Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યની 6 સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રક્રિયા હાથ ધરાઈ:ME/ M. Techની બેઠક પર 9 એપ્રિલ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે, 358 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા

    1 week ago

    રાજ્યની 6 પ્રાઇવેટ સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ME/ M. Tech. અભ્યાસક્રમોમાં ફક્ત GATE પરીક્ષાના માન્ય સ્કોર આધારિત ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં 25 ટકા એસીપીસી બેઠક પર આગામી 9 તારીખ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરી શકશે. વર્ષ 2025- 26માં 242 બેઠકોમાંથી માત્ર 25 જ બેઠકો ભરાઈ હતી. જ્યારે આ વર્ષે 358 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અંદાજે 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયામાં અત્યારે B.E/B. Tech માં પાસ થયેલા અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા અને વર્ષ 2026માં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પરંતુ આવા વિદ્યાર્થીઓને પ્રવેશલાયકાત પૂર્ણ કરવાની શરતે ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 9 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ ચોઈસ ફિલિંગ અને વેરિફિકેશન 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ચાલવાનું છે. રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન સરકારી, અન્ય અનુદાનિત સંસ્થા તથા પ્રાઇવેટ સંસ્થાઓ ખાતે એમ. ઇ/ એમ. ટેક અભ્યાસક્રમની ઉપલબ્ધ બેઠકો પર ગત વર્ષની જેમ જ PGSET-GATE પરીક્ષાના આધારે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ પ્રવેશ કાર્યવાહીની મંજૂરી મળ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા મે-જૂન 2026માં શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    'અમારા વોર્ડમાંથી મેયર હતા પણ ક્યારેય દેખાયા નથી':અહીં મંદિરનો વિકાસ થયો પણ આસપાસનો ભૂલાઈ ગયો, ભાજપે કહ્યું- 'સમસ્યાઓનો કાયમી ઉકેલી શોધી કાઢ્યો છે'
    Next Article
    બોન્ડા મહિલાઓ શરીરના ઉપરના ભાગે કપડાં પહેરતી નથી:લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવા પર છોકરીવાળાનું ઘર તોડી નાખે છે, મૃત્યુભોજમાં ગાયનું માંસ ખાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment