Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ; બેની લાશ મળી, બે લાપતા:ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ, ગાંધીનગરના વલાદ અને રાયપુર પાસેનો બનાવ

    18 hours ago

    ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે. છેલ્લા 24 કલાકમાં કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને ઘટનાઓમાં કરુણતા એ વાતની છે કે એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધીની શોધખોળમાં બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાથપગ ધોવા જતાં પગ લપસ્યો ને ડૂબ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બનાવ લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. આ દરમિયાન હાથપગ ધોવા જતાં એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જોઈ બીજો યુવક બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. એક ભાઈની લાશ મળીને એકની શોધખોળ પરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ બીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ જયંતિભાઈ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ તેને બચાવવાની લ્હાયમાં કેનાલમાં પડ્યો હતો. નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી જ્યારે એકનો પત્તો લાગ્યો નથી જોતજોતામાં બંને ભાઈઓ આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. 'તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ ઘરેથી નીકળી ગયા હતા' આ બંને ઘટનાની તપાસ કરનાર ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકુલભાઈએ જણાવ્યું કે, નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં સંયુક્ત પરિવારમાં રહેતા જયંતીભાઈ વાઘેલાના બે પુત્રો નિખિલ અને નીરજ વચ્ચે રવિવારે બપોરના સમયે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ આવેશમાં આવીને ઘરેથી નીકળી ગયા હતા અને દહેગામ રોડ તરફ આવેલી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. જેમાં એક ભાઈએ કેનાલમાં છલાંગ લગાવતા બીજો તેણે બચાવવા અંદર કૂદી ગયો હતો. શોધખોળ દરમિયાન મેદરા ગામ પાસેની કેનાલમાંથી નિખિલ જયંતીભાઈ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બે યુવકોનો હજી પત્તો લાગ્યો નથી જ્યારે અન્ય ઘટનામાં ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા બંને પિતરાઈ ભાઈઓ છે. જેઓ એક્ટિવા લઈને કેનાલ તરફ આવ્યા હતા. ગરમી વધુ હોવાથી કેનાલમાં બન્ને હાથપગ ધોવા નીચે ઉતર્યા હતાં. અને બંને ઊંડા પાણીમાં ગરકાવથી ગયાં હતા. આ ઘટનામાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે અન્ય બે યુવકોનો હજી પત્તો લાગ્યો નથી. આ પણ વાંચો ધો-11માં અભ્યાસ કરતો ફૂટબોલર કેનાલમાં તણાયો, 4 કિમી દૂર મૃતદેહ મળ્યો 26 માર્ચે વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગત(25 માર્ચ) રોજ વહેલી સવારે એક કિશોરનો પગ લપસી જતાં તણાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જો કે સાંજ સુધી ન મળતા આજે પાદરા નજીક બોડી દેખાતા જીઆઇડીસી ફાયરની ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) બે યુવતી કેનાલમાં એકસાથે કૂદી પડી:બંને પાંચ મહિના પહેલાં ગાંધીનગર મનપામાં નોકરીએ લાગી હતી 7 માર્ચે ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) ગાંધીનગર કેનાલમાં બે માસૂમ ગરકાવ, એકનું મોત, એક લાપતા 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના ઉવારસદ ગામે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં પિતા અને તેમના બે માસૂમ બાળકો ચાલુ બાઈકે સીધા જ કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આ શંકાસ્પદ અકસ્માતમાં પિતાનો આબાદ બચાવ થયો છે, જ્યારે 10 અને 7 વર્ષના બંને બાળકો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સંતાનોની મંચુરિયન ખાવની નાનકડી જીદ પૂરી કરવા નીકળેલા પિતાની નજર સામે જ કાળજાના કટકા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે પૈકી આજે 20 ફેબ્રુઆરીના મોટા પુત્રની લાશ કડી કરણનગર કેનાલમાંથી મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) વડોદારા મામાના ઘરે હોળી ઉજવવા ગયેલા યુવકની લાશ કેનાલમાંથી મળી વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા કરાડા ખાતે હોળીની ઉજવણી માટે મામાના ઘરે ગયેલા 19 વર્ષીય યુવક હર્ષિલ મહેશભાઈ વસાવાનો મૃતદેહ 48 કલાક બાદ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. બે દિવસ સુધી ફાયરબ્રિગેડની ટીમે યુવકની શોધખોળ કરી હતી. જોકે, યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આજે 3 માર્ચ ત્રીજા દિવસે યુવક જ્યાં ડૂબ્યો હતો ત્યાંથી માત્ર 300 મીટર દૂર મૃતદેહ પાણીમાં ઉપર આવી ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફળિયા સામૂહિક કેન્દ્રમાં મોકલી આપ્યો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદના યુવકે ફેસબુક લાઈવ કર્યા બાદ કેનાલમાં ઝંપલાવ્યું અમદાવાદના નિકોલમાં રહેતા એક યુવકે દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મોતની છલાંગ લગાવતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ થઈને પોતાની આપવીતી જણાવી હતી. જોકે કેનાલમાં શોધખોળ કરવા છતા હજી યુવકનો પત્તો નહીં લાગતા પોલીસ ચોપડે સત્તાવાર નોંધ થઈ નથી. યુવક ગુજરાત સરકારના મંત્રીનો સંબંધી હોવાની ચર્ચા છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1636 અંક ઘટીને 71,948 પર બંધ થયો:નિફ્ટી પણ 488 અંક તૂટ્યો, 22331 પર આવ્યો; બેંકિંગ શેર્સમાં વેચવાલી
    Next Article
    ​​જૂનાગઢ સિવિલમાં ડોક્ટરો ગેરહાજરી મુદ્દે વિવાદ:સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને રવાના થઈ જતાનો આક્ષેપ; ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો મેદાને ઉતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment