Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં મહાવીર સ્વામીના પગલા આજે પણ યથાવત્:દિક્ષા લીધા બાદ સૌપ્રથમ ભગવાન અહીં પધાર્યા, લોકોને મરકીના રોગમાંથી મુક્તિ મળી, જાણો ગામની અનોખી લોકવાયકા

    9 hours ago

    આજે મહાવીર જયંતિ છે, ત્યારે 2600 વર્ષ અગાઉ દિક્ષા લીધા બાદ મહાવીર સ્વામીએ સૌ પ્રથમ વઢવાણની મુલાકાત લીધી હતી. જ્યા મરકી નામનો રોગચાળો ફેલાયેલો હતો. લોકવાયકા મુજબ ભગવાન મહાવીર સ્વામીના પવિત્ર પગલા પડતાં જ લોકોને મરકી રોગથી મુક્તિ મળી હતી. જેથી ગામનું નામ મહાવીર સ્વામીના મૂળ નામ પરથી “વર્ધમાનપુરી” પડ્યું હતી. જે સમય જતાં “વઢવાણ” તરીકે પ્રચલિત થયું. ભોગાવો નદીના કિનારે મહાવીર સ્વામીના પવિત્ર પગલાં આજે પણ યથાવત્ જોવા મળે છે. વઢવાણ એક ઐતિહાસિક અને પ્રાચીન શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ એક ઐતિહાસિક અને પ્રાચીન શહેર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અહીં આવેલી વિવિધ પ્રકારની વાવો, દરવાજાઓ, ગઢ અને પૌરાણિક અવશેષો આજે પણ ઇતિહાસના જીવંત પુરાવા તરીકે ઉભા છે. વઢવાણ ગામની એક અનોખી લોકવાયકા પણ પ્રચલિત છે, જે શહેરના પ્રાચીન મહત્ત્વને ઉજાગર કરે છે. ‘બળદે અદભૂત શક્તિ બતાવી 500 ગાડા નદી પાર કરાવ્યાં’ આ અંગે મંદિરના પૂજારી મેરૂભાઈ વજાભાઈ લકુમે જણાવ્યું હતું કે, આજથી આશરે 2600 વર્ષ પહેલાં અનાજ-કરિયાણાના એક મોટા વેપારી 500 બળદોના કાફલા સાથે વઢવાણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં રાત પડતાં તમામ બળદો થાકી ગયા. ત્યારે એક બળદે પોતાના શેઠને સંકેત આપ્યો કે ભોગાવો નદી તે તમામ ગાડાં પાર કરાવી દેશે. ત્યારબાદ તે બળદે અદભૂત શક્તિ બતાવી 500 ગાડા નદી પાર કરાવ્યાં, પરંતુ તેની હાલત અત્યંત નબળી બની ગઈ અને તે ચાલી પણ શકતો નહોતો. ‘પૂર્વ જન્મનો બદલો લેવા ભયંકર રોગ ફેલાવ્યો’ વધુમાં જણાવ્યું કે, વેપારીએ આ બળદ ગામલોકોને સોંપ્યો અને તેની સંભાળ બદલ તેમને ધન-સંપત્તિ આપવાની વાત કરી. છતાં ગ્રામજનો દ્વારા બળદની યોગ્ય સંભાળ લેવામાં આવી નહીં અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું. કહેવાય છે કે મૃત્યુ બાદ તેને બીજા જન્મમાં શૂલપાણી યક્ષ તરીકે અવતાર મળ્યો. પૂર્વ જન્મની અવગણનાનો બદલો લેવા માટે તેણે વઢવાણમાં “મરકી” નામનો ભયંકર રોગ ફેલાવ્યો. આ રોગથી અનેક લોકોનાં મૃત્યુ થતાં ગામમાં હાડકાના ઢગલા લાગી ગયા અને તે સમયગાળામાં વઢવાણ “અસ્થિગ્રામ” તરીકે ઓળખાવા લાગ્યું. પૂજારીએ વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિની જાણ જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીને થતાં તેઓ ચોમાસું ગાળવા વઢવાણ પધાર્યા હોવાનું કહેવાય છે. લોકવાયકા અનુસાર, દીક્ષા લીધા પછીનું પ્રથમ ચોમાસું તેમણે અહીં પસાર કર્યું હતું. ભોગાવો નદી કિનારે એક રાત્રી રોકાણ દરમિયાન શૂલપાણી યક્ષે તેમને અનેક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સામે તેનું કોઈ બળ કામે આવ્યું નહીં. અંતે યક્ષ પરાજિત થયો અને ભગવાનનો શિષ્ય બની ગયો. ત્યારબાદ ભોગાવો નદી કાંઠે ભગવાનના ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ અસ્તિત્વમાં છે. કહેવાય છે કે આ ઘટનાના પછી મરકી રોગથી લોકોને મુક્તિ મળી અને ગામનું નામ મહાવીર સ્વામીના મૂળ નામ પરથી “વર્ધમાનપુરી” પડ્યું, જે સમય જતાં “વઢવાણ” તરીકે પ્રચલિત થયું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ:ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝ્યાં, બાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા
    Next Article
    Gujarat Breaking News Live | Gujarat Local Body Election | BJP | Weather Update | PM Modi in Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment