Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેના સૌથી મોટું કાર્ગો ટર્મિનલને લીલી ઝંડી:ગંગાધરામાં સૌથી મોટું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ, પહેલી ટ્રેન રવાના

    1 week ago

    ગંગાધરા રેલવે સ્ટેશન પર ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ શરૂ થયું છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક પ્રદીપ કુમારે પહેલી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. 44,000 ચોરસ મીટર વિસ્તારમાં બનાવાયેલું આ ટર્મિનલ પશ્ચિમ રેલવેનું સૌથી મોટું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ છે. આ પ્રોજેક્ટ મુંબઈ ડિવિઝન અને પ્રિસ્ટીન કનેરિયા લોજિસ્ટિક્સે તૈયાર કરવામાં આવ્યો હતો. જીએમએ જણાવ્યું કે આ ટર્મિનલ રેકોર્ડ 8 મહિનામાં બનાવાયું છે. સ્ટીલ, ટેક્સટાઇલ, સિમેન્ટના વહન માટે વધુ ઉપયોગી ગતિ શક્તિ મલ્ટિ-મોડલ કાર્ગો ટર્મિનલ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ હેઠળ વિકસાવવામાં આવી રહ્યાં છે. આ ટર્મિનલ સ્ટીલ, ટેક્સટાઇલ, સિમેન્ટ, ફ્લાય એશ, કેમિકલ અને ફર્ટિલાઇઝર જેવાં ઉત્પાદનોના પરિવહનને ઝડપી બનાવશે. પશ્ચિમ રેલવેનું આ પગલું માત્ર માલ-સામાનના વહનને પ્રોત્સાહન નહીં આપે, પરંતુ ટ્રાન્ઝિટ સમય ઘટાડીને ઉદ્યોગોને સીધો લાભ પણ પહોંચાડશે અને પ્રાદેશિક અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે.
    Click here to Read More
    Previous Article
    ગુલ્લીબાજ ઇજનેરોને ફટકારવામાં આવી શોકોઝ નોટિસ:મતદાર યાદી સુધારામાં ગેરહાજર 25 આસિ.-2 ડે.ઇજનેરને શોકોઝ
    Next Article
    કરદાતાઓને રાહત:હવે 10 લાખ ને બદલે 20 લાખ સુધીની મિલકત ખરીદો તો પાનકાર્ડ જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment