Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેવીના જવાને ગર્લફ્રેન્ડના ત્રણ ટુકડા કર્યા:માથું સળગાવી દીધું, બોડીનો એક ભાગ પલંગ નીચે અને બીજો ફ્રિજમાં સંતાડ્યો; આંધ્રપ્રદેશમાં શ્રદ્ધા વાલકર જેવો કેસ

    1 day ago

    આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક પરિણીત નેવી કર્મચારીએ તેની પ્રેમિકાની હત્યા કરી દીધી. આરોપીએ મૃતદેહના 3 ટુકડા કર્યા. એક ટુકડો ફ્રિજમાં છુપાવ્યો, બીજો કોથળામાં ભરીને પલંગ નીચે રાખ્યો અને ત્રીજો એટલે કે માથું નિર્જન વિસ્તારમાં લઈ જઈને સળગાવી દીધું. ઘટના સમયે નેવી કર્મચારીની પત્ની પિયર ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચિંતાદા રવિન્દ્ર (35) નેવી કર્મચારી છે. તે INS ડેગામાં તહેનાત છે. રવિન્દ્રએ રવિવારે બપોરે તેની 29 વર્ષીય પ્રેમિકા મોનિકાને ઘરે બોલાવી હતી. સાંજે બંને વચ્ચે ઝઘડો થયો, ત્યારબાદ તેણે હત્યા કરી દીધી. હત્યા બાદ આરોપીએ પોતે પોલીસ સ્ટેશન પહોંચીને ગુનો કબૂલી લીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રવિન્દ્રએ મોનિકાની છરી મારીને હત્યા કરી હતી. વિશાખાપટ્ટનમમાં બનેલી એક ભયાનક ઘટનાએ ફરી એકવાર શ્રદ્ધા વોકર હત્યા કેસની યાદ અપાવી છે. એક યુવકે ઝઘડો બાદ પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી હતી. આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના રાજમનો રહેવાસી રવિન્દ્ર હાલમાં વિશાખાપટ્ટનમના ગાજુવાકા (એલવી નગર)માં રહેતો હતો. મૃતક મહિલા સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા. પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી વિશાખાપટ્ટનમમાં બનેલી આ ઘટનામાં એક 35 વર્ષીય રવિન્દ્ર નામના એક યુવકના પરિણીત હોવા છતાં, 29 વર્ષીય મોનિકા નામની એક યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ હતા. મોનિકા વિશાખાપટ્ટનમની રહેવાસી છે, જ્યારે રવિન્દ્ર મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના રાજમનો છે અને હાલમાં વિશાખાપટ્ટનમના ગજુવાકા (એલવી નગર)માં રહેતો હતો. આરોપી યુવક રવિન્દ્ર ભારતીય નેવીમાં તહેનાત છે. બંને 5 વર્ષથી ડેટ કરી રહ્યા હતા રવિન્દ્ર અને મોનિકાની મુલાકાત 2021માં એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે સંબંધો બંધાયા. તેઓ વિશાખાપટ્ટનમમાં અલગ-અલગ જગ્યાએ મળતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રવિન્દ્રનો દાવો છે કે મોનિકાએ તેની પાસેથી 3.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તે અવારનવાર સંબંધનો ખુલાસો કરવાની ધમકી આપતી હતી. ઘટના સમયે રવિન્દ્રની પત્ની થોડા દિવસ પહેલા વિજયનગરમ સ્થિત તેના પિયર ગઈ હતી. આ દરમિયાન તેણે મોનિકાને ઘરે બોલાવી હતી. આ વાતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિન્દ્ર હત્યાના ઈરાદે છરી ખરીદવા દુકાને ગયો હતો, જ્યારે ત્યાં છરી ન મળી તો તેણે ઓનલાઈન મંગાવી. આ ઘટના કેવી રીતે બની? પોલીસના જણાવ્યા અનુસાર, રવિન્દ્રની પત્ની થોડા અઠવાડિયા પહેલા તેના માતાપિતાના ઘરે (વિજયનગરમ) ગઈ હતી. રવિન્દ્રએ રવિવારે બપોરે મોનિકાને તેના ઘરે બોલાવી હતી. તેઓ ઘણા કલાકો સુધી ઘરે સાથે રહ્યા હતા. સાંજે, તેમનો કોઈ વાત પર ઝઘડો કર્યો. ગુસ્સામાં રવિન્દ્રએ મોનિકાને છરીના ઘા મારીને હત્યા કરી દીધી. કેવી રીતે હત્યાનું રહસ્ય સામે આવ્યું આ હત્યાનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે રવિન્દ્ર પોતે પોલીસ સ્ટેશન ગયો અને ગુનો કબૂલી લીધો. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી, ત્યારે તેમને ઘરમાં રહેલા ફ્રિજમાંથી મૃતદેહના ટુકડા મળી આવ્યા. શોધખોળ દરમિયાન પીડિતાનું માથું મળી આવ્યું ન હતું. પોલીસે આ મામલે એક ખાસ ટીમ બનાવી છે. આરોપીએ ગુનો કબૂલી લીધો છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિવાદ શું હતો અને હત્યા પૂર્વયોજિત હતી કે કેમ. પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. સંબંધ વિશે પત્નીને જણાવી દેવાની યુવકને ધમકી આપતી હતી, 3.50 લાખ રૂપિયા પડાવ્યા આરોપીએ દાવો કર્યો છે કે મોનિકાએ તેની પાસેથી 3.50 લાખ રૂપિયા પડાવ્યા હતા અને તેની સાથેના ગેરકાયદે સંબંધ વિશે તેની પત્નીને જણાવી દેવાની ધમકી આપતી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ આ કારણે બંને વચ્ચે ઝગડો થતો હતો. આ બાબતે મેનિકાની હત્યાના દિવસે પણ ઝગડો થયો હતો. 2022માં આફતાબે શ્રદ્ધા વોકરની હત્યા કરી ટુકડા કર્યા હતા હત્યા બાદ લાશના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા આફતાબ પર 18 મે 2022ના રોજ તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. બાદમાં તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. પછી તેમને જંગલમાં ફેંકી દીધા. દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મમતાએ કહ્યું- ભાજપ કેશ-ગેસ બંધ કરી દેશે:કેરળમાં રાહુલે કહ્યું- મોદી પર ટ્રમ્પનું દબાણ, તેવી જ રીતે પિનરાઈ પર પીએમનું દબાણ
    Next Article
    રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ:કડીમાં યુવાન પર જીવલેણ હુમલા મામલે ક્ષત્રિય સમાજનો રોષ, મહેસાણામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment