Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે વેરાવળમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા સ્તરે બેઠકો

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. 01 એપ્રિલ, 2026ના રોજ વેરાવળ ખાતે આ પ્રક્રિયા યોજાઈ રહી છે, જેને પગલે જિલ્લાભરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ-જૂનાગઢ હાઈવે પર આવેલી ‘હોટલ દક્ષ’ ખાતે સવારથી મોડી રાત સુધી મેરેથોન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:00 થી 1:00 દરમિયાન વેરાવળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બપોરે 2:00 થી 6:00 દરમિયાન વેરાવળ નગરપાલિકા માટે અને સાંજે 7:00 થી 9:00 દરમિયાન સુત્રાપાડા નગરપાલિકા માટે પ્રક્રિયા યોજાશે. આ પ્રક્રિયા દરમિયાન પક્ષના ઇચ્છુક ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનો પોતાની રજૂઆતો કરી દાવેદારી નોંધાવશે. એક જ દિવસે ત્રણ અલગ-અલગ સ્તરે યોજાતી આ બેઠકોને કારણે રાજકીય વર્તુળોમાં આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા ઉમેદવારોની પસંદગી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના નિરીક્ષકો અને જિલ્લા સ્તરના નેતાઓ ઉમેદવારોની લોકપ્રિયતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સામાજિક સ્વીકૃતિના આધારે વિગતવાર મૂલ્યાંકન કરશે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે. વેરાવળ શહેરમાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    UPPSC PCS 2024 Final Result: Neha Panchal at rank 1; six women in top 10
    Next Article
    PIએ પાંચ પોલીસ કર્મચારીને દંડ કર્યો:ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા, તમાકુ ખાવા પર પ્રતિબંધ, ઓફિસની બહાર જ સૂચના મારી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment