટે 15 શાહેદ અને 25 પુરાવા તપાસીને યુવકને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. કોર્ટે ધ્યાને લીધું હતું કે યુવક ઝઘડાળું અને ગુસ્સાવાળા સ્વભાવનો છે. 'આ ગુનો સાઅપરાધ મનુષ્યવધ છે, પરંતુ હત્યાના વ્યાખ્યામાં ફિટ બેસતો નથી' પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું હતું કે, હેમરેજ અને આઘાતને કારણે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આ ગુનો સાઅપરાધ મનુષ્યવધ છે, પરંતુ હત્યાના વ્યાખ્યામાં ફિટ બેસતો નથી. યુવકને પોતાની માતા સાથે કોઈ દુશ્મનાવટ નહોતી. તેને હથિયાર પણ ઘટના સ્થળેથી જ લીધું હતું. આમ આ અચાનક થયેલા ઝઘડાનું પરિણામ હતું. જેમાં યુવકનો હત્યા કરવાનો કોઈ પૂર્વ ઇરાદો ન હતો.
    Click here to Read More
    Previous Article
    Nalanda Temple Stampede:बिहार के नालंदा में भारी भगदड़, मची चीख-पुकार! 8 की मौत, कई घायल |Bihar News
    Next Article
    લોઢવા–સુત્રાપાડા સ્ટેટ હાઇવે બન્યો 'મરણિયો માર્ગ':35 ગામના લોકો ત્રાહિમામ્, ભારે ટ્રકોના ભાર હેઠળ રસ્તો બેસી ગયો, તાત્કાલિક રીપેરીંગ-પહોળાઈ વધારવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment