Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો’:સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં આદિવાસી મુદ્દા ઉઠાવ્યા; મધુબન ડેમના વિસ્થાપિતોને વળતર, જમીન અધિકારની માગ

    17 hours ago

    લોકસભામાં નક્સલવાદ મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે આદિવાસીઓના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે, પરંતુ નક્સલવાદ પાછળના સામાજિક અન્યાય અને પ્રશાસનિક નિષ્ફળતાને અવગણી શકાય નહીં. ‘નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો’ સાંસદ પટેલે ભારપૂર્વક કહ્યું કે, જ્યાં ન્યાય ન મળે ત્યાં અસંતોષ જન્મે છે. તેમણે સવાલ કર્યો કે, જો દર વર્ષે નક્સલવાદ ખતમ કરવાના દાવા થતા હોય, તો આ સમસ્યા વારંવાર શા માટે ઊભી થાય છે. તેમણે આના મૂળ કારણોમાં આદિવાસી વિસ્તારોમાં જમીન અધિકારોની અસ્પષ્ટતા અને વિકાસના નામે થતા વિસ્થાપનને જવાબદાર ગણાવ્યા હતા. 'નાના ખેડૂતો-આદિવાસીઓની જમીનો છીનવાઈ' ઉમેશ પટેલે સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના સ્થાનિક પ્રશ્નો પણ સંસદમાં રજૂ કર્યા. તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS 1E)ના વર્તમાન સ્વરૂપનો વિરોધ કરતા જણાવ્યું કે તેનાથી નાના ખેડૂતો અને આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે. આ સ્કીમમાં વળતરની કોઈ ગેરંટી નથી અને ખેડૂતો પર 'બેટરમેન્ટ ચાર્જ'નો બોજ નાખવામાં આવી રહ્યો છે. મધુબન ડેમના વિસ્થાપિતોને વળતર, જમીન અધિકારની માગ તેમણે 1972-73ના મધુબન ડેમ પ્રોજેક્ટના વિસ્થાપિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જે લોકોએ આ પ્રોજેક્ટમાં જમીનો ગુમાવી હતી, તેમને આજે પણ પૂરું વળતર કે પુનઃવસન મળ્યું નથી. સાંસદે પ્રદેશમાં આદિવાસીઓના હિત માટે PESA એક્ટ (Panchayats Extension to Scheduled Areas) તાત્કાલિક લાગુ કરવાની માગ કરી હતી. ઉમેશ પટેલે સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી: TPS 1E સ્કીમની સ્વતંત્ર તપાસ અને બજાર ભાવે વળતર, નાના જમીન માલિકો પરથી બેટરમેન્ટ ચાર્જ હટાવવો, મધુબન ડેમ અને હાઈવે પ્રોજેક્ટના અસરગ્રસ્તોનું સંપૂર્ણ પુનઃવસન, અને આદિવાસી સમાજને તેમના કુદરતી સંસાધનો પર કાયદેસરનો હક મળે. તેમણે પોતાના વક્તવ્યના અંતે કહ્યું કે, નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો. માત્ર ઓપરેશનથી ઉકેલ નહીં આવે, લોકોનો વિશ્વાસ જીતવો પડશે. સ્પિકરના સતત રોકવા છતાં સાસંદે પોતાની વાત રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આસામ માટે ભાજપનો 31 મુદ્દાનો સંકલ્પ પત્ર જાહેર:સીતારમણે કહ્યું - મોદીએ 77 વખત નોર્થ ઈસ્ટની મુલાકાત લીધી; તમિલનાડુમાં TVK ચીફ વિજય સામે કેસ
    Next Article
    PM મોદી ગાંધીનગરના કોબા પહોંચ્યા:થોડીવારમાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરશે, જૈન ધર્મનો ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment