Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:મેષ, વૃશ્ચિક અને મકર રાશિને લગ્નના યોગ, ગ્રહોની સ્થિતિ કર્ક જાતકોને અદ્ભુત શક્તિ પ્રદાન કરશે

    13 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 31 માર્ચ 2026, મંગળવારના રોજ ચૈત્ર સુદ તેરસ/ચૌદસ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ સિંહ/કન્યા છે. રાહુકાળ બપોરે 03:47 થી 05:19 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- તમારી દિનચર્યામાં કરેલા ફેરફારોના યોગ્ય પરિણામો સામે આવશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળશે. આધ્યાત્મિક તથા રુચિપૂર્ણ પ્રવૃત્તિઓમાં પણ આસ્થા વધશે. ઘરના કોઈ અપરિણિત સભ્ય માટે લગ્નનો યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે. નેગેટિવ- કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખો. જોકે, ધૈર્ય અને વિવેક દ્વારા તમે પરિસ્થિતિઓને જલ્દી સામાન્ય પણ કરી લેશો. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય જાણકારી અવશ્ય લો. વ્યવસાય- વેપાર સંબંધિત કોઈ પણ નવું રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. સ્ટાફ અને કર્મચારીઓનો પણ ભરપૂર સહયોગ જળવાઈ રહેશે. નોકરીમાં નાની-મોટી સમસ્યાઓ આવશે, પરંતુ બોસ અને સીનિયર અધિકારીઓની મદદથી ઉકેલ પણ મળી જશે. લવ- ઘરમાં યોગ્ય શિસ્ત અને વ્યવસ્થા જાળવી રાખો. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થવાથી અંતર વધી શકે છે. સ્વાસ્થ્ય- ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો, બેદરકારી બિલકુલ ન રાખો. યોગ્ય સારવાર લો. લકી કલર- સફેદ લકી નંબર- 3 પોઝિટિવ- આજે તમારી આસપાસ સ્વસ્થ વાતાવરણ અનુભવશો. કોઈની મદદ કરીને ખુશી જ મળશે. કોઈ કાર્ય સિદ્ધિ પણ શક્ય છે. ઘરમાં નજીકના સંબંધીઓની અવરજવર રહેશે. સંબંધોને મધુર બનાવવામાં તમારી વિશેષ ભૂમિકા પણ રહેશે. નેગેટિવ- જાહેર સ્થળ પર થોડું સંયમિત રહેવાની જરૂર છે, નહીંતર હાસ્યનું પાત્ર બની શકો છો. તમારી અંગત વાતો કોઈની સાથે પણ શેર ન કરો. પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ કાર્ય સાવધાનીપૂર્વક કરો અથવા આજે સ્થગિત રાખો. કોઈ પણ પેપર વર્ક કરતી વખતે પહેલા સારી રીતે તપાસ કરી લો. વ્યવસાય- કારોબારમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો. કાર્યની પ્રગતિને લઈને ખૂબ જ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. સચેત રહેવું પણ જરૂરી છે કારણ કે નકારાત્મક પ્રવૃત્તિના લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું અહિત કરી શકે છે. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લવ- જીવનસાથીની અસ્વસ્થતાને કારણે ઘરમાં વધારાનો સમય આપવો પડશે. પરસ્પર સંબંધો મધુર રહેશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણમવામાં કેટલાક અવરોધો આવી શકે છે. સ્વાસ્થ્ય- કામની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન જરૂર રાખો. હવામાનને અનુકૂળ તમારી દિનચર્યા બનાવો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- દિનચર્યાને વ્યવસ્થિત રાખવા માટે તમે કેટલાક વિશેષ પ્રયાસો કરશો, જેનાથી તમારા ઘણા અટકેલા કામ ગતિ પકડશે. ઘરમાં માંગલિક કાર્યોની રૂપરેખા બનશે. જીવન પ્રત્યેનો તમારો સકારાત્મક દૃષ્ટિકોણ તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે. નેગેટિવ- યુવા વર્ગ તથા વિદ્યાર્થીઓ અતિશય આત્મવિશ્વાસ અને બેદરકારીને કારણે પોતાનું નુકસાન પણ કરી શકે છે. આ સમયે અસામાજિક લોકો સાથે તમારી મુલાકાતો રહી શકે છે. વધુ સારું રહેશે કે તેમનાથી અંતર જાળવી રાખો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં તમારો દબદબો જળવાઈ રહેશે, પરંતુ તમારી યોજનાઓને કોઈની સમક્ષ શેર ન કરો. કારણ કે કોઈ તેમને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. કોઈ અવરોધ આવવા પર કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. લવ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કોઈ મતભેદનું નિવારણ થશે. પરિવાર સાથે ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ પણ બનશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય સારો નથી. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. મેડિટેશન અને યોગ તેની યોગ્ય સારવાર છે. લકી કલર- બદામી લકી નંબર- 4 પોઝિટિવ- તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. આજે કેટલીક ધનદાયક સ્થિતિઓ પણ બનશે, સાથે જ આ સમયે બનાવેલી યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરનાર છે. નેગેટિવ- વધુ પડતું નેતૃત્વ રાખવું પણ સંબંધોમાં અંતર લાવે છે. અટકેલા સરકારી મામલાઓને પૂરા કરવામાં ઉતાવળ ન કરો, નહીંતર મુસીબતમાં પણ પડી શકો છો. સંતાન સંબંધિત કંઈક તણાવ રહેશે, તેમની સાથે મિત્રતાભર્યું વર્તન રાખવું જરૂરી છે. વ્યવસાય- કારોબારી મામલાઓમાં લેવડ-દેવડ સંબંધિત પ્રવૃત્તિઓમાં સ્પષ્ટતા રાખો. સહકર્મીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. તમારા કાર્યો સુચારૂ રીતે સંપન્ન થતા જશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓથી આજે થોડી રાહત મળશે. ઉચ્ચ અધિકારીઓના સહયોગથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. લવ- મિત્રો તથા સંબંધીઓ સાથે ગેટ-ટુગેધર અને મનોરંજન વગેરેમાં સુખદ સમય પસાર થશે. પ્રેમી સાથે ખુશનુમા સંબંધો રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી બિલકુલ ન દાખવો. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- સમયનો સદુપયોગ કરો. કોઈ પણ મુશ્કેલી આવવા પર પરિવારના સભ્યો સાથે તે વહેંચો, આનાથી તમને કોઈ સૂચન ચોક્કસ મળશે. યુવા વર્ગ પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાથી કોઈ મુકામ પણ હાંસલ કરી લેશે. નેગેટિવ- જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ બને છે, તો તેનાથી ગભરાવાને બદલે તેનું કારણ શોધવાનો પ્રયત્ન કરો. તણાવમાં આવીને કોઈની સાથે પણ વાદ-વિવાદમાં ન ઉતરો, કારણ કે તેના કારણે તમારા ઘણા બનતા કાર્યોમાં અવરોધ આવી શકે છે. વિદ્યાર્થી વર્ગ પણ પોતાના અભ્યાસને લઈને થોડો ચિંતિત રહેશે. વ્યવસાય- વેપારલક્ષી કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર સંબંધિત યોજનાઓ બનશે તથા પ્રગતિની પણ યોગ્ય તક પ્રાપ્ત થશે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત બિઝનેસમાં કોઈ યાત્રાનો પ્લાન બનશે. નોકરિયાતે પોતાના કાર્યને ખૂબ જ સાવધાનીપૂર્વક કરવું, નાની ભૂલ અધિકારીઓની નારાજગીનું કારણ બનશે. લવ- તણાવની અસર તમારા વૈવાહિક જીવન પર પણ પડી શકે છે. પરસ્પર સૂઝબૂઝથી પરિસ્થિતિઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. યુવા વર્ગે પોતાની મિત્રતામાં ગેરસમજ ન આવવા દેવી. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવાની જરૂર છે. ગુસ્સાને કાબૂમાં કરવાનો સંકલ્પ કરો. કસરત અને યોગ અવશ્ય કરો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- તમારી આર્થિક પરેશાનીમાં મિત્રો તમને સહયોગ કરવા માટે તૈયાર રહેશે. ઘર-પરિવારની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખવા તથા દેખરેખ કરવામાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. કોઈ સામાજિક પ્રવૃત્તિમાં તમારા ઉત્તમ યોગદાન બદલ સન્માનિત પણ થશો. નેગેટિવ- ઘરમાં કોઈ વૃદ્ધના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. હોસ્પિટલ વગેરેના ધક્કા પણ થઈ શકે છે. ઘરમાં વધુ પડતી શિસ્ત જાળવી રાખવી પણ પરિવારના લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. આર્થિક રોકાણ સમજી-વિચારીને કરો. વ્યવસાય- ગ્લેમર અને બ્યુટી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસ પ્રગતિ કરશે. પરંતુ અત્યારે વેપાર સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય સ્થગિત રાખો. નોકરિયાતોને તેમના યોગ્ય કાર્યને કારણે પ્રમોશન કે પગાર વધારો થવાની સંભાવના છે. કોઈ કારોબારી યાત્રા પણ શક્ય છે. લવ- પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને કેટલાક મતભેદ રહી શકે છે. સમય રહેતા તેને ઉકેલી લો નહીંતર મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય- હવામાનમાં ફેરફારને કારણે એલર્જી અને શરદી-ઉધરસ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવવી બિલકુલ યોગ્ય નથી. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- દિવસ શુભતા અને સકારાત્મક ભાવથી પરિપૂર્ણ રહેશે. તમામ પારિવારિક જવાબદારીઓ પોતાના પર ન લેતા ઘરના સભ્યો સાથે પણ વહેંચો. આનાથી તમે સ્વયં માટે પણ સમય ફાળવી શકશો અને શાંતિ પણ મળશે. બાળકો તરફથી મન પ્રસન્ન રહેશે. નેગેટિવ- અહમ અને ગુસ્સો તમારી પ્રગતિમાં અવરોધરૂપ બનશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો, અન્યથા તમારા માન-સન્માન પર પણ વાત આવી શકે છે. પરેશાનીઓને મગજમાં જગ્યા ન આપો તથા ઉકેલ શોધો. આ સમયે સહજતાથી જ તમારી દિનચર્યા પસાર કરવી યોગ્ય છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં તમારે તમારી ક્ષમતા સાબિત કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર છે. જોકે તમે તમારી ભરપૂર મહેનત અને યોગ્યતા દ્વારા તમારો ટાર્ગેટ હાંસલ કરી લેશો. કોઈ કંપની દ્વારા કોઈ મહત્વપૂર્ણ સત્તા મળશે, જે લાભદાયક રહેશે. લવ- શાંતિપૂર્ણ રીતે પારિવારિક સમસ્યાઓને ઉકેલો. પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય- અતિશય તણાવ અને થાકને કારણે માથાનો દુખાવો, સર્વાઇકલની સમસ્યા વધી શકે છે. આરામ અને શાંતિ લેવી પણ જરૂરી છે. લકી કલર- ગુલાબી લકી નંબર- 2 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી કોઈ કાર્યને લઈને ચાલી રહેલી મહેનત સફળ થવાની છે. જો કોઈ પ્રોપર્ટી વગેરેમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા હોવ, તો તરત નિર્ણય લો. બીજાના બદલે પોતાના નિર્ણયને પ્રાધાન્ય આપવું તમારા માટે ફાયદાકારક રહેશે. સંતાનનું ભણવા પ્રત્યેનું ફોકસ જોઈને શાંતિ મળશે. નેગેટિવ- આળસ અને બેદરકારીને તમારી દિનચર્યામાં સ્થાન ન આપો. વાતચીતનો લહેકો નરમ રાખો. કોઈ નજીકની વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા મેઈલ ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો, નહીંતર કોઈ મુસીબતમાં પડી શકો છો. વ્યવસાય- કોઈ અનુભવીની મદદથી વ્યાવસાયિક યોજનાઓને અમલમાં મૂકવામાં મદદ મળશે અને કામની ગુણવત્તા વધુ સારી બનાવવાથી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. સરકારી નોકરી કરતા લોકોને આજે ક્યાંક વધારાની ડ્યુટી મળી શકે છે. લવ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોને પણ લગ્નમાં પરિણમવાની મંજૂરી મળશે. સ્વાસ્થ્ય- વાહન સાવધાનીપૂર્વક ચલાવો તથા જોખમી કાર્યોમાં રુચિ ન લો. પડવા કે ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. વિચારોમાં નકારાત્મકતા ન આવવા દો. લકી કલર- લીલો લકી નંબર- 4 પોઝિટિવ- જો ઘરમાં નવીનીકરણ કે સુધારા સંબંધિત યોજના બની રહી હોય, તો વાસ્તુ સંમત નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે. આવક અને ખર્ચમાં સમાનતા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓનું પણ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે. ઘરમાં સંબંધીઓનું આગમન પણ થઈ શકે છે. નેગેટિવ- મિત્ર અથવા પડોશી સાથે કેટલાક મતભેદ થવા જેવી સ્થિતિ બની રહી છે, જેનાથી તમારા માન-સન્માનમાં પણ જોખમ આવી શકે છે. વધુ સારું રહેશે કે વ્યર્થના વાદ-વિવાદમાં ન ઉતરો. આ સમયે તમારી ઊર્જાનો સકારાત્મક કાર્યોમાં ઉપયોગ કરો. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં બનાવેલી નવી નીતિઓ અને યોજનાઓ પર અમલ કરવાનો યોગ્ય સમય છે. આળસ બિલકુલ ન કરો. કોમ્પ્યુટર તથા મીડિયા સાથે જોડાયેલા બિઝનેસમાં નવી તકો સામે આવશે. ઓફિસમાં ચાલી રહેલા રાજકારણથી પોતાને અલગ રાખો. લવ- પારિવારિક વાતાવરણ સુખદ અને સૌહાર્દપૂર્ણ જળવાઈ રહેશે. પ્રેમ પ્રસંગોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- આ સમયે શરદી-ઉધરસ સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. તમારું ઈમ્યુન સિસ્ટમ સારું રાખવા માટે પૌષ્ટિક આહાર લો. લકી કલર- પીળો લકી નંબર- 6 પોઝિટિવ- દિવસનો મોટાભાગનો સમય ઘરની જાળવણી સંબંધિત પ્રવૃત્તિઓમાં જ પસાર થશે. એવું કરીને તમને ખુશી જ મળશે. સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે મુલાકાત વધશે. કામકાજી મહિલાઓ પોતાની પારિવારિક તથા વ્યાવસાયિક બંને પ્રકારની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. નેગેટિવ- તમારી ક્ષમતા કરતા વધુ કાર્ય કરવું તમને થકવી દેશે અને કામ પણ સમયસર પૂરા નહીં થાય. વધુ સારું છે કે દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કામોને પ્રથમ પ્રાધાન્ય આપો. સમય અનુસાર થોડા સ્વાર્થી પણ બનો. વ્યવસાય- આ સમયે કાર્યસ્થળ પર ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે. સહકર્મીઓનો અસહયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જોકે તમને તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે. સરકારી નોકરિયાતોને કોઈ મહત્વપૂર્ણ સત્તા મળવાની છે. લવ- પરિવારના સભ્યો વચ્ચે મધુરતા અને સુખદ સંબંધો રહેશે. પ્રેમ સંબંધોને લગ્નમાં પરિણમવા માટે પારિવારિક મંજૂરી મળશે. સ્વાસ્થ્ય- વધુ મીઠાઈ અને તળેલા ખોરાકનું સેવન ટાળો. નહીંતર ગેસ અને એસિડિટીની વધતી સમસ્યા તમારી દિનચર્યાને અસ્તવ્યસ્ત કરી દેશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ નકારાત્મક પરિસ્થિતિને ઉકેલવામાં તમારા પ્રયાસો સફળ રહેશે. અન્ય ઘણી પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્તતા રહેશે. મિત્રો તથા સંબંધીઓ સાથે પણ સંબંધો સારા રહેશે અને ખાસ વિષયો પર વાર્તાલાપ પણ થશે. નેગેટિવ- સામાજિક અથવા સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં સંયમિત રહો નહીંતર તમારા માન-સન્માનને હાનિ પહોંચી શકે છે. ક્યારેક તમારો ઉગ્ર સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની જશે. સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર છે. વ્યવસાય- પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં રહો. વેપારમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ અને મદદ તમને કોઈ નવી સિદ્ધિ હાંસલ કરાવી શકે છે. સરકારી નોકરિયાતોને પણ પોતાના કાર્યો પ્રત્યે યોગ્ય મહેનત કરવાથી ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મળશે. લવ- ઘરનું વાતાવરણ ખુશનુમા અને સુમેળભર્યું જળવાઈ રહેશે. પ્રેમ પ્રસંગોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- તણાવ અને થાકની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. પરંતુ ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ઉપયોગમાં ન લો. લકી કલર- નારંગી લકી નંબર- 9 પોઝિટિવ- ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. તમે જે કામ વિચારશો, તેને પૂરું કરીને જ જંપશો. ઊર્જાવાન અનુભવશો તથા પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવામાં પણ તમારો સમય પસાર થશે. નેગેટિવ- ઘર-પરિવારના કાર્યોમાં વ્યસ્તતાની સાથે સાથે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ વધુ ધ્યાન આપો. બપોર પછી સ્થિતિ કંઈક બદલાઈ શકે છે. એવું લાગશે કે જાણે પરિસ્થિતિઓ હાથમાંથી નીકળતી જાય છે. પરંતુ ધીરજ અને સંયમથી તમે સમસ્યા પર કાબૂ મેળવી લેશો. વ્યવસાય- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરિસ્થિતિઓને કારણે વ્યાવસાયિક કાર્યપ્રણાલીમાં પણ ફેરફાર આવ્યો છે. આ સમયે વ્યવસાય સંબંધિત બાબતોમાં કેટલાક ફેરફાર લાવવાની જરૂર પડશે, જે તમે ખૂબ જ સમજદારીથી ઉકેલી લેશો. નોકરિયાતોની મહેનત જલ્દી જ તેમને તેમના લક્ષ્યની નજીક લઈ જશે. લવ- પતિ-પત્નીના સંબંધો સુમેળભર્યા રહેશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજનું નિવારણ થશે અને સંબંધો ફરી મધુર થઈ જશે. સ્વાસ્થ્ય- એક્સિડન્ટ અને ઈજા થવા જેવી સ્થિતિઓ બની રહી છે. સાવધાની રાખો અને તણાવને હાવી થવા ન દો. લકી કલર- વાદળી લકી નંબર- 8
    Click here to Read More
    Previous Article
    31 માર્ચનું અંકફળ:અંક 1 અને 6ના જાતકોને પ્રમોશનના યોગ, અંક 3 અને 5ના જાતકોને જમીન મામલે વિજય મળશે
    Next Article
    સતત બીજા દિવસે અમરેલીમાં માવઠું:કચ્છના નલિયામાં રોડ પર પાણી ભરાયા, 2 એપ્રિલે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment