Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેક્સટાઇલ હબ સુરતમાં સેલ્ફ-લોકડાઉન જેવી સ્થિતિ:કારીગરોની હિજરત રોકવા ઉદ્યોગકારોનો માસ્ટરપ્લાન, એક પાળીમાં કામ અને સપ્તાહમાં બે રજાનો નિર્ણય

    11 hours ago

    વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી તંગદિલીની સીધી અને નકારાત્મક અસર સૌથી મોટા ટેક્સટાઇલ હબ ગણાતા સુરત પર પડવાની શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ઉભી થયેલી અડચણોને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગના પાયાના કાચા માલ એવા યાર્નના ભાવમાં અસહ્ય વધારો ઝીંકાયો છે. આ કટોકટીના સમયે ઉદ્યોગને જીવંત રાખવા અને લાખો કારીગરોની રોજીરોટી છીનવાતી અટકાવવા માટે ફોગવા દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતા વિવિધ પ્રકારના યાર્નના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ, યુદ્ધની સ્થિતિને જોતા વેપારીઓમાં પણ ફફડાટ છે, જેના કારણે નવા ઓર્ડરમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં તૈયાર કાપડનો ભરાવો થઈ રહ્યો છે અને પેમેન્ટની સાઈકલ પણ ખોરવાઈ રહી છે. જો ઉત્પાદન અવિરત ચાલુ રાખવામાં આવે તો ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. માત્ર એક જ શિફ્ટ એટલે કે 12 કલાક જ મશીનો ચલાવશે સુરતના વિવિધ વિસ્તારોના ઉદ્યોગ અગ્રણીઓ અને ફોગવા ફેડરેશનના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, ઉદ્યોગને સંપૂર્ણપણે ઠપ્પ કરવાને બદલે પ્રોડક્શન કાપનો આશરો લેવો જોઈએ. આ માટે જે એકમો અત્યાર સુધી 24 કલાક ધમધમતા હતા, તેઓ હવે માત્ર એક જ શિફ્ટ એટલે કે 12 કલાક જ મશીનો ચલાવશે. આનાથી વીજળી બિલ અને અન્ય મેન્ટેનન્સ ખર્ચમાં ઘટાડો થશે. ઘણા એકમોએ અઠવાડિયામાં રવિવાર ઉપરાંત અન્ય એક દિવસની રજા રાખવાનું નક્કી કર્યું છે. આમ, સપ્તાહમાં માત્ર 5 દિવસ કામ કરવાથી ઉત્પાદનમાં અંદાજે 30% થી 40% નો ઘટાડો લાવી શકાશે. કામના કલાકો ઘટાડી સતત રોજગારી મળે તેવો પ્રયાસ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ લાખો પરપ્રાંતીય શ્રમિકો પર નિર્ભર છે. ભૂતકાળમાં લોકડાઉન કે લાંબી મંદી દરમિયાન કારીગરો મોટા પાયે વતન તરફ હિજરત કરી ગયા હતા, જેની અસર ઉદ્યોગ પર વર્ષો સુધી રહી હતી. ફોગવાના અગ્રણીઓએ જણાવ્યું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય કારીગરોને સાચવવાનો છે. જો ઉદ્યોગ સાવ બંધ કરી દેવામાં આવે તો શ્રમિકો પાસે વતન જવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. પરંતુ કામના કલાકો ઘટાડીને તેમને સતત રોજગારી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેઓ સુરત છોડીને ન જાય. તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આજે ફોગવા અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી, જેની અંદર આશરે મોટી સંખ્યામાં વિવર્સ ઉપસ્થિત રહ્યા હતા. અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અથવા તો અઠવાડિયામાં બે રજા રાખવાની છે. એક પાળી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ કોઈપણ જો 24 કલાક માટે વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈપણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે. અને સર્વાનુમતે, એક સૂરમાં, એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રીઝ બંધ રહેશે. ઉદ્યોગ અગ્રણીઓના મતે, હાલમાં કાપડની માંગમાં મોટો ઘટાડો છે. જો સતત ઉત્પાદન ચાલુ રાખવામાં આવે તો માર્કેટમાં માલનો ભરાવો થઈ જાય અને ભાવ વધુ ગગડે. પ્રોડક્શન કાપ મુકવાથી શ્રમિકો સચવાશે અને ઉદ્યોગની મંદી વચ્ચે આ ઉદ્યોગ ટકી રહેશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. માર્કેટમાં સંતુલન જાળવવાનો પ્રયાસ જો યુદ્ધની સ્થિતિ વધુ વણસે અને યાર્નના ભાવ કાબૂમાં ન આવે, તો આગામી દિવસોમાં વધુ કડક નિર્ણયો લેવાની તૈયારી પણ ઉદ્યોગકારોએ રાખી છે. હાલ પૂરતું, પ્રોડક્શન કાપ દ્વારા માર્કેટમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મેં તને બે ફોન કર્યા તે કેમ ફોન ઉપાડ્યા નહીં:રાજકોટમાં મારે બીજી પત્ની કરવી છે’ કહી પતિએ પત્નીને લોખંડના પાઈપથી ફટકારી, હાથપગ ભાંગી નાંખ્યા
    Next Article
    'EVMમાં ગોટાળો નહીં થાય ત્યાં અમે ચૂંટણી જીતીશું':કનૈયા કુમારે સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- દેશમાં ડિજિટલ પ્રચારની વાતો પણ ગુજરાત વિધાનસભાનું જ રેકોર્ડિંગ કરવામાં આવતું નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment