Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PIએ પાંચ પોલીસ કર્મચારીને દંડ કર્યો:ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા, તમાકુ ખાવા પર પ્રતિબંધ, ઓફિસની બહાર જ સૂચના મારી દીધી

    8 hours ago

    રાજ્યની સરકારી કચેરીઓ અને જગ્યાઓ ઉપર તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ હોય છે, ત્યારે ઓફિસમાં ફરજ બજાવનારા અનેક કર્મચારીઓ પાન, મસાલા, તમાકુનું સેવન કરતા હોય છે. લોકો વ્યસન ઓછું કરે તેના માટેના અનેક પ્રયાસ વાત કરવામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, તમાકુ અને મસાલા ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પીઆઇએ પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવડાવ્યા છે અને જો કોઈપણ પોલીસ કર્મચારી પાન-મસાલા ખાતા મળી આવશે તો દંડ કરવામાં આવશે. પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને અત્યાર સુધી નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લોકોને વ્યસનથી દૂર રાખવા માટે ખોખરા પીઆઇ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે. વ્યસનથી દૂર રહે તેના માટે આ પ્રયાસઃ PI ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ પોલીસ કર્મચારી વ્યસન કરીને આવ્યા અને પકડાય તો તેમને નિયમ મુજબ દંડ ફટકારવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ જેટલા પોલીસ કર્મચારીને અમે દંડ પણ ફટકાર્યો છે. વ્યસનથી લોકો દૂર રહે તેના માટે આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં બોર્ડ પણ લગાવી દેવાયા પાન-મસાલા અને તમાકુ ખાવાની અનેક લોકો ટેવ ધરાવતા હોય છે. પોતાની ઓફિસની જગ્યા ઉપર પણ ગુટકા કે મસાલા ખાઈને કામગીરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા કે તમાકુ ખાવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવાની સાથે જ બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે આથી ખોખરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓને જણાવવાનું કે કોઈ પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન ખાતે પાન/મસાલા/તમાકુ ખાઇને આવવું નહીં. તેમજ પાન-મસાલા, તમાકુ ખાતા મળી આવશે તો તેઓના વિરુદ્ધ તમાકુ નિયંત્રણ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓ ઓફિસમાં વ્યસન નહિ કરી શકે પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર આવા બોર્ડ મારી વામાં આવ્યા છે. બેથી ત્રણ ઓફિસની બહાર આ જ પ્રમાણે બોર્ડ મારવામાં આવ્યા છે, જેથી જે પણ પોલીસ કર્મચારી ઓફિસમાં ફરજ બજાવતો હોય તેના ધ્યાન ઉપર આવે કે પોલીસ સ્ટેશનમાં પાન મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે વેરાવળમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા સ્તરે બેઠકો
    Next Article
    Massive Blasts In Iran's Isfahan After US-Israeli Strikes, Trump Shares Video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment