Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસ મામલે લોકભારતી સ્કૂલના ટ્રસ્ટી મેદાને:કહ્યું- સ્ટાફની ભૂલ જણાશે તો કડક પગલાં લેવાશે, સુસાઈડ નોટ અને નોટબુકના અક્ષરોમાં મોટો તફાવત

    12 hours ago

    સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલી લોકભારતી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષકના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ મામલે હવે સ્કૂલના ટ્રસ્ટી દિનકર નાયકે મૌન તોડ્યું છે. તેમણે વિદ્યાર્થીની સુસાઈડ નોટ અને વાલીઓના વર્તન સામે અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ટ્રસ્ટીએ સ્પષ્ટ કર્યું છે કે, જો શાળાના સ્ટાફની ભૂલ જણાશે તો કડક પગલાં લેવામાં આવશે, પરંતુ હાલની વિગતો મુજબ આમાં કંઈક અજુગતું હોવાની શંકા છે. સુસાઈડ નોટ અને નિયમિત નોટબુકના અક્ષરોમાં મોટો તફાવત લોકભારતી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી દિનકર નાયકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ લખેલી કથિત સુસાઈડ નોટના અક્ષરો અને તેની નિયમિત નોટબુકના અક્ષરોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વર્ષ 2025માં વિદ્યાર્થીએ કરેલા તોફાન બાદ જે માફીનામું લખી આપ્યું હતું, તેના અક્ષરો સાથે પણ આ ચિઠ્ઠી મેળ ખાતી નથી. ટ્રસ્ટીના મતે, સુસાઈડ નોટમાં જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેવી ભાષા આ ઉંમરનો વિદ્યાર્થી લખી જ ન શકે. આ અક્ષરો કોઈ ત્રાહિત વ્યક્તિના હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. શનિવારે વાલીઓએ સ્કૂલમાં મચાવ્યો હતો હોબાળો ઘટનાની વિગતો આપતા દિનકરભાઈએ જણાવ્યું કે, શનિવારે જ્યારે મેનેજિંગ કમિટીની મીટિંગ ચાલી રહી હતી, ત્યારે વિદ્યાર્થીના વાલીઓ અને તેમની સાથે અન્ય કેટલાક શખ્સો આચાર્યની ઓફિસમાં ધસી આવ્યા હતા. વાલીઓ અત્યંત આક્રમક મૂડમાં હતા અને આચાર્ય સાથે ગરમાગરમી કરી રહ્યા હતા. આચાર્યએ તેમને બેસવા માટે વિનંતી કરી હોવા છતાં તેઓ માન્યા નહોતા અને ધમકીભર્યા સૂરમાં વાતો કરી રહ્યા હતા. આ મામલે ટ્રસ્ટી મંડળે તાત્કાલિક એક સભ્યને તપાસ માટે મોકલ્યા હતા. વિદ્યાર્થીના તોફાની વર્તન અંગે વાલીઓને કરાઈ હતી જાણ શાળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થી અગાઉ પણ શિસ્તભંગના મામલે ચર્ચામાં રહ્યો છે. વર્ષ 2025 દરમિયાન જ વાલીઓને ત્રણ વાર શાળામાં બોલાવીને વિદ્યાર્થીના તોફાની વર્તન અંગે જાણ કરવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓ તેનાથી પરેશાન થતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. તે સમયે વાલીઓએ આશ્વાસન આપ્યું હતું કે તેઓ બાળકને સમજાવશે અને તે સુધરી જશે. વિદ્યાર્થીએ પોતે પણ લેખિતમાં ખાતરી આપી હતી કે તે હવે ધમાલ નહીં કરે અને માત્ર ભણવામાં ધ્યાન આપશે. ટ્રસ્ટી પોતે વિદ્યાર્થી અને મિત્રો સાથે કરશે વાતચીત મામલાની ગંભીરતાને જોતા ટ્રસ્ટી દિનકર નાયકે જાતે તપાસની કમાન સંભાળી છે. તેમણે જણાવ્યું કે, "હું શિક્ષણ જગત સાથે વર્ષોથી જોડાયેલો છું અને આવી ઘટનાઓ ક્યારેય ન બનવી જોઈએ. સત્ય જાણવા માટે હું પોતે વિદ્યાર્થીને રૂબરૂ મળીશ. એટલું જ નહીં, તેના ક્લાસના અન્ય મિત્રો અને વર્ગશિક્ષકો સાથે પણ વ્યક્તિગત વાત કરીશ જેથી સાચી હકીકત સામે આવી શકે." સોમવારે વિદ્યાર્થી શાળાએ આવ્યો હતો અને શાંતિથી અભ્યાસ પણ કર્યો હતો, જે તેના માનસિક તણાવના દાવાઓ સામે એક અલગ ચિત્ર રજૂ કરે છે. કસૂરવાર સામે લેવાશે સખત પગલાંની ખાતરી અંતમાં ટ્રસ્ટીએ વિશ્વાસ અપાવ્યો છે કે, શાળા હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય કરે છે. જો તપાસ દરમિયાન એવું માલૂમ પડશે કે આચાર્ય કે કોઈ શિક્ષકની ખરેખર ભૂલ છે અથવા તેમણે વિદ્યાર્થી પર બિનજરૂરી દબાણ કર્યું છે, તો તેમની સામે સંસ્થા દ્વારા સખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. હાલમાં શાળા દ્વારા આંતરિક તપાસ તેજ કરી દેવામાં આવી છે અને તમામ પાસાઓને ચકાસવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    CBI કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં બે આરોપીઓને સજા ફટકારી:આવકવેરા વિભાગના તત્કાલીન અધિકારી અને તેમના પત્નીને 2 વર્ષની કેદ
    Next Article
    અમદાવાદના ઈસનપુરનો ફરાર આરોપી ખંભાતથી ઝડપાયો:જામીન પર છૂટ્યા બાદ પોલીસને હાથતાળી આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment