Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અહીંયા તો બધુ બાઈ બાઈ ચાળણી જેવું છે':વસ્ત્રાલના કોર્પોરેટરના કામની વાત આવતા જ કાકા બરાબરના બગડ્યા, મેટ્રો અને સ્પોર્ટસ કોમ્પલેક્સના કામથી લોકો ખુશ

    1 week ago

    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 41 એટલે કે વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે ભાસ્કર વસ્ત્રાલ વોર્ડમાં પહોંચ્યું. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ દેખાયા તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા. આજે વાત વસ્ત્રાલ વોર્ડના મતદારોની. અહીં વિકાસની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ થયો છે- અભિષેકભાઈ વસ્ત્રાલના રહીશ અભિષેકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં મોટાભાગે જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા છે. પેવર બ્લોકના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એક જગ્યાએ પેવર બ્લોક નાખી કાઢી નાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ફરી નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા. આગળ રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું પણ નથી. વસ્ત્રાલમાં વિકાસ તો થયો જ છે. પણ સાથે સાથે ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે. જ્યારે અમે વસ્ત્રાલ વોર્ડમાં નિરાંત ચાર રસ્તા પાસે પહોંચ્યા તો લોકોના જણાવ્યા મુજબ, હમણાં 2 મહિના પહેલા ત્યાં ટ્રાફીક સિગ્નલ લાગી જવાને કારણે ટ્રાફીક જામ ઓછો જોવા મળ્યો હતો. જોકે લોકોના જણાવ્યા અનુસાર, આ મેટ્રો સ્ટેશન વાળા રૂટ પર વરસાદ દરમિયાન કેડસમા પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે. મેટ્રો રૂટથી અંદરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. વસ્ત્રાલ વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી રહેતા હેત પંચાલે જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં હજી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સમસ્યાઓ પણ ખૂબ જોવા મળે છે જેમ કે રસ્તાઓ ખોદીને રાખ્યા છે પરંતુ તેની માટે કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવતો નથી. આ વિસ્તારમાં વરસાદની સિઝનમાં મોટાભાગના લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે જે પણ નોકરીયાત વર્ગ અથવા વિદ્યાર્થીઓ હોય છે તે પોતે આ રસ્તા પરથી પસાર થતાં પોતાના વ્હીકલ માં પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ જતા હોય છે અને દરેક લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે. મને અમારા કોર્પોરેટરનું નામ નથી ખબર પરંતુ તેમના એડ્રેસની ખબર છે. રસ્તા પર ભરાતી શાકમાર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યા અન્ય રહીશ ભાવિકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં ડેવલપમેન્ટ તો સારું થયું છે. પણ નિરાંત ચાર રસ્તા પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી એ પણ છેલ્લા 2 મહિનાથી સિગ્નલને કારણે ઓછી થઈ ગઈ છે. પરંતુ મેટ્રો સ્ટેશન પિલર 135થી સ્વામિનારાયણ મંદિર જતો રસ્તો ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હોય છે. ત્યાં સાંજે સબ્જી માર્કેટ લાગે છે. તેને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પ્રજાને ખાલી લુખ્ખા વચન અપાય છે, કોઈ સાંભળતુ નથી- ભરતસિંહ ભરતસિંહે જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં કોઈપણ ટ્રાફિક વ્યવસ્થા જળવાતી નથી. આ સમસ્યાનો ઉકેલ કોણ લાવશે? પ્રજાનું કોણ સાંભળશે? પ્રજા વતી સત્તા પર બેસો છો તો પ્રજાનું ધ્યાન તો આપો. ખાલી સત્તા પર આવવા માટે બધું પ્રજાને દેખાડે છે પણ એમાંનું કંઈ થતું નથી. બાઈ બાઈ ચાળણી જેવું છે. પબ્લિક આમથી તેમ ભટકી રહી છે. ખાલી પ્રજાને લુખ્ખા વચનો આપે છે પણ પ્રજાનું કોઈ સાંભળતું છે નહીં. આ સમસ્યા પ્રજા ક્યાં સુધી સહન કરશે? એનો અંત તો આવશે કે નહીં? કોઈ આખી ટર્મ પૂરી થઈ જાય, કોઈ પણ તમે જઈને પૂછો કે આ વ્યક્તિ કોણ છે તો પ્રજાએ એને જોયો જ નથી હોતો. ‘વસ્ત્રાલના નવા વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર ધ્યાન આપવાની જરુર’ વસ્ત્રાલના રહીશ જી. એસ. રાઠોડના જણાવ્યા અનુસાર, અનિરુદ્ધ સિંહ ઝાલા, પરેશ ભાઈ, ચંદ્રિકા બેન અને ગીતા બેન નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. કોઈપણ પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર તેમને મળી શકાય છે. દશામાતાના મંદિરથી મહાદેવ ફાર્મ સુધીના મુખ્ય રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાણી પુરવઠામાં નોંધપાત્ર સુધારો થયો છે અને નવી લાઈનો નાખવામાં આવી રહી છે. નવા વિકસિત વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર હજુ ધ્યાન આપવાની જરૂર છે. સાંજના સમયે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સમર્પિત 'શાકભાજી માર્કેટ' (સબ્જી મંડી) અને પાર્કિંગની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    'અમારા વિસ્તારના કોર્પોરેટરો ડોકાય તો ઓળખીને':ખાડીપૂર સમયે શેરીઓમાં ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા રહે, મતદાર બોલ્યા- 'હવે તો પહેલા કામ પછી જ મત'
    Next Article
    રાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે?:વિવાદ અને રોટેશનના કારણે 20થી વધુ સીટીંગ કોર્પોરેટરનું રિપિટ થવું મુશ્કેલ, 18 વોર્ડનું વોર્ડવાઈઝ એનાલિસિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment