Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોન્ડા મહિલાઓ શરીરના ઉપરના ભાગે કપડાં પહેરતી નથી:લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવા પર છોકરીવાળાનું ઘર તોડી નાખે છે, મૃત્યુભોજમાં ગાયનું માંસ ખાય છે

    6 days ago

    સવારના આશરે 10 વાગ્યાનો સમય. માટીથી લિપેલું-ગુંપેલું એક કાચું ઘર. બહાર માથું મુંડાવેલી બે મહિલાઓ બેઠી છે. ઉંમર આશરે 38-40 વર્ષ. શરીરનો ઉપરનો ભાગ લગભગ નિર્વસ્ત્ર છે. બાકીના શરીર પર નામ માત્રના કપડાં. છાતી છુપાવવા માટે મોતીઓ અને કોડીઓથી બનેલી માળાઓ. ગળામાં એલ્યુમિનિયમના પુષ્કળ છલ્લા પણ. હાથમાં વીંટી અને કાનમાં બે અલગ-અલગ પ્રકારની બુટ્ટીઓ. આ છે બોન્ડા સમુદાયની મહિલાઓ. હું મનીષા ભલ્લા ભાસ્કરની ખાસ સિરીઝ ‘હમ લોગ’માં લાવી છું આ જ બોન્ડા સમુદાયની કહાની. હું પહોંચી છું દિલ્હીથી 1700 કિલોમીટર દૂર ઓડિશાના બોન્ડા હિલ્સ… હવે માત્ર 9,200 બોન્ડા લોકો બચ્યા છે. તેમને મળવા પર પ્રતિબંધ છે. સરકારને ડર છે કે હળવા-મળવાથી બોન્ડા સંસ્કૃતિ ખતમ ન થઈ જાય. અત્યંત જરૂરી હોય ત્યારે જ તેમને મળવાની પરવાનગી મળે છે. તેથી હું બોન્ડા ડેવલપમેન્ટ એજન્સીની ઓફિસ પહોંચી ગઈ. આ ઓફિસ ગામની શરૂઆતમાં જ છે. બોન્ડા પ્રોજેક્ટ હિલ્સના પ્રોજેક્ટ મેનેજર શશિકાંત સમાંતારે સાથે મળી. તેમણે લક્ષ્મી નામના એક વ્યક્તિને મારી સાથે કરી દીધા. કહેતા તો તેઓ એવું હતા કે લક્ષ્મી મારી મદદ કરશે, પરંતુ તેઓ મારા પર નજર રાખી રહ્યા હતા. લક્ષ્મી ગામ તરફ ચાલતા જણાવે છે કે- ‘10 વર્ષ પહેલા સુધી બોન્ડા મહિલાઓ કપડાં વગર રહેતી હતી. ફક્ત પ્રાઇવેટ પાર્ટ એક નાના કપડાથી ઢાંકી લેતી હતી, જેને રિંગા કહે છે. ઉપરના ભાગ પર માત્ર મોતીની માળા પહેરતી હતી.’ અમે ગામમાં પ્રવેશ્યા જ હતા કે ચીકણી માટીથી રમકડાં બનાવતા બાળકો દેખાવા લાગ્યા. અમને જોતા જ હસવા લાગ્યા. કદાચ તેમને મારો પહેરવેશ અજીબ લાગતો હતો. મેં કાર્ગો પેન્ટ અને ટીશર્ટ જે પહેર્યા હતા. સવારનો સમય હતો, ઘણી મહિલાઓ ઘરની બહાર ઝાડુ લગાવી રહી હતી. મારા સાથી લક્ષ્મીએ એક ખૂણા તરફ ઈશારો કર્યો અને બોલ્યા- ‘કાલે રાત્રે અહીં જ ગામની છોકરીઓ ડાન્સ કરી રહી હતી. છોકરાઓ જોઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક છોકરાઓએ છોકરીઓને પસંદ કરી લીધી. અમારે ત્યાં લગ્નની શરૂઆત આવી રીતે જ થાય છે. ડાન્સ કરતી છોકરીઓને છોકરાઓ પસંદ કરે છે. પોતાની પસંદ પરિવારને જણાવે છે. પછી તેમનો પરિવાર દારૂની બોટલ, બંગડી અને વીંટી લઈને છોકરીના ઘરે પહોંચે છે. લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ છોકરીવાળા ઇનકાર કરી દે છે. છોકરાવાળા ફરીથી આવે છે. છોકરીવાળા ફરી ના પાડી દે છે. આ સિલસિલો દોઢ વર્ષ સુધી ચાલે છે. આખરે એક દિવસ છોકરાવાળા છોકરીના ઘરે આવે છે અને તેનું આખું ઘર તહેસ-નહેસ કરી નાખે છે. ત્યારે જઈને છોકરીવાળા લગ્ન માટે હા પાડે છે. સાંભળવામાં આ થોડું અજીબ લાગતું હશે, પણ આ બધો રિવાજ છે, કોઈ દુશ્મની નથી. આખરે છોકરાવાળા, છોકરીના પરિવારને મરઘી, ભૂંડ અને બકરી આપીને સગપણ નક્કી કરી દે છે.’ ‘આ પછી લગ્ન કેવી રીતે થાય છે?’ મેં પૂછ્યું. ‘અમારે ત્યાં જાન વરરાજાના ઘરની મહિલાઓ લઈને જાય છે, પુરુષો નહીં. ગીતો ગાતી, નાચતી આ મહિલાઓ પગપાળા છોકરીના ઘરે પહોંચે છે. છોકરીને લગ્નનો જોડો પહેરાવે છે. આ જોડો પણ છોકરાવાળા તરફથી જ આવે છે. પછી આ મહિલાઓ છોકરીને પોતાની સાથે ઘરે લઈ આવે છે. જ્યારે છોકરી સાસરીના ઉંબરે પહોંચે છે, ત્યારે પુરોહિત તે જ ઉંબરે મરઘીની બલિ આપે છે. મરઘીના લોહીથી પુરોહિત છોકરી અને છોકરાને તિલક કરે છે. અહીં જ છોકરીની એક નાની પરીક્ષા હોય છે. તેણે ચોખા રાંધીને આખા પરિવારને ખવડાવવાના હોય છે. આ પછી દુલ્હન પરણેલી ગણાય છે અને તેને વહુનો દરજ્જો મળી જાય છે.’ એક ઘરની બહાર એક મહિલા અને પુરુષ બેસીને વાત કરી રહ્યા છે. હાવ-ભાવ પરથી લાગે છે કે પતિ-પત્ની છે. પત્નીની ઉંમર વધારે અને પતિની ઓછી લાગી રહી છે. મેં લક્ષ્મીને તેમની સાથે મુલાકાત કરાવવાનો ઈશારો કર્યો. મહિલાનું નામ છે સોગી. મેં સોગીને પૂછ્યું, ‘આ તમારા પતિ છે?’ જવાબ મળ્યો ‘હા’ પરંતુ તેમની ઉંમર તો તમારા કરતા ઘણી ઓછી લાગી રહી છે? સોગી મુસ્કુરાઈ અને બોલી- ‘મારો પતિ મારાથી આઠ વર્ષ નાનો છે. અમારે ત્યાં 10 વર્ષના છોકરાના લગ્ન કરી દેવામાં આવે છે, પરંતુ છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોય છે. દરેક સંબંધમાં જરૂરી છે કે છોકરી, છોકરાથી મોટી હોય. તેનું કારણ તો કોઈને ખબર નથી, પરંતુ આ જ નિયમ છે. આજ સુધી કોઈએ તેને તોડ્યો નથી.’ બોન્ડા લોકો હિન્દી કે ઉડિયા નથી જાણતા. તેમની ભાષા રેમો છે. તેમને હિન્દીમાં માત્ર એક જ વાક્ય બોલતા આવડે છે કે ‘પૈસા દે, પૈસા દે’. તેમને ખબર પડી ગઈ છે કે બહારના લોકો તેમના ગામમાં આવીને તસવીરો ખેંચે છે. પછી તેનાથી પૈસા કમાય છે. તેથી ફોટો ખેંચવા કે વીડિયો બનાવવા પર તમારે દરેક બોન્ડાને પૈસા આપવા પડે છે. ગામમાં માટી અને ઘાસ-ફૂસથી બનેલા કુલ 1900 ઘરો છે. સરકારી યોજના હેઠળ તેમાંથી 1200 ઘરોને તોડીને નવા પાકા ઘરો બનાવવામાં આવી રહ્યા છે. આ માટે સરકારે બબ્બે લાખ રૂપિયા આપ્યા છે. જગ્યાએ જગ્યાએ કાટમાળ અને લાકડાના થાંભલા રાખેલા છે. એક ઘરની બહાર મહિલા ઝાડુ લગાવી રહી છે. હું તેમને મળવા પહોંચી તો તેમણે ઘરની અંદર આવવા માટે કહ્યું. મહિલાનું નામ છે ચુનકી ધંધમાઝી. તે મને રસોડામાં લઈ ગઈ. પૂરી રીતે માટીથી લિપેલું એકદમ સાફ રસોડું. અહીં માટીના ઘણા ચૂલા બનેલા છે. બે પર દાળ, શાક અને એક પર ચોખા પાકી રહ્યા છે. પાસે માત્ર તેલ, મીઠું અને મરચું રાખ્યા છે. દીવાલ પર કેટલીક પ્લાસ્ટિકની કોથળીઓ લટકેલી છે. બોન્ડા સમુદાયના ઘરોમાં આવા એક મોટા રસોડા સિવાય માત્ર એક ઓરડો હોય છે. તેમના ઘરોમાં પલંગ નથી હોતા, કપડાં અને વાસણો પણ ગણ્યા ગાંઠ્યા હોય છે. ચુનકીને મેં બોન્ડા મહિલાઓના પહેરવેશ વિશે પૂછ્યું. તે જણાવવા લાગી કે ‘મોતીઓ અને કોડીઓની જે માળા તેઓ પહેરે છે તેને લુબૈદક કહે છે. એલ્યુમિનિયમના છલ્લા જેવા ઘરેણાંને ઉસુન્ગુ કહે છે. ચુનકી જણાવે છે કે ‘મહિલાઓના આ રીતે સજવા ધજવા પાછળ કહેવાય છે કે એકવાર માતા સીતા નહાઈ રહ્યા હતા. બોન્ડા સમુદાયના લોકો તેમને જોઈને હસવા લાગ્યા. નારાજ સીતાએ તેમને હંમેશા વસ્ત્રહીન રહેવાનો શ્રાપ આપી દીધો. આ સાંભળતા જ બોન્ડા લોકો માફી માંગવા લાગ્યા. ત્યારે માતા સીતાએ પોતાની ધોતી ફાડીને એક નાનો ટુકડો મહિલાઓને આપ્યો. આ કપડું મહિલાઓના નીચેના ભાગને ઢાંકવા માટે હતું. જેને આ લોકો રિંગા કહે છે.’ વાત કરતા કરતા ચુનકી ચૂલા પર ખાવાનું બનાવી રહી છે. ચૂલાની બરાબર ઉપર લાકડાનો એક નાનો હીંચકો લટકે છે. આના પર આ લોકો માંસ શેકે છે. હાલમાં આના પર બીન્સ શેકાઈ રહી છે. રસોડાથી અંદરની તરફ એક મોટો ઓરડો છે. જેમાં પલંગ પર ડાંગર, નાના-નાના ટામેટા, ડુંગળી, ચોખા રાખ્યા છે. પાસે જ એલ્યુમિનિયમના તપેલામાં ભાત એટલે કે રાંધેલા ચોખા રાખ્યા છે. એક માટલામાં પણ કંઈક રાખ્યું છે. પૂછવા પર ચુનકી બોલી- ‘આમાં મંડિયા છે.’ ચાખ્યું તો એકદમ ખાટા દહીં જેવું લાગ્યું. ખરેખર, મંડિયા તેમનું સ્થાનિક અનાજ છે જેને પાણીમાં મીઠું અને હળદર નાખીને રાંધવામાં આવે છે. આને આ લોકો ચોખા સાથે ખાય છે. ચુનકી જણાવે છે કે ભાત, ગાયનું માંસ, ભૂંડનું માંસ અને બીન્સનું શાક અમારો પરંપરાગત ખોરાક છે. અહીંથી મારા સાથી લક્ષ્મી મને પોતાના ઘરે લઈ ગયા. પહોંચતા જ મારી સામે દારૂ મૂકી દીધો. બોલ્યા- આ અમારો પોતાનો બનાવેલો દારૂ છે. મહેમાનોને આ જ પીવડાવીએ છીએ. આ દારૂ એક ખાસ પ્રકારના વાસણમાં આપ્યો. તેને ચાખ્યું તો સ્વાદ ચોખાના ઓસામણ જેવો થોડો કડવો અને ખાટો લાગ્યો. આ સલભ નામના ઝાડના પાંદડાના રસમાંથી બને છે. એક જ કુળમાં લગ્ન પાપ માનવામાં આવે છે. જો કોઈ પોતાના જ કુળમાં લગ્ન કરી લે તો તેને સમાજમાંથી બહાર કરી દેવામાં આવે છે. દંડ તરીકે એક ગાય કે બળદ અને કેટલાક પૈસા પણ આપવા પડે છે. લગ્ન પછી જો છોકરી કોઈ છોકરાને છોડી દે, તો તેના પરિવાર પર દંડ લગાવવામાં આવે છે. છોકરો જો છોકરીને છોડી દે તો તેને પણ આ જ સજા આપવામાં આવે છે. પરિવારની મરજી વગર પોતાની જ્ઞાતિ બહાર લગ્ન કરવા પર છોકરા-છોકરીને સમાજની બહાર કરી દેવામાં આવે છે. કેટલાક સમય પછી મામલો ફરીથી જોઈને દંડ લગાવવામાં આવે છે. તેમણે ગામમાં જમણવાર આપવો પડે છે. ત્યારે જઈને સમાજમાં સામેલ કરવામાં આવે છે. જોકે, તેમના હાથનું ખાવા-પીવાનું લેવામાં આવતું નથી, માત્ર સૂકું અનાજ જ સ્વીકારવામાં આવે છે. હવે આ પરંપરાઓ ધીરે ધીરે બદલાઈ રહી છે.' બોન્ડા સમુદાયની પોતાની અદાલત છે. એક ઝાડ નીચે પથ્થરોથી બનેલું પ્લેટફોર્મ છે, જ્યાં આ સ્થાનિક ઝઘડાઓ ઉકેલે છે. લક્ષ્મીના ઘરમાં જ બોન્ડા સમુદાયના રઘુનાથ સીસા મળ્યા. તેઓ જણાવે છે કે 'અમારે ત્યાં મૃત્યુ પછી અગ્નિસંસ્કારનો રિવાજ છે. મોત પછી એક કે બે મહિના પછી આખા ગામને ભોજન આપવામાં આવે છે, જેમાં ચોખા અને ગાયનું માંસ ખવડાવવામાં આવે છે. તેને એકોસ્યાહ કહે છે. બોન્ડા સમુદાયના તહેવારો અહીંની રોનક છે. પાક લણ્યા પછી પૂસનો તહેવાર જાન્યુઆરીમાં આવે છે. તે દિવસે નવા કપડાં ખરીદવામાં આવે છે. બીન્સનું શાક, પહાડ અને ઝાડની પૂજા કરવામાં આવે છે. પૂજામાં કોઈ પણ પ્રકારની કોઈ મૂર્તિ હોતી નથી. પરંતુ પોતાના પૂર્વજોને યાદ કરવામાં આવે છે. તે દિવસે પરંપરાગત ડાન્સ મેમે પણ કરવામાં આવે છે. આ તહેવારને અન્નૂઆલ ઝાતિમારા કહે છે. આ તહેવાર જૂની દુશ્મની ખતમ કરવા માટે મનાવવામાં આવે છે. સૌથી પહેલા ગામનો પુરોહિત દેવતાને મરઘી સહિત કેટલાક પક્ષીઓની બલિ આપે છે. અનાજ અને દારૂ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ લોકો એકબીજા સાથે પોતાની દુશ્મની ખતમ કરે છે. બધા એકબીજાને સલભ ઝાડની ડાળખીથી મારે છે. એટલું મારે છે કે પીટાનારનું લોહી નીકળી આવે અને તેમનો બધો ગુસ્સો ઉતરી જાય. ગુસ્સો નીકળ્યા પછી એકબીજાને ગળે લગાડે છે. પછી મહિલાઓ તેમના ઘા પર હળદર લગાવે છે. આ લોકો દર વર્ષે એક પાઠખંડા યાત્રા કાઢે છે. આ બોન્ડા સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. જેમાં તલવારની પૂજા કરવામાં આવે છે. આ તલવાર સો વર્ષ જૂની હોય છે. તેને જૂના વડના ઝાડમાં છુપાવીને લટકાવવામાં આવે છે. જેથી કોઈને દેખાય નહીં. દર વર્ષે પૂજારી જ તેને નીચે ઉતારે છે. પછી આનાથી બકરાની બલિ આપવામાં આવે છે અને તલવારની પૂજા કરવામાં આવે છે. આ તલવાર આ લોકોના પૂર્વજોની છે. તલવારની પૂજામાં હંમેશા ઓડિશાના જેપોર રાજ ઘરાનાના લોકો સામેલ થાય છે. માનવામાં આવે છે કે આ લોકો જેપોરના રાજાના સૈનિકો હતા. ગયા વર્ષે જેપોરના રાજા તેમની યાત્રામાં સામેલ થવા માટે આવ્યા હતા. આ દિવસે બોન્ડા સમુદાયના 12 ગામના લોકો ભેગા થાય છે. મેમે ડાન્સ પણ કરવામાં આવે છે. આવી જ રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં ડંગર પૂજા થાય છે, જેમાં મરઘીની બલિ આપવામાં આવે છે. બે ઈંડા ફોડવામાં આવે છે. જો ઘરમાં કોઈની સાથે કંઈક ખરાબ થઈ જાય તો ડુમા પૂજા કરે છે. આમાં ઘરની અંદર માટીની એક આકૃતિ બનાવવામાં આવે છે. જે તેમના કોઈ પૂર્વજની હોય છે. આ આકૃતિમાં આત્મા બોલાવે છે અને તેની પૂજા કરે છે. આત્માને બીન્સ, ભૂંડ અને ગાયના માંસનો ભોગ ધરાવે છે. બોન્ડા સમુદાયના આ લોકો ઓડિશાના મલકાનગીરી જિલ્લાથી 85 કિલોમીટર દૂર બોન્ડા હિલ્સ પર રહે છે. પહાડો પર વસેલા આ ગામમાં આ લોકો કાંગો, કાજુ, સ્ટ્રોબેરી, કેરી, વાંસ, ફૂલ ઝાડુ, ફણસ અને આમળાની ખેતી કરે છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યની 6 સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રક્રિયા હાથ ધરાઈ:ME/ M. Techની બેઠક પર 9 એપ્રિલ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે, 358 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા
    Next Article
    Aaj ka Panchang: त्रयोदशी तिथि पर बन रहा रवि योग, यहां जानिए 31 मार्च का शुभ मुहूर्त, राहुकाल और पूरा पंचांग

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment