Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ રહેણાક વિસ્તારમાં દીપડો દેખાયો:વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી પકડવાની કામગીરી શરૂ કરી

    2 days ago

    સોમનાથની વેણેશ્વર સોસાયટી નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સોમનાથ ટ્રસ્ટના કર્મચારી જીગ્નેશ ભટ્ટે સાંજે લગભગ 4 વાગ્યે દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે બે કલાકના ગાળામાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે. પાંજરા પર નજર રાખવા માટે એક કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક રહીશ જગદીશભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગાઢ ઝાડીઓ, જંગલ અને નજીકમાં નદી હોવાથી દીપડાઓને પાણી અને ખોરાક સરળતાથી મળી રહે છે. આ કારણે દીપડાઓ અવારનવાર આ વિસ્તારમાં જોવા મળે છે. વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે ખેડબ્રહ્માથી અસારવા મેમુનું ઉદ્ઘાટન:વડાપ્રધાન કરાવશે પ્રસ્થાન, 1 એપ્રિલથી નિયમિત સેવા શરૂ, જાણો ટાઇમટેબલ
    Next Article
    Pete Hegseth's Broker Tried To Buy Defence Fund Before Iran War? What US Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment