Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ:ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝ્યાં, બાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા

    8 hours ago

    અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે 31 માર્ચની વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે, આજુબાજુના બે મકાનના પણ બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોના નામ ફાયર વિભાગને સવારે 5.30એ કોલ મળ્યો હતો મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે, જેથી ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ઘરના સામાન અને ગાદલામાં આગ લાગેલી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. મકાનના પોપડા પણ ઉખડી ગયા ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ લાગેલી જોવા મળી હતી. નાની ઓરડી જેવું મકાન હતું, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને મકાનના પોપડા ઉખડી ગયા હતાં. આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતાં. એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ બહાર દોડી આવ્યા હતા. ઘરમાં સૂતેલા લોકો ઈજાગ્રસ્ત હાલતમાં દોડીને બહાર આવ્યા મકાનમાં પાંચેક જેટલા લોકો રહેતા હતા, જે બ્લાસ્ટ થવાના કારણે દાઝી ગયા હતા અને તરત જ દોડીને બહાર આવ્યા હતાં. સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યારે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા પાંચ જેટલા દાઝેલા લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, ત્યારે ઘરમાં સૂતેલા લોકો દોડીને બહાર આવ્યા હતા અને તેમને ઇજા થતાં હોસ્પિટલ ખસેડી દીધા છે. ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં ગેસ ભરાયેલો હતોઃ ફાયર અધિકારી ફાયર બ્રિગેડના અધિકારી ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગેસ લીકેજ થયો હોવાના કારણે ઘરમાં ગેસ ભરાયેલો હતો અને વહેલી સવારે કોઈ કારણોસર આગ મળી તેના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેને ફાયર પહોંચી તે પહેલા હોસ્પિટલ ખસેડી દીધા છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગને બુજાવી દીધી હતી. મકાન માલિક કોણ છે અને સ્થાનિક રહેવાસીઓ ભાડે રહે છે કે કેમ? તે અંગે કોઈ માહિતી મળી નથી. આ સમાચારને અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    Krystle D’Souza skips breakfast, has a king-size dinner: ‘Then I starve for 15 hours’
    Next Article
    વઢવાણમાં મહાવીર સ્વામીના પગલા આજે પણ યથાવત્:દિક્ષા લીધા બાદ સૌપ્રથમ ભગવાન અહીં પધાર્યા, લોકોને મરકીના રોગમાંથી મુક્તિ મળી, જાણો ગામની અનોખી લોકવાયકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment