Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરેઠ બેઠક માટે ભાજપના ઉમેદવાર જાહેર, હર્ષદ પરમારને ટિકિટ:વિધાનસભા પેટા ચૂંટણીમાં ગોવિંદ પરમારના પુત્ર પર ભાજપે વિશ્વાસ મૂક્યો

    12 hours ago

    ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીના હાઈ કમાન્ડે ઉમરેઠ (111) બેઠક પરથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ મતદાન અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે. ગોંવિદભાઈનો મોત બાદ પેટા ચૂંટણી, ને પુત્રને ભાજપની ટિકિટ ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ બેઠક ભાજપના તત્કાલીન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી થઈ હતી, જેને કારણે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને ભાજપે ગોવિંદભાઈના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત નવી દિલ્હીમાં આવેલા કેન્દ્રીય કાર્યાલયમાંથી કરવામાં આવી છે. વિરોધ પક્ષ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે રસપ્રદ રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનો આ નિર્ણય સહાનુભૂતિ લહેર સાથે સંગઠન શક્તિનું સંયોજન ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે વિરોધ પક્ષો કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ ઉમરેઠ બેઠક પર ટક્કર કઠિન બનવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર IPL રેન્કિંગઃ ચેન્નઈ કે મુંબઈ, કોણ છે ઓલટાઈમ નંબર-1:દિલ્હી-પંજાબથી આગળ વિરાટની RCB, છેલ્લા ચાર વર્ષમાં ગિલની ટીમ ટોપ પર
    Next Article
    આદિજાતિ વિસ્તારોમાં વિકાસને ગતિ:CMએ ₹362 કરોડના 293 કામોને મંજૂરી આપી, અંબાજીથી ઉમરગામ સુધી સ્કૂલ-આરોગ્ય કેન્દ્રોને જોડતા 325 કિમી રસ્તાઓ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment