Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સોના ગુનામાં સજા કાપતો કેદી કોર્ટમાંથી ફરાર:વોશરૂમનું બહાનું બનાવી પોલીસની નજર ચૂકવી ભાગી છૂટ્યો, સેન્ટ્રલ જેલમાંથી કડક બંદોબસ્ત વચ્ચે કેદીને કોર્ટમાં લવાયો હતો

    9 hours ago

    વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક કેદી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. સેન્ટ્રલ જેલમાંથી કડક બંદોબસ્ત વચ્ચે કેદીને કોર્ટમાં લવાયો વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જેથી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપવા માટે રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. વોશરૂમનું બહાનું બનાવી પોલીસની નજર ચૂકવી ફરાર આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો, ત્યારે જ આ કેદી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ આરોપીની શોધખોળમાં લાગી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    વાળુકડના રવિ રબારી મર્ડર પ્રકરણે 3 શખસોની ધરપકડ:યુવકે દીકરી સાથે કરેલા પ્રેમલગ્ન મંજુર ન પિતાએ હત્યાનો ઘડયો હતો પ્લાન, આરોપીઓ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર
    Next Article
    UN Diplomat Quits, Warns Of "Possible Nuclear Weapon Use" In Iran

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment