Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર:રિલાયન્સ જિયોએ અસાધારણ નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સીમાચિન્હો સ્થાપિત કર્યાં

    9 hours ago

    રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી 5G અપલોડ સ્પીડ, શ્રેષ્ઠ વોઈસ કોલ ગુણવત્તા અને સૌથી ઓછી લેટન્સી આપે છે. શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની પ્રતિબદ્ધતા પર મહોર ટ્રાઇના આ તારણો જિયોના અત્યાધુનિક અને ભવિષ્ય માટે તૈયાર મોબાઈલ નેટવર્ક થકી ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની તેની પ્રતિબદ્ધતા પર મહોર મારે છે. ટ્રાઇનો અહેવાલ દર્શાવે છે કે જિયોએ 258.16 એમબીપીએસની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે-જે આ શહેરોમાં તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આ શાનદાર પ્રદર્શન વધુ ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ઓનલાઇન ગેમિંગ, ઝડપી એપ ડાઉનલોડ અને પીક અવર્સ દરમિયાન પણ અવિરત બ્રાઉઝિંગની ખાતરી આપે છે. જિયોએ 39.19 એમબીપીએસની સરેરાશ 5G અપલોડ સ્પીડ પણ આપી છે-જે ફરીથી તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આવી સ્પીડ માત્ર ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં, પરંતુ કનેક્ટિવિટી પ્રત્યે જિયોનો કસ્ટમર-ફર્સ્ટ અભિગમ પણ દર્શાવે છે, જે તેને ડિજિટલ-પ્રેમી વપરાશકર્તાઓ માટે પ્રથમ પસંદગીનું નેટવર્ક બનાવે છે. જિયો લો લેટન્સીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જે વીડિયો કોલ્સ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઇન ગેમિંગ જેવી એપ્લિકેશન્સ માટે એક નિર્ણાયક પરિબળ છે. ડેટા પેકેટ્સની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરીને જિયો વપરાશકર્તાઓને વધુ સુગમ અને પ્રતિભાવશીલ અનુભવ પૂરો પાડે છે - જે ન્યૂનતમ વિલંબ સાથે રિયલ ટાઇમ ઇન્ટરેક્શનને મજબૂત બનાવે છે. ભરોસાપાત્ર વોઈસ કોમ્યુનિકેશનનો આનંદ ડેટાની મજબૂતી ઉપરાંત જિયોનું વોઈસ સર્વિસીઝનું પર્ફોર્મન્સ પણ અલગ તરી આવે છે. આઇ.ડી.ટી. અસાધારણ કોલ સેટઅપ સફળતા દર, અત્યંત ઝડપી કોલ કનેક્શન સમય, લગભગ શૂન્ય કોલ ડ્રોપ્સ અને સ્પષ્ટ, ઉચ્ચ ગુણવત્તાવાળી વોઈસ ક્લેરિટી પર ભાર મૂકે છે. આ તમામ પરિબળો મળીને એ સુનિશ્ચિત કરે છે કે જિયો ગ્રાહકો ભલે ઘરે હોય, મુસાફરીમાં હોય કે વધુ ટ્રાફિક ધરાવતા શહેરી વિસ્તારોમાં હોય તેઓ અવિરત અને ભરોસાપાત્ર વોઈસ કોમ્યુનિકેશનનો આનંદ માણી શકે છે. ડ્રાઇવ ટેસ્ટ અમદાવાદ અને ગાંધીનગરના તમામ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો - જેમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને રહેણાંક વિસ્તારોથી લઈને વધુ ટ્રાફિક ધરાવતા કોરિડોર અને પેડેસ્ટ્રિયન ઝોનનો સમાવેશ થાય છે. જિયોના જટીલ અને સુવ્યવસ્થિત નેટવર્ક આર્કિટેક્ચરે આ તમામ ક્ષેત્રોમાં હાઇ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કર્યું છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સતત ગુણવત્તા જાળવી રાખવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બફર-ફ્રી સ્ટ્રીમિંગ અને એચ.ડી. વોઈસ કોલ્સથી લઈને રિયલ ટાઇમ ગેમિંગ અને કોલેબરેશન સુધી, રિલાયન્સ જિયો અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઈલ વપરાશકર્તાઓ માટે પસંદગીના નેટવર્ક તરીકે અગ્રેસર રહ્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક કેન્દ્રીત નવીનતા સાથે જિયો માત્ર ભારતના ડિજિટલ લક્ષ્યો સાથે તાલ નથી મિલાવી રહ્યું - તે તેને આગળ ધપાવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:સકારાત્મક વૈશ્વિક સંકેતો અને સ્થાનિક સંસ્થાકીય ખરીદીથી બજારમાં તેજી
    Next Article
    ગેસની અછતને પહોંચી વળવા સરકારનો નવો પ્લાન:જહાજોને હોર્મુઝમાંથી નહીં પસાર થવું પડે, અંગોલા પાસેથી LPG ખરીદવાની તૈયારીમાં ભારતીય કંપનીઓ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment