Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસે તોહતનામું જાહેર કર્યું:શહેરીજનોની હાલત બદથી બદતર થઈ ગઈ હોવાનો દાવો, કોંગ્રેસે કહ્યું-કટકી, કમિશન અને કૌભાંડ જ ચાલે

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના 20 વર્ષના શાશન બાદ પણ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેને લઈને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે. 20 જેટલી સમસ્યાઓને લઈને નાગરિકો આજે પણ હાલાકી વેઠવી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષના ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં શહેરની અને શહેરીજનોની હાલત બદથી બદતર થઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. ચાર્જશીટ જાહેર કરીને કોંગ્રેસે ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર ગણાવ્યા છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાનો દાવો પણ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ સમિતિ સાથે બેઠક બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તહોમતનામું જાહેર કર્યું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મતદારને આકર્ષવા માટે મેનિફેસ્ટો પણ નાગરિકો પાસે મંતવ્ય મંગાવ્યા બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ તે પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે બેઠક બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તહોમતનામું જાહેર કર્યું છે. નાગરિકો હજુ પણ શું શું સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે તેને લઈને તોહમતનામું જાહેર કરવામાં આવ્યું છે. વિકાસના બદલે માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વિધાસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે દાવો કર્યો છે કે, છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે છતાં વિકાસના બદલે માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે. રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓ આપવામાં જ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષમાં નાગરિકો હજુ પણ 20 જેટલી સમસ્યાથી પરેશાન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કઈ કઈ સમસ્યાથી નાગરિકો હજુ પણ હલકી વેઠવી રહ્યા છે તેની જાહેરાત પણ કરી છે. શહેરની અને શહેરીજનોની હાલત બદથી બદતર થઈ ગઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ યોગ્ય સુવિધા નાગરિકોને મળતી નથી વિધાનસભા વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 6 મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની શાસન છે. તેમજ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેમજ કેન્દ્રમાં પણ ભાજપનું શાસન છે. પરંતુ ત્રિપલ એન્જિનથી ચાલતી સરકાર કમિશન, કટકી અને કૌભાંડથી કમલમ ચાલે છે. નાગરિકને જે સુવિધાઓની જરૂર છે અને જે સુવિધાઓ આપવી જોઈએ તે અપાતી નથી. અમદાવાદ શહેરમાં 20 વર્ષથી ભાજપનો વહીવટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ યોગ્ય સુવિધા નાગરિકોને મળતી નથી. જેને સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટીનો એવોર્ડ મળેલો છે. જેથી અલગથી ગ્રાન્ટ પણ શહેરને મળતી હોય છે. 19 હજાર કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. તેમજ છતાં અમદાવાદ શહેરમાં નાગરિકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી. પીવામાં પાણીની ગુણવત્તા પણ ચોંકાવનારી છે. ડેવલોપમેન્ટ બતાવવા માટે થાય છે. અમદાવાદ શહેરમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની જાય છે વધુમાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલ પર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ષડયંત્ર ચાલ્યું હતું. જેમાં 300 કરોડ કરતા પણ વધુ રૂપિયાનું કૌભાડ થયું હતું. હાટકેશ્વર બ્રિજ જેટલા રૂપિયામાં બન્યો તેના કરતા વધુ રૂપિયાની કિંમતમાં તેને તોડવામાં આવ્યો છે. નાગરિકોની સેફ્ટી માટે અધિકારીઓ તમામ બ્રિજનું ચેકીંગ પણ કરાવતી નથી. વર્ષો જૂના બ્રીજની હાલત અત્યંત ખરાબ છે. SVP હોસ્પિટલમાં દર્દી કરતા તો વધુ બાઉન્સર જોવા મળે છે. SVP હોસ્પિટલ ખાલી મોટા ઉદ્યોગપતિને મેડિકલ કોલેજ બનાવવા માટે હોસ્પિટલની જરૂર પડે તે માટે બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટનું ખાતમુહુર્ત કોંગ્રેસના શાસનમાં થયું હતું. જેમાં બે-ચાર સારા પોઈન્ટ ઊભા કરીને નાગરિકોને તેનું ધ્યાન દોરવામાં આવે છે. એવો દાવો ભાજપે કર્યો હતો કે, રિવરફ્રન્ટ પરથી નીકળશો તો સિંગાપોર જેવો આભાસ થશે પરંતુ, એવું કંઈપણ અત્યારે જોવા મળતું નથી. અમદાવાદ શહેરમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની જાય છે. સ્વિમિંગ પૂલ અમદાવાદ શહેર બની જાય છે. સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્ટ્રોંગ બેરેજનું બજેટ ક્યાં વપરાયા છે તે સૌથી મોટો સવાલ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ફોન પણ ઉપાડતા નથી નાગરિકોને મળવાની વાત તો દૂર રહી પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો વારસો અત્યારે લુપ્ત થઈ રહ્યો છે. પ્રજાલક્ષી સુવિધાઓ નાગરિકોને મળતી જ નથી. વ્હાઇટ ટોપિંગ રોડ સહિતના નામ આપીને સસ્તી પ્રસિદ્ધિ મેળવીને નાગરિકોને ખોટા વચન આપવામાં આવ્યા છે. જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. જેના કારણે અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. રસ્તો પરથી વાહન ચલાવવા પણ મુશ્કેલ બની જાય છે. અમે 18 ટકા વ્યાજ માફી આપીને ટેક્સમાંથી રાહત આપી હતી. કોંગ્રેસે 2000થી 2005 વચ્ચે ઠરાવ કરીને સરકારને મોકલ્યો હતો. જેનો 20 વર્ષ થયા છતાં અમલ થયો નથી અને કરના દરમાં વધારો થયો છે. નાગરિકો સારવાર માટે લાખો રૂપિયાના બિલ ચૂકવી ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ફોન પણ ઉપાડતા નથી નાગરિકોને મળવાની વાત તો દૂર રહી. ભાજપના શાસનમાં 20 વર્ષ બાદ નાગરિકો કઇ-કઈ સમસ્યાઓથી પરેશના થઈ રહ્યા છે તે જાહેર કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર કલેક્ટરે સખી વન સ્ટોપ સેન્ટરમાં કીટ વિતરણ કર્યું:11 દીકરીઓને દીકરી વધામણા અને એજ્યુકેશન કીટ અપાઈ
    Next Article
    Rajasthan Swing Fallen on Girl | જયપુરમાં હિંચકો તૂટતા બાળકીને માથાના ભાગે ઇજાઓ પહોંચી | Accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment