Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે શહેર ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવ્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ હવે કોંગ્રેસ ઘરે-ઘરે જઈ લોકોની સમસ્યા સાંભળી ઉજાગર કરશે

    16 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર્જશીટ ભાજપાપ - ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવવામાં આવ્યું હતું. રાજકોટ એ હવે સૌરાષ્ટ્રનું ભ્રષ્ટાચારનું પાટનગર બન્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ થયો હતો. જેથી, રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો, વધતી જતી ગુનાખોરી તેમજ શૈક્ષણિક કેમ્પસની આસપાસ ડ્રગ્સના વેચાણ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. રાજકોટમાં સુશાસન કઈ રીતે લાવી શકાય તે માટે કોંગ્રેસની ટીમ જનતાના દરબારમાં જશે અને તેમના પ્રશ્નો ઉજાગર કરી સાચું લોકશાહી શાસન લાવવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ વર્ષ 2015માં 4 સીટની ચૂક રહી ગઈ હતી તે પૂર્ણ કરી કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. 500 ડિગ્રી તાપમાનમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપ સરકાર સંગીત કરે છે તે રાજકોટને રોમ બનાવશું અને સુરતની શાંઘાઈ બનાવશુ પરંતુ, રાજ્યના શહેરોની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. જે અંગે એક તહોમતનામુ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. રાજકોટમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે માહિતગાર કરવા માટે આવ્યા છીએ. અહીં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં વહીવટીતંત્ર દ્વારા પરવાનગી આપવાની હોય તેમાં ચૂક થઈ. જેથી 500 ડિગ્રી તાપમાનમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. જેઓના પરિવારજનો આજે પણ ન્યાય માંગી રહ્યા છે પરંતુ તેઓને ન્યાય મળતો નથી. ભાજપના નેતાઓના દબાણો સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં સુશાસન લાવવાની જેમની જવાબદારી છે એવા નગરસેવકો ભ્રષ્ટાચાર કરવા સિવાય કંઈ કરતા નથી. કોર્પોરેટરો દ્વારા કઈ-કઈ જગ્યાએ લાંચ માંગવામાં આવી તેને રાજકોટના મીડિયાએ જ ઉજાગર કર્યુ છે. અહીં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો સૌથી મોટો છે. સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને દબાણના નામે બેઘર કરવામાં આવે છે પરંતુ, ભાજપના નેતાઓના દબાણો સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. ગરીબ માણસોના મકાનો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે શહેરના મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના ગેરકાયદેસર દબાણનો મુદ્દો પણ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. જોકે તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી ગરીબ માણસોના મકાનો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે. જેથી રાજકોટ શહેરને લોકો સૌરાષ્ટ્રનું સૌરાષ્ટ્રનું ભ્રષ્ટાચારનું હેડ ક્વાટર તરીકે ઓળખી રહ્યા છે. ભાજપ ઠેર-ઠેર ગંદકીનું બ્રાન્ડ એમ્બેસેડર બન્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રસ્તાઓની ખેતી ખૂબ જ ખરાબ છે, થોડા વરસાદમાં પણ ખાડા પડી જાય છે. નબળુ બાંધકામ, કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત અને કમિશન રાજના કારણે શહેરના રસ્તાઓની હાલત દયાજનક બની ગઈ છે. જેને લીધે અનેક નગરજનોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ભાજપ ઠેર-ઠેર ગંદકીનું બ્રાન્ડ એમ્બેસેડર બન્યું છે. જેને લીધે લોકો રોગચાળામાં સપડાય છે અને ત્યારબાદ સારી આરોગ્ય સુવિધા પણ મહાનગરપાલિકા આપી શકતું નથી. પૈસાના જોરે સ્થળ તપાસ વિના સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે આ સાથે જ તેમણે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં ટીપરવાનના કોન્ટ્રાક્ટમાં 1100 કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે. રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ અને સુરતના તક્ષશિલા કાંડ બાદ પણ સરકાર જાગતી નથી અને તેથી ફાયર સેફ્ટીના નામે મોટો ગેરવહીવટ ચાલી રહ્યો છે. પૈસાના જોરે સ્થળ તપાસ વિના સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે. અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. જાહેર રસ્તા ઉપર ગમે ત્યારે કોઈપણ વ્યક્તિનું મર્ડર થઈ જાય છે. જોકે ગુનાખોરીને ડામવા આ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. કેમ્પસની આસપાસ ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યુ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે પરંતુ, આ કેમ્પસની આસપાસ ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યુ છે. થોડા દિવસો પહેલા NSUI દ્વારા રાજ્યમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસની ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા કે ડ્રગ્સની સામે લડાઈ લડશું. કોંગ્રેસ દ્વારા રાજકોટમાં સુશાસન કઈ રીતે લાવી શકાય તે માટેની કેટલીક નિબંધ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. જેથી આગામી સમયમાં રાજકોટ કોંગ્રેસની ટીમ જનતાની અદાલતમાં જશે અને રાજકોટ શહેરમાં સુશાસન લાવવાનું વચન આપશે.
    Click here to Read More
    Previous Article
    દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના દીદાર માટે ભરૂચમાં ભીડ:સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના આગમન પર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
    Next Article
    સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ, ફ્લાયઓવર, સ્કૂલની ગ્રાન્ટ સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment