Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી:મોટા દેરાસરથી એક કિમી પરંપરાગત રંગદર્શી શોભાયાત્રા, શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો

    1 week ago

    જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા ચરમતીર્થપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક (મહાવીર જયંતી) નિમિત્તે ભાવનગરના આંગણે ભક્તિમય માહોલમાં ભવ્ય રથયાત્રા ગોળ બજાર સ્થિત આવેલ મોટા દેરાસર ખાતેથી પ્રસ્થાન થઈ એક કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી હતી. ધાર્મિક અને સામાજિક સંદેશ આપતી 76થી વધુ કૃતિઓ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર જગતશેખર વિજયજી મ.સા. તથા ભાવનગરમાં બિરાજમાન તમામ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. ​ચૈત્ર સુદ-13ના મંગળવારે સવારે 8:30 કલાકે ભાવનગર મંડન આદેશ્વર ભગવાનના જીનાલય (મોટા દેરાસર)થી આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. રથયાત્રામાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંદેશ આપતી 76થી વધુ કૃતિઓ સામેલ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના જાણીતા બેન્ડ મંડળો, મહિલા મંડળો, પૂજા મંડળો અને પાઠશાળાના ભૂલકાઓ આકર્ષક વેશભૂષામાં જોડાયા હતા. સમગ્ર ભાવનગર શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું ​આ ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે ઘોઘાગેટ અને મોતીબાગ પરથી પસાર થઈ ભીડ ભંજન મહાદેવ થઈ કાળાનાળા ચોક થઈ દાદા સાહેબ દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રાના સમાપન બાદ સવારે 11:00 કલાકે દાદાસાહેબ જિનાલય ખાતે એક વિશેષ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય ગુરુ ભગવંતોએ ભગવાન મહાવીરના અહિંસા અને જીવો અને જીવવા દોના સિદ્ધાંતો પર પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતાં. સાધુ-સાધ્વીજી ભગવંતોની વિશાળ ઉપસ્થિતિએ વાતાવરણને મંગલમય બનાવ્યું ​ભાવનગર સંઘના સદસ્ય હેતલ નવનીતરાય શાહે જણાવ્યું હતું કે, પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સંઘના ઉપક્રમે આ ભવ્ય વરઘોડાનું આયોજન થયું હતું. જેમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વિશાળ ઉપસ્થિતિએ વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું. રથયાત્રામાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા ભાવનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના મંત્રી પીયૂષ વિનયચંદ્ર દોશીએ જણાવ્યું હતું કે, જૈન શાસનના ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કલ્યાણક છે, જન્મ કલ્યાણક એટલે કે એમનો જન્મ જ્યારે થયો હતો. એ દિવસ છે અને અહિંસાનો જેને વિશ્વમાં સંદેશ આપ્યો છે એમનો જન્મ દિવસ છે આજે ​એટલા માટે સકળ સંઘ આખું ભાવનગર અને આખા ભારતભરમાં અને વિશ્વભરમાં લોકો આજે ઉત્સાહભેર એમના જન્મ કલ્યાણકની ખાસ ઉજવણી કરે છે. એના ભાગરૂપે આજે ભાવનગર શ્રી સંઘના ઉપક્રમે રથયાત્રા ભાવનગર મોટા દેરાસરથી લઈ અને દાદાસાહેબ જીનાલય સુધી ઉતારવામાં આવ્યો છે. ​તેમાં સંઘના વિવિધ કાર્યકરો અને ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જીઆઈડીસીના બિસ્માર રસ્તાઓ અને પાલિકાના પોકળ વાયદા:ઉદ્યોગકારોએ રોડ મુદ્દે હાઈવે પર ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ આપતા મનપામાં ફફડાટ,9 મહિના પહેલા 270 કરોડના વિકાસના વાયદા, ટેન્ડિંગ કમિટીના ચેરમેન સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટવામાં વ્યસ્ત,
    Next Article
    ડેરી ડેન સર્કલ પાસે કાર ચાની લારીમાં ઘુસી, 3ને ઈજા:કારનો આગળનો ભાગ તેમજ ચાની લારીનો બુકડો બોલી ગયો, સયાજીગંજ પોલીસે કાર કબજે લઈ કાર્યવાહી શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment