Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય પીકલબોલના એવોર્ડ માટે અમદાવાદી કોચની પસંદગી:ધીરેન પટેલ દેશના પ્રથમ 'પીપીઆર ઇન્ડિયા કોચ ઓફ ધ યર'એવોર્ડથી સન્માનિત કરાયા

    8 hours ago

    રમતગમત ક્ષેત્રે અમદાવાદના ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. શહેરના જાણીતા કોચ ધીરેન પટેલને દેશના સૌપ્રથમ 'PPR ઇન્ડિયા કોચ ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટની માન્યતા બાદ 'ટ્રેન ધ ટ્રેનર' મોડલ હેઠળ 28 માર્ચે શહેરમાં યોજાયેલા 'IPA અને PPR લેવલ-1 કોચ સર્ટિફિકેશન પ્રોગ્રામ' દરમિયાન તેને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદના અન્ય ત્રણ કોચને પણ આ મોડલ હેઠળ ટ્રેનિંગ આપવામાં આવી છે. પીકલબોલ રમતને પ્રોત્સાહન આપવા, ખેલાડીઓને તૈયાર કરવા અને નવા કોચને માર્ગદર્શન આપવામાં તેમના અજોડ યોગદાન બદલ આ પસંદગી કરવામાં આવી છે. ધીરેન પટેલ પોતે એક સર્ટિફાઇડ PPR ક્લિનિશિયન છે અને તેમણે પાયાના સ્તરથી લઈને સ્પર્ધાત્મક સ્તર સુધી પીકલબોલના વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી 30 જેટલા કોચ હાજર રહ્યા હતા, જેમને આધુનિક કોચિંગ પદ્ધતિઓ અને ટેકનિકલ કૌશલ્યોની તાલીમ આપવામાં આવી હતી. આ એવોર્ડનો મુખ્ય હેતુ દેશભરના કોચને પ્રોત્સાહિત કરવાનો અને ભારતમાં ઝડપથી વિકસી રહેલી પીકલબોલ રમતનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવાનો છે. જેમ આ રમત લોકપ્રિય થઈ રહી છે, તેમ ધીરેન પટેલની આ સિદ્ધિ અન્ય ખેલપ્રેમીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ એવોર્ડ કેમ ખાસ છે? ભારતમાં પીકલબોલની રમત માટે 'કોચ ઓફ ધ યર' એવોર્ડની શરૂઆત આ વર્ષે એટલે કે 2026થી જ કરવામાં આવી છે. ધીરેન પટેલ આ સન્માન મેળવનાર ભારતના સૌથી પહેલા કોચ બન્યા છે. આ એવોર્ડ અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા 'પ્રોફેશનલ પીકલબોલ રજિસ્ટ્રી' (PPR) અને 'ઇન્ડિયન પીકલબોલ એસોસિએશન' (IPA) દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ED restitutes Rs 15,582-crore worth assets in PACL ‘fraud’ case
    Next Article
    જીગરદાન ગઢવીનો લાઈવ કોન્સર્ટ યોજાયો:ખુદરંગ દિલ...જીગરાના અવાજનો જાદુ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment