Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં કેદી કોર્ટમાંથી ફરાર:વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો કેદી કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને ભાગી છૂટ્યો, પોલીસ હેડ ક્વાર્ટરના સ્ટાફના જાપ્તા હેઠળ કોર્ટમાં લવાયો હતો

    12 hours ago

    વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક કેદી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જેથી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપવા માટે રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આ કેદી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પ્લીઝ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ 120 રનમાં જ 9 વિકેટ ગુમાવી દીધી:જાડેજાએ પોતાની જૂની ટીમના બન્ને બેટર્સને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા
    Next Article
    'ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ વડોદરાને બદનામ કર્યું':મેવાણીએ 5 વર્ષના ભ્રષ્ટાચારની ચાર્જશીટ રજૂ કરી; કહ્યું- શહેર 11 વખત પાણીમાં ડૂબ્યું, પીડિતોને ક્યારેય ન્યાય ન મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment