Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા નિર્ણય:નવસારીમાં ઇ-વ્હિકલ્સ માટે શહેરીજનોને મોટી ભેટ, હવે જીવનભર વાહન વેરો માફ

    10 hours ago

    નવસારી મહાનગરપાલિકાએ શહેરને ‘ગ્રીન સિટી’ બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મહાનગરપાલિકા વિસ્તારમાં નવા રજીસ્ટર થતા તમામ ઈલેક્ટ્રિક વાહનોને જીવનભર વાહન વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. હાલમાં નવા વાહનો પર 1 % વાહન વેરો વસૂલાતો હતો, પરંતુ વધતા પ્રદૂષણ અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા આ વેરો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકાના ઠરાવ નં. 197 (તા. 27-03-2026) દ્વારા આ મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજના 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. છેલ્લા ત્રણ વર્ષના RTO ડેટા દર્શાવે છે કે નવસારીમાં ઈ-વ્હીકલ્સનો ટ્રેન્ડ સતત મજબૂત રહ્યો છે, અને હવે આ નિર્ણયથી તેમાં વધુ તેજી આવવાની સંભાવના છે. શું બદલાશે? રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર રુફટોપ, કુલ રૂફ ટોપમાં પણ વળતર નવસારી મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક વાહન ઉપર વળતર આપવાની સાથે અન્ય 3 પર્યાવરણલક્ષી બાબતો માટે પણ રાહતની જાહેરાત હાલ રજૂ કરેલ બજેટમાં કરી છે. જેમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરનાર મિલકતોને મિલકત વેરામાં 2.5 ટકા રાહત આપશે. ઊર્જાના અન્ય પર્યાયને પ્રોત્સાહિત કરવા સોલાર પેનલ સ્થાપિત કરનાર મિલકતોને સોલાર રુફ્ટોપ પ્રોત્સાહન યોજના અંતર્ગત મિલકત કરમાં 2.5 ટકા રાહત અપાશે. શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી ઘટાડવા અને હિટ રેઝિલિયન્ટ બનાવવા કુલરૂફ કટીંગ યોજના પણ અમલમાં મૂકી છે જેમાં કુલરૂફ કોટીંગ કરાવનારને મિલકત કરમાં 2.5 ટકા છૂટ અપાશે એવી જાહેરાત કરી છે.આ રાહત મનપાએ ઈકો ફ્રેન્ડલી શહેરને બનાવવા અંતર્ગત કર્યાનું જાણવા મળે છે. 3 વર્ષના RTO આંકડા શું કહે છે? વર્ષવાર નોંધણી 2023-24: ટૂ વ્હીલર – 1781, ફોર વ્હીલર – 117, અન્ય – 50 કુલ: 1948 જેટલા વાહનો નોંધાયા 2024-25: ટૂ વ્હીલર – 1493, ફોર વ્હીલર – 85, અન્ય – 65 કુલ: 1643 જેટલા વાહનો નોંધાયા 2025-26: ટૂ વ્હીલર – 1693. ફોર વ્હીલર – 204 અન્ય – 39 કુલ: 1936 કુલ 3 વર્ષમાં નોંધણી: 5527 ઈ-વ્હિકલ્સ.(ટુવ્હિલર અને ફોર વ્હિલર સહિતની સંખ્યા) ટ્રેન્ડ એનાલિસિસ: 2024-25 માં થોડો ઘટાડો, 2025-26માં ફરી ઉછાળો. નોંધ- ખાસ કરીને ફોર વ્હીલર ઈ-વ્હીકલ્સમાં તેજ વધારો નોંધાયો છે ત્યારે હવે ટેક્સ માફીથી માંગમાં વધુ ઝડપ આવવાની શક્યતા છે. હવે જ્યારે આજીવન ટેક્સ માફીની જાહેરાત થઇ ચૂકી છે અને મનપા સત્તાધીઓએ પણ મહત્તમ લોકો આ જ વ્હિકલ વાપરે તેવો અનુરોધ કરતા આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકો ઇ-વ્હિકલ તરફ વળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ:મોરબીમાં તાપમાન ચાર ડિગ્રી ઘટીને 34 થતાં ગરમીમાં રાહત
    Next Article
    Markets close at over two-year low, rupee breaches 95 mark US iran-war-oil-prices

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment