Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મંદિરમાં વૃદ્ધ મહિલા લપસી પડ્યા:સુરક્ષા સ્ટાફે તાત્કાલિક સારવાર આપી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

    6 days ago

    સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવેલા મહારાષ્ટ્રના એક વૃદ્ધ મહિલા લપસી પડ્યા હતા. મંદિર સુરક્ષા સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સમયસર સારવાર પૂરી પાડી હતી. આ ઘટનાએ સુરક્ષા સ્ટાફની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને ઉજાગર કર્યો છે. મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના પનાજ ગામના નિર્મલાબેન અનંતરાવ તાવે મંદિરના સભાખંડ પાસે અચાનક લપસી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મંદિર સુરક્ષા સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચી ગયો અને વૃદ્ધાને પ્રાથમિક સંભાળ આપી. જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને મંદિર સુરક્ષા પીઆઈ ઉદય રાવલની દેખરેખ હેઠળ, સુરક્ષા સ્ટાફે વૃદ્ધાને ગોલ્ફ કાર દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના કમરના ભાગે ઈજા થઈ હોવાનું જણાયું હતું. સુરક્ષા કર્મચારીઓએ પરિવારજનની જેમ કાળજી લીધી અને સમગ્ર ઘટના દરમિયાન તેમની સાથે રહ્યા. સમયસર મળેલી મદદ બદલ નિર્મલાબેને સુરક્ષા સ્ટાફ અને પોલીસ તંત્રનો આભાર માન્યો. આ ઘટનાએ ગુજરાત પોલીસની માનવ સેવા અને સંવેદનશીલતા દર્શાવી છે. મંદિર સુરક્ષા સ્ટાફના આ કાર્યથી યાત્રાળુઓમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે.
    Click here to Read More
    Previous Article
    PMએ સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું:અશ્વિની વૈષ્ણવે કહ્યું-આગામી જુલાઈમાં ત્રીજો પ્લાન્ટ કાર્યરત થઈ જશે, 2026માં 4 પ્લાન્ટમાં ઉત્પાદન થવા લાગશે
    Next Article
    પદમલા ગામમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ:સામસામે પથ્થરમારાથી અફરાતફરી મચી'તી, 4ને ઇજા; બાઈકને કટ મારી ઓવરટેક કરવા બાબતે ઝઘડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment