Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સિવિલમાં ડૉક્ટર્સની મનમાનીનો ખુલ્લો ખેલ:આયુષ્યમાન કાર્ડ વગર ઓપરેશનની ના પાડતા ગરીબ મહિલા પાંચ દિવસ રઝળી, સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને ખાનગી પ્રેક્ટિસમાં રફુચક્કર

    2 days ago

    જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે એક તરફ ગરીબ મહિલાને આયુષ્માન કાર્ડ ન હોવાના કારણે ઓપરેશનથી વંછિત રાખવામાં આવી તો બીજી તરફ સિનિયર ડોક્ટરો સવારે હાજરી પૂરીને ખાનગી પ્રેક્ટિસમાં રફુચક્કર થઈ જતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ડોક્ટરોની મનમાની અને અનિયમિતતા સામે હવે ખુદ હોસ્પિટલના જ ડોક્ટરોએ અવાજ ઉઠાવ્યો છે. "કાર્ડ હોત તો સરકારીમાં શું કામ આવત ?":શાંતાબેન ​આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં રહેલા પીડિત દર્દી શાંતિબેને પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, "હું પડી ગઈ હોવાથી મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ઓપરેશન કરાવવા માટે હું આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી હતી. શનિવારે મારો કેસ કાઢવામાં આવ્યો અને મને ખાતરી અપાઈ કે દાખલ કરી દેવામાં આવશે. બે દિવસ સુધી મને હોસ્પિટલમાં રાખવામાં આવી અને કહેવાયું કે બુધવારે ઓપરેશન થશે પરંતુ, જ્યારે બુધવારે હું ઓપરેશન માટે તૈયાર થઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે મને સ્પષ્ટ કહી દીધું કે 'તમારું આયુષ્માન કાર્ડ લઈ આવો તો જ ઓપરેશન થશે'. મારી પાસે કાર્ડ નહોતું, એટલે જ તો હું સરકારી હોસ્પિટલમાં આવી હતી! જો મારી પાસે કાર્ડ કે પૈસા હોત તો મારે અહીં ધક્કા ખાવાની જરૂર જ શું હતી ? ઓપરેશન જેવી કટોકટીની સ્થિતિમાં પણ હોસ્પિટલ તંત્રએ સંવેદના બતાવવાને બદલે માત્ર કાગળ અને કાર્ડનો આગ્રહ રાખ્યો હતો. પાંચ દિવસ સુધી તેઓ અસહ્ય પીડા સાથે હોસ્પિટલના ઉંબરા ઘસતા રહ્યા હતા. ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ભૂલ સ્વીકારવાના બદલે PMJAYના ફાયદા કહ્યા ​આ વિવાદ વકરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પીએમજેવાય (PMJAY) યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેનો લાભ સિવિલમાં વધુમાં વધુ લેવામાં આવે છે. આ કાર્ડથી આવતા ફંડનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે. ​જોકે, કાર્ડ ન હોય તેવા દર્દીઓ માટે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ દર્દી પાસે કાર્ડ ન હોય તો તેની સારવાર રોકવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 'રોગી કલ્યાણ સમિતિ' (RKS) કાર્યરત છે. આ સમિતિ પાસે વિશેષ સત્તા છે કે ગરીબ દર્દીને માનવતાના ધોરણે મફત સારવાર પૂરી પાડવી. દસ્તાવેજોના અભાવે કોઈ પણ દર્દીનું ઓપરેશન અટકવું જોઈએ નહીં. આ કિસ્સામાં પણ અમે હવે ઓપરેશન કરવાની ખાતરી આપી છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. વિપક્ષ નેતા લલિત પરસાણાના આકરા પ્રહાર ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે હોસ્પિટલ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બની છે, છતાં અહીં ડોક્ટરોની મનમાની ચાલે છે. એક ગરીબ બહેનને ફ્રેક્ચર હોવા છતાં કાર્ડ વગર ઓપરેશન ન કરવાની જીદ પકડવી એ શરમજનક છે. સરકારના નિયમ મુજબ સરકારી હોસ્પિટલમાં કોઈપણ કાર્ડ વગર મફત સારવાર મળવી જોઈએ. આયુષ્માન કાર્ડની જરૂરિયાત ખાનગી હોસ્પિટલોમાં હોવી જોઈએ સરકારીમાં નહીં. જ્યારે અમે હોસ્પિટલના જવાબદાર અધિકારી અગ્રાવત સાહેબને પૂછ્યું કે શું કાર્ડ વગર ઓપરેશન ન કરવાનો કોઈ સરકારી પરિપત્ર (GR) છે ? ત્યારે તેમણે સ્વીકાર્યું કે આવો કોઈ નિયમ નથી. આ તો માત્ર ગરીબોને હેરાન કરવાની અને જવાબદારીમાંથી છટકવાની ડોક્ટરોની રીત છે. આધાર કાર્ડ કે કૂપનમાં નાની ભૂલ હોય તો પણ ગરીબ દર્દીઓને સારવાર આપવાને બદલે ધક્કા ખવડાવવામાં આવે છે. કેટલાક ડોક્ટરો સવારે હાજરી પૂરી રફુચક્કર થઈ જતાના આક્ષેપ તાજેતરમાં કરવામાં આવેલા એક નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને મેડિસિન વિભાગમાં ડોક્ટરોની ગેરહાજરીને લઈને અવારનવાર ઘર્ષણના દૃશ્યો સર્જાય છે. નિયમ મુજબ, રેસિડેન્ટ ડોક્ટર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને ઓપીડીની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ આક્ષેપ છે કે ઘણા ડોક્ટરો માત્ર સવારે હાજરી પુરીને રફુચક્કર થઈ જાય છે. આ વિવાદમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો હવે આ અનિયમિતતા સામે મેદાને આવ્યા છે. દર્દીઓ કલાકોથી લાઈન, છતાં ડોક્ટરના 'દર્શન' દુર્લભ જૂનાગઢ સિવિલમાં દરરોજ જૂનાગઢ શહેર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લાના અંદાજે 492 ગામડામાંથી હજારો દર્દીઓ ભાડું ખર્ચીને સારવારની આશાએ આવે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જ્યારે ઓપીડીમાં ડોક્ટર હાજર નથી હોતા, ત્યારે દર્દીઓની હાલત કફોડી બની જાય છે. એવો આક્ષેપ છે કે, ડો. ભાવેશ સુરેજા જેવા આસિસ્ટન્ટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. કક્ષાના અધિકારીઓ હોસ્પિટલમાં હાજર રહેવાને બદલે પોતાની ખાનગી પ્રેક્ટિસમાં વધુ રસ દાખવે છે. જ્યારે સરકારી ચોંપડે તેમની હાજરી બોલાતી હોય છે, ત્યારે વાસ્તવિકતામાં તેઓ પોતાની ખાનગી કેબિનેટમાં વ્યસ્ત હોવાની ફરિયાદો ઉઠી છે. ​રેસિડેન્ટ ડોક્ટરનો આક્રોશ, ‘એકલા હાથે 400 દર્દીઓ તપાસવા પડે છે’ હોસ્પિટલના જ એમ.ડી. મેડિસિન રેસિડેન્ટ ડોક્ટર આકાશ કોરાટે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, એચ.ઓ.ડી. એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોકટર અમને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ફરજ સોંપી છે. અહીં ઓપીડીમાં તો અમારા જેવા જે નવા લાગેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે, તેમને જ બેસવાનું હોય છે. બાકીના વિભાગોમાં એ.પી. (આસિસ્ટન્ટ પ્રોફેસર), એસોસિએટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. બધા આવતા જ હોય છે, પરંતુ અહીં અમુક ડોક્ટરો કેમ નથી આવતા, તે અમને કેવી રીતે ખબર પડે? તેઓ કઈ જગ્યાએ છે, તેની અમને જાણકારી હોતી નથી. અમે સીનિયર રેસિડેન્ટ એટલે કે નાના કર્મચારી કહેવાઈએ, અમે તેમને એમ ન કહી શકીએ કે તમે કેમ નથી આવતા? ‘જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહેતા કામનું ભારણ વધી જાય’ નિયમ મુજબ ઓપીડીમાં બધાએ આવવાનું જ હોય છે, છતાં પણ ઘણા આવતા નથી. જોકે, બે-ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો નિયમિત આવે પણ છે, પરંતુ જ્યારે અન્ય જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહે છે, ત્યારે દર્દીઓની સંખ્યા વધવાથી કામનું ભારણ વધી જાય છે. જ્યારે ઉપર લેવલના ડોક્ટરો સમયસર ન આવે અને માત્ર હાજરી પુરાવીને જતા રહે, ત્યારે તેની અસર કામ કરતા અન્ય ડોક્ટરો પર પણ પડે છે. આવી પરિસ્થિતિમાં કામ કરવાનો કંટાળો આવે અને માનસિક રીતે પણ અસર થાય છે. કારણ કે જે જગ્યાઓ ભરાયેલી છે, તે ડોક્ટરો જો હાજર ન રહે તો પછી છેવટે તો દર્દીઓ અને હોસ્પિટલના વહીવટને જ નુકસાન થાય છે. ‘એચ.ઓ.ડી.ને રજૂઆત કરતા મદદ ન કરી’ મેડિસિન વિભાગમાં સવારે 9થી 1 અને સાંજે 4થી 6ની ડ્યુટી હોય છે. અહીં 15થી 17 ડોક્ટરોની નિમણૂક હોવા છતાં કાયમી ડોક્ટરો સમયસર આવે છે કે નહીં? તે મોટો પ્રશ્ન છે. સોમ અને મંગળવારે જ્યારે 400થી વધુ દર્દીઓની ભીડ હોય છે, ત્યારે મારે એકલાએ તપાસ કરવી પડે છે. જ્યારે મેં આ બાબતે એચ.ઓ.ડી. ડો. ભાવેશ સુરેજાને રજૂઆત કરી, ત્યારે તેમણે મદદ કરવાને બદલે સુપ્રિટેન્ડેન્ટ પાસે જવા કહી દીધું હતું. ​બે પ્રકારના કોન્ટ્રાક્ટ અને પગારનું ગણિત ડોક્ટરોની અછતને પહોંચી વળવા સરકાર દ્વારા બે પ્રકારના કરાર કરવામાં આવે છે, જેમાં વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ (WPP) અને વિધાઉટ પ્રાઇવેટ પ્રેક્ટિસ. જે ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ નથી કરતા તેમનો પગાર ખૂબ ઊંચો હોય છે. જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો પગાર ઓછો હોય છે. જોકે, બંને કિસ્સામાં નક્કી કરેલા સરકારી કલાકો દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેવું ફરજિયાત છે. આક્ષેપ છે કે, ઘણા ડોક્ટરો લાખોનો પગાર લેવા છતાં માત્ર રાઉન્ડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલે દોડી જાય છે. ​જનતામાં રોષ: શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની આવી મનમાની જોઈને સામાન્ય જનતામાં ભારે રોષ છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ડોક્ટરોને કોઈ રાજકીય પીઠબળ છે? સફેદ કોટ પહેરીને ફરતા આ ડોક્ટરોની નિયમિતતાની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજ કેમ તપાસવામાં આવતા નથી? ગરીબ દર્દીઓના હક માટેની આ લડાઈ હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ બોલ્યા- બસ્તરથી લાલ આતંક ખતમ:કોંગ્રેસે ભોળા આદિવાસીઓને અંધારામાં રાખ્યા, પોતાના ગિરેબાનમાં ઝાંખીને જુએ
    Next Article
    108ની ટીમે દર્દીનો કિંમતી સામાન પરત કર્યો:અમરેલીમાં યુવકના અકસ્માત બાદ રૂ. 3080 રોકડ, કાર્ડ, મોબાઈલ સહિતનો સામાન સ્વજનોને સોંપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment