Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મહાવીર જયંતીની ઉજવણી:જૈન સમાજ દ્વારા રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

    6 days ago

    જામનગર શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રથયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી શરૂ થઈ હતી. આ યાત્રા પેલેસ દેરાસર ખાતે સમાપ્ત થઈ. રથયાત્રામાં ચાંદીના રથો, સાયકલિસ્ટ બાળકો, 13 ફૂટના કાર્ટૂન પાત્રો, વેશભૂષા કરેલા બાળકો, જામનગર-નાસિક બેન્ડ અને ચામર નૃત્ય કરતા યુવાઓ જોડાયા હતા. રથયાત્રા શેઠજી દેરાસરથી શરૂ થઈ સજુબા સ્કૂલ પાસેના પારસ ધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, પોપટ પારશી પેઢી પાસેના સમેત શિખરજી દેરાસર, ગુરુદ્વારા રોડ, જી.જી. હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ રોડના દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દ્વારા ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભક્તામર પાઠ, પક્ષાલ પૂજા અને કેસર પૂજાનું આયોજન કરાયું હતું. બપોરે ૨:૩૦ વાગ્યે બહેનોના મંડળ દ્વારા પંચકલ્યાણક પૂજા યોજાઈ હતી. સાંજે ભક્તિભાવના કાર્યક્રમ દરમિયાન ૧૦૮ દીવાની આરતી અને મંગલ દીવડાના ચડાવા પણ કરવામાં આવશે. આ રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં શહેરના વિવિધ જૈન સંઘો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ:મીઠી ખાડી પાસેના મકાનમાં ઓચિંતા આગ લાગતા 5ના મોત
    Next Article
    Ahmedabad Political News | સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો ભાજપ પર આકરા પ્રહાર | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment