Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડોનેશિયા ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે, ડીલ પર મહોર:ઓપરેશન સિંદૂરની ઘાતક અસ્ત્ર મિસાઇલની પણ ડીલ; ભારત EVM બનાવવામાં મદદ કરશે

    1 day ago

    ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ ડીલ પર મહોર લાગી ગઈ છે. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલના વધારાના યુનિટ પૂરા પાડશે. ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા તેને ખરીદનાર બીજો દેશ બન્યો છે. મંગળવારે જકાર્તામાં પીએમ મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને મળ્યા હતા. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન અનેક મુખ્ય કરારો થયા હતા. ઇન્ડોનેશિયાએ ભારતીય 'અસ્ત્ર' એર-ટુ-એર મિસાઇલ ખરીદવાનો પણ નિર્ણય લીધો છે, જેનો ઉપયોગ 'ઓપરેશન સિંદૂર'માં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારત ઈન્ડોનેશિયાને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવામાં મદદ કરશે. આને ભારતની ચૂંટણી વ્યવસ્થામાં વિશ્વાસના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસનો આજે બીજો દિવસ છે. મંગળવારે સવારે જકાર્તામાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમને ભેટી પડ્યા હતા. ત્યારબાદ પીએમ જકાર્તાના રાષ્ટ્રપતિ ભવન ગયા, ત્યાં ગેસ્ટ બુકમાં સહી કર્યા પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. ત્યારબાદ પીએમ દિવસ દરમિયાન ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન પણ જશે. 9મી સદીમાં બનેલું આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ છે. ઇન્ડોનેશિયા દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની સાંસ્કૃતિક વિરાસત પર હિન્દુ-બૌદ્ધ સભ્યતાની ગાઢ છાપ જોવા મળે છે. અહીં રામલીલા થાય છે, ગરુડ એરલાઇન છે અને નોટ પર ભગવાન ગણેશની તસવીર પણ છપાઈ ચૂકી છે. મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસની તસવીરો… વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની મુલાકાત અંગેના અપડેટ માટે નીચેનો બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પના ફોન પછી અમેરિકી ખેલાડીનું રેડ-કાર્ડ રદ:ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં આવો પહેલો કિસ્સો; ટીમ બેલ્જિયમ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર
    Next Article
    2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપશે:ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો; સેશન્સ કોર્ટે 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદ ફટકારી હતી; 56નાં મોત થયા'તા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment