Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવ એલ્ગોરિધમ અંગે હિમાંશુ સાણંદિયાનું માર્ગદર્શન:પ્રેમ માત્ર લાગણી નહી, આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન આધારિત જીવંત અનુભવ છે

    1 week ago

    મોટા વરાછા સ્થિત સરદાર ધામમાં “લવ એલ્ગોરિધમ” વિષય પર માર્ગદર્શનાત્મક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાયકોલોજી એક્સપર્ટ હિમાંશુ સાણંદિયા વક્તા તરીકે જોડાયા હતા અને પ્રેમના મનોવિજ્ઞાનિક પાસાઓ પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. પ્રેમને જીવંત રાખવા કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છે પ્રેમ કોઈ એક માત્ર લાગણી નથી, પરંતુ તે ત્રણ મુખ્ય આધાર આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન પર આધારિત એક જીવંત અનુભવ છે. ડિઝાયર શરૂઆતનું આકર્ષણ છે, જે વ્યક્તિને એકબીજા તરફ ખેંચે છે. પરંતુ લાંબા ગાળે સંબંધને મજબૂત બનાવવામાં કનેક્શન અને ડેડિકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડેડિકેશન આધારિત પ્રેમમાં સ્વતંત્રતા, સહયોગ અને આપવાની ભાવના વિકસે છે. સાચો પ્રેમ ત્યારે ખીલે છે જ્યારે સંબંધમાં સમર્પણ અને સમજણ બંને હોય. તેને જીવંત રાખવા માટે ત્રણ મહત્વના તત્વો કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છે. કન્શિયસનેસ દ્વારા વ્યક્તિ પોતાના અને પાર્ટનરના વિચારો અને ભાવનાઓને સમજવા સક્ષમ બને છે, જ્યારે કંપેશન સંબંધમાં સહાનુભૂતિ અને સ્વીકાર લાવે છે. એકશન પ્રેમને વર્તનમાં ઉતારવાનું સાધન છે, જે નાની-નાની કાળજી, સમય અને પ્રયત્નો દ્વારા વ્યક્ત થાય છે. લવ સ્વીકાર, વિશ્વાસ અને આંતરિક પૂર્ણતામાંથી જન્મે છે, જેમાં સામેની વ્યક્તિને બદલવા કરતાં તેને સ્વીકારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ સંબંધ એક સુરક્ષિત જગ્યા બને છે, જ્યાં સમજણ, સહાનુભૂતિ અને ગ્રોથ મહત્વનું પરીબળ હોય છે. જેમાં પરસ્પર વિશ્વાસ સાથે પોતે જ સાચા છે તેઓ અભિગમ છોડીને સંબંધને વધુ ઊંડો, શાંત અને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાય છે. seminar
    Click here to Read More
    Previous Article
    રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરાયું:રંગીન વસ્ત્રો, મીઠા સૂર સાથે ગરબાની સંગરાત્રી
    Next Article
    SVNIT એલ્યુમની એસો.ની મ્યુઝિકલ નાઇટ:સંગીત, સ્નેહ સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મેસેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment