Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સિવિલમાં 'આયુષ્માન કાર્ડ નહીં તો ઓપરેશન નહીં'નો ઘરેલુ નિયમ:ફ્રેક્ચર સાથે પાંચ દિવસ સુધી શાંતિબેન ધક્કા ખાધા છતાં તંત્ર બેધ્યાન, વિપક્ષના હસ્તક્ષેપ બાદ હરકતમાં આવ્યું

    2 days ago

    રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ગરીબોને મફત અને ત્વરિત સારવાર મળે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં માનવતા નેવે મૂકાઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગરીબ મહિલા દર્દીને હાથમાં ગંભીર ફ્રેક્ચર હોવા છતાં માત્ર 'આયુષ્માન કાર્ડ' ન હોવાના બહાને ઓપરેશન કરવાની ના પાડી દેવામાં આવી હતી. 5 દિવસ સુધી પીડામાં કણસતા દર્દીની વહારે જ્યારે રાજકીય નેતાઓ આવ્યા ત્યારે જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. "કાર્ડ હોત તો સરકારીમાં શું કામ આવત ?":શાંતાબેન ​આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં રહેલા પીડિત દર્દી શાંતિબેને પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, "હું પડી ગઈ હોવાથી મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ઓપરેશન કરાવવા માટે હું આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી હતી. શનિવારે મારો કેસ કાઢવામાં આવ્યો અને મને ખાતરી અપાઈ કે દાખલ કરી દેવામાં આવશે. બે દિવસ સુધી મને હોસ્પિટલમાં રાખવામાં આવી અને કહેવાયું કે બુધવારે ઓપરેશન થશે પરંતુ, જ્યારે બુધવારે હું ઓપરેશન માટે તૈયાર થઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે મને સ્પષ્ટ કહી દીધું કે 'તમારું આયુષ્માન કાર્ડ લઈ આવો તો જ ઓપરેશન થશે'. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી પાસે કાર્ડ નહોતું, એટલે જ તો હું સરકારી હોસ્પિટલમાં આવી હતી. જો મારી પાસે કાર્ડ કે પૈસા હોત તો મારે અહીં ધક્કા ખાવાની જરૂર જ શું હતી ? ઓપરેશન જેવી કટોકટીની સ્થિતિમાં પણ હોસ્પિટલ તંત્રએ સંવેદના બતાવવાને બદલે માત્ર કાગળ અને કાર્ડનો આગ્રહ રાખ્યો હતો. પાંચ દિવસ સુધી તેઓ અસહ્ય પીડા સાથે હોસ્પિટલના ઉંબરા ઘસતા રહ્યા હતા. ​વિપક્ષ નેતા લલિત પરસાણાના આકરા પ્રહાર ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે હોસ્પિટલ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બની છે છતાં અહીં ડોક્ટરોની મનમાની ચાલે છે. એક ગરીબ બહેનને ફ્રેક્ચર હોવા છતાં કાર્ડ વગર ઓપરેશન ન કરવાની જીદ પકડવી એ શરમજનક છે. સરકારના નિયમ મુજબ સરકારી હોસ્પિટલમાં કોઈપણ કાર્ડ વગર મફત સારવાર મળવી જોઈએ. આયુષ્માન કાર્ડની જરૂરિયાત ખાનગી હોસ્પિટલોમાં હોવી જોઈએ સરકારીમાં નહીં. જ્યારે અમે હોસ્પિટલના જવાબદાર અધિકારી અગ્રાવત સાહેબને પૂછ્યું કે, શું કાર્ડ વગર ઓપરેશન ન કરવાનો કોઈ સરકારી પરિપત્ર (GR) છે? ત્યારે તેમણે સ્વીકાર્યું કે, આવો કોઈ નિયમ નથી. આ તો માત્ર ગરીબોને હેરાન કરવાની અને જવાબદારીમાંથી છટકવાની ડોક્ટરોની રીત છે. આધાર કાર્ડ કે કૂપનમાં નાની ભૂલ હોય તો પણ ગરીબ દર્દીઓને સારવાર આપવાને બદલે ધક્કા ખવડાવવામાં આવે છે. સિવિલ સર્જને ભૂલ સ્વીકારવાના બદલે PMJAYના ફાયદા કહ્યા ​આ વિવાદ વકરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે PMJAY યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેનો લાભ સિવિલમાં વધુમાં વધુ લેવામાં આવે છે. આ કાર્ડથી આવતા ફંડનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે. કાર્ડ ન હોય એવા દર્દીઓની સારવાર માટે રોગી કલ્યાણ સમિતિ કાર્યરત જોકે, કાર્ડ ન હોય એવા દર્દીઓ માટે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો કોઈ દર્દી પાસે કાર્ડ ન હોય તો તેની સારવાર રોકવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 'રોગી કલ્યાણ સમિતિ' (RKS) કાર્યરત છે. આ સમિતિ પાસે વિશેષ સત્તા છે કે ગરીબ દર્દીને માનવતાના ધોરણે મફત સારવાર પૂરી પાડવી. દસ્તાવેજોના અભાવે કોઈ પણ દર્દીનું ઓપરેશન અટકવું જોઈએ નહીં. આ કિસ્સામાં પણ અમે હવે ઓપરેશન કરવાની ખાતરી આપી છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ગરીબો માટે ' તંત્રની મનમાની' કે 'વહીવટી અરાજકતા'? ​આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી કાગળ પરની યોજનાઓ અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે. ઓપરેશન જેવી ઈમરજન્સી સેવાઓમાં શું કાર્ડ માનવતા કરતા વધુ કિંમતી બની ગયા છે? જ્યારે રાજકીય દબાણ આવે ત્યારે જ વહીવટી તંત્ર કેમ જાગે છે? ​સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓએ કેમ વલખા મારવા પડે છે? શાંતિબેન જેવા અસંખ્ય દર્દીઓ આજે પણ સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર માટે વલખા મારી રહ્યા છે. જૂનાગઢ સિવિલની આ ઘટના વહીવટી અરાજકતાનો જીવતો જાગતો પુરાવો છે. જો વિપક્ષના નેતાઓએ દરમિયાનગીરી ન કરી હોત, તો કદાચ શાંતિબેન હજુ પણ પોતાના ભાંગેલા હાથે હોસ્પિટલના પગથિયાં ગણતા હોત. સરકારી હોસ્પિટલોમાં 'કાર્ડ' એ સારવારનો માર્ગ હોવો જોઈએ, અવરોધ નહીં. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ભલે રોગી કલ્યાણ સમિતિના બણગા ફૂંકતા હોય પણ ગ્રાઉન્ડ લેવલ પર તો ગરીબ દર્દીએ સારવાર માટે સંઘર્ષ જ કરવો પડે છે.
    Click here to Read More
    Previous Article
    108ની ટીમે દર્દીનો કિંમતી સામાન પરત કર્યો:અમરેલીમાં યુવકના અકસ્માત બાદ રૂ. 3080 રોકડ, કાર્ડ, મોબાઈલ સહિતનો સામાન સ્વજનોને સોંપ્યા
    Next Article
    Panchmahal Exam Glitch |પંચમહાલની કોલેજમાં સેમ-4ના પેપરમાં સેમ 2ના પ્રશ્નો પૂછાયા |MK Gandhi Collage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment