Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એકપણ બહેનને કંઈ થશે તો જવાબદાર સાગરચંદ્ર મહારાજ રહેશે':જૈન મુનિનો વિરોધ કરતી મહિલાઓને અજાણ્યા નંબરથી ધમકી મળ્યાનો આક્ષેપ; વિરોધ અંગે મુનિએ કહ્યું- બધું જ ડ્રામાબાજી છે

    13 hours ago

    સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા ધાનેરા નિવાસે ઉપાશ્રયમાં આગામી દિવસોમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય મોહત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મંગલ પ્રસંગે જૈન મુનિ સાગરચંદ્ર મહારાજને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. જોકે, તેમની પધરામણી સાથે જ વિવાદનો વંટોળ શરૂ થયો છે. અનેક જૈન મહિલાઓ અને શ્રાવિકાઓ દ્વારા આ મુનિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, જે સાધુ સામે સાધ્વીજીઓ અને શ્રાવિકાઓના શારીરિક શોષણના ગંભીર આરોપો છે તેમને આવા પવિત્ર પ્રસંગે બોલાવવા યોગ્ય નથી. આ વચ્ચે જૈન મુનિનો કથિત ઓડિયો પણ વાઇરલ થયો હતો. તો બીજી તરફ મુનિ વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર અને ફરિયાદ કરનાર મહિલાઓને અજાણ્યા નંબરોથી ધમકી મળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા આ મામલે તપાસ તેજ કરી છે, ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપના જંગથી જૈન શાસનમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓની ઉગ્ર રજૂઆત 28 માર્ચ શનિવારના રોજ સુરત જૈન સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી. આ મહિલાઓએ આવેદન આપીને જૈન મુનિ પર ચારિત્ર્યહીનતાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે, ધર્મના ઓઠે આવા શિથિલાચાર ચલાવી લેવાય નહીં. આ વિરોધ પ્રદર્શન બાદ સમગ્ર સુરત જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મહિલાઓએ સ્પષ્ટ માંગ કરી છે કે, જો આવા મુનિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે તો સમાજની છબી ખરડાશે અને શાસનની ગરિમાને હાનિ પહોંચશે, જેથી તેમની સામે કડક તપાસ થવી જોઇએ. જુનો કથિત ઓડિયો વાઇરલ થતા વિવાદ વકર્યો આ વિવાદમાં ઘી હોમવાનું કામ એક કથિત ઓડિયો ક્લિપે કર્યું હતું. સોશિયલ મીડિયામાં જૈન મુનિનો એક જૂનો ઓડિયો વાઇરલ થયો હતો, જેમાં વાંધાજનક વાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલી મહિલાઓ આ ઓડિયોને પુરાવા તરીકે રજૂ કરી રહી છે. આ ઓડિયો વાઇરલ થતા જ સામાન્ય જૈન શ્રાવકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ ઓડિયો અંગે પણ જૈન મુનિએ સ્પષ્ટતા કરી છે. 'વિરોધ કરનારા લોકો મળ્યા નથી કે મને કંઈ પૂછ્યું પણ નથી' વિવાદનો મધપૂડો છંછેડાયા બાદ આખરે જૈન મુનિ સાગરચંદ્ર મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું સુરત આવ્યો છું, પરંતુ વિરોધ કરનારા લોકો મને મળ્યા નથી. મને કંઈ પૂછ્યું પણ નથી. તેમને આ ન્યૂઝ કોણે આપ્યા અને શા માટે તેઓ આવું કરી રહ્યા છે તેની મને કોઈ જાણ નથી. 'અગાઉ પણ કોઈ વ્યક્તિએ આવી રીતે આરોપો લગાવ્યા હતા' પોતાના બચાવમાં મુનિએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પણ કોઈ વ્યક્તિએ આવી જ રીતે આરોપો લગાવ્યા હતા. તે સમયે ગુરૂ ભગવંતો દ્વારા વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી હતી અને પુરાવા માંગવામાં આવ્યા હતા. પરંતુ સામા પક્ષે ત્રણ-ત્રણ નોટિસો મોકલ્યા છતાં કોઈ જ પુરાવા આપ્યા નહોતા. ત્યાર બાદ ગચ્છાધિપતિએ આ બાબતે તપાસ કરાવી હતી અને જાહેર કર્યું હતું કે, આમાં કોઈ સત્ય નથી અને વિવાદનો અંત લાવવો જોઇએ. તેમણે આ બાબતે શાસનની મર્યાદા જાળવવાની પણ વાત કરી હતી. 'વ્યાખ્યાનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે' સાગરચંદ્ર મહારાજે જણાવ્યું હતું કે, જે સંઘમાં તેઓ પધાર્યા છે ત્યાં કોઈ વિરોધ નથી. 1100થી 1200 લોકોનો આ સંઘ એક થઈને કાર્ય કરી રહ્યો છે. તેમને છ મહિના પહેલા ઉજ્જૈન અને પાર્શ્વપુરમમાં વિધિવત ઠરાવ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અત્યારે પ્રતિદિન વ્યાખ્યાન ચાલે છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સંઘમાં પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ભારે ઉત્સાહ છે અને આયંબિલની ઓળી જેવી આરાધનાઓ પણ ખૂબ જ સુંદર રીતે ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 'કમિશનર કચેરીથી 50% બહેનો પરત નીકળી ગઈ હતી' મહિલાઓના વિરોધ પર કટાક્ષ કરતા મુનિએ કહ્યું કે, બહેનોના એક વિહાર સેવા ગ્રુપમાં એવો મેસેજ નાખવામાં આવ્યો હતો કે, શાસનનો પ્રશ્ન છે એટલે કમિશનર કચેરીએ આવો. ત્યાં ગયા પછી 50 ટકા બહેનોને ખબર પડી કે વિષય અલગ છે. એટલે તેઓ ત્યાંથી નીકળી ગઈ હતી. મુનિએ દાવો કર્યો હતો કે, તેમના જ સંઘની આઠ-દસ બહેનો જે ત્યાં ગઈ હતી તેઓ પણ હકીકત જાણતા જ પરત આવી ગઈ હતી. ઘણી બહેનોએ તો તે ગ્રુપમાંથી રાજીનામું પણ આપી દીધું છે. સીધા પોલીસ કમિશનર પાસે જવાનો અર્થ શું? જૈન મુનિએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ પ્રશ્ન હોય તો આચાર્ય, ભગવંતો કે સંઘ પાસે જવું જોઇએ. સીધા પોલીસ કમિશનર પાસે જવાનો અર્થ શું? તેમણે વિરોધને 'ડ્રામાબાજી' ગણાવતા કહ્યું કે, જો ખરેખર કંઈ ખોટું હોય તો ત્યાં 15-20 બહેનો નહીં પણ હજારોની મેદની હોત. જેમ શિખરજી બચાવવા માટે લાખો જૈનો રસ્તા પર ઉતર્યા હતા. તેમ શિથિલાચાર સામે પણ જૈન સમાજ જાગૃત જ હયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ માત્ર બદનામ કરવાનું કાવતરું છે. 'અમે આ બાબતે લીગલી કાર્યવાહી કરવાના છીએ' વાઇરલ ઓડિયો અંગે પૂછતા મુનિએ સ્પષ્ટ કર્યું કે, તેઓ સોશિયલ મીડિયામાં નથી એટલે તેમને મોડેથી જાણ થઈ. તેમણે આ ઓડિયોને સત્યથી વેગળો ગણાવ્યો છે. મુનિએ કહ્યું કે, અમારી પાસે તમામ દસ્તાવેજો છે અને અમે આ બાબતે લીગલી કાર્યવાહી કરવાના છીએ. કોર્ટમાં કેસ ચાલુ છે અને ત્યાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તેમણે ભગવાન પર શ્રદ્ધા વ્યક્ત કરતા કહ્યું કે, સત્યની જીત થશે અને વિરોધીઓને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના છે. 'અવાજ ઉઠાવનાર મહિલાઓને અજાણ્યા નંબરો પરથી ધમકી' તો બીજી તરફ આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. એક મહિલાએ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે, જ્યારથી તેમણે મુનિ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને ફરિયાદ કરી છે, ત્યારથી તેમને અજાણ્યા નંબરો પરથી ધમકીઓ મળી રહી છે. આક્ષેપ છે કે, તેમને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે પોલીસે હવે તપાસ તેજ કરી છે. 'અમારી બધી બહેનોને ફોન કરી માનસિક ત્રાસ આપી રહ્યા છે' ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, અમે બધી બહેનોએ ભેગા થઈને પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું કે, આવા સાધુ સમાજમાં ચાલે નહીં તમે નિષ્પક્ષ તપાસ કરાવો. અમે બધી બહેનો કમિશનરની ઓફિસે ભેગા થયા હતા, પરંતુ શનિવારે બધુ મીડિયામાં આવતા સાગરચંદ્ર મહારા સાહેબ અને એમના માણસો અને અમુક અમારા સંઘના માણસો અમારી બધી બહેનોને ફોન કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે. અત્યારે આ બાબતની રજૂઆત કરવા માટે અમે કમિશનરને મળવા આવ્યા હતા. અમારી બહેનોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: ટ્રમ્પ સામે મહાવિદ્રોહ:અમેરિકામાં 90 લાખ લોકો રસ્તા પર ઊતર્યા, 3,300 શહેરોમાં અરાજકતા, લૉકડાઉન જેવી સ્થિતિ વચ્ચે હાલત બેકાબૂ
    Next Article
    સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કેદ.:સગીરાનું અપહરણ કરી બસમાં દુષ્કર્મ આચરનાર શાહરૂખ શેખને મરણ સુધીની આજીવન કેદ; કોર્ટે 70 હજારનો દંડ અને પીડિતાને વળતર ચૂકવવા આદેશ કર્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment