Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિજાતિ વિસ્તારોમાં વિકાસને ગતિ:CMએ ₹362 કરોડના 293 કામોને મંજૂરી આપી, અંબાજીથી ઉમરગામ સુધી સ્કૂલ-આરોગ્ય કેન્દ્રોને જોડતા 325 કિમી રસ્તાઓ બનશે

    13 hours ago

    રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિજાતિ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી કુલ ₹362.57 કરોડના 293 વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. પાકા રસ્તાથી લોકોની સમસ્યા હળવી થશે આ નિર્ણય હેઠળ ગામોની સ્કૂલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓ દ્વારા જોડવા માટે 325.81 કિલોમીટર લાંબા માર્ગોના નિર્માણ સાથે વિવિધ સ્ટ્રકચરલ કામો હાથ ધરવામાં આવશે. આ તમામ કામો વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સ્કૂલે પહોંચવું સરળ બનશે આ પ્રોજેક્ટ્સના અમલથી આદિજાતિ વિસ્તારોમાં રહેવાસીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સ્કૂલે પહોંચવું સરળ બનશે, જ્યારે આરોગ્ય સેવાઓ માટે દર્દીઓને આકસ્મિક પરિસ્થિતિમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે. આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલશે સરકારના આ નિર્ણયથી આદિજાતિ વિસ્તારોમાં વિકાસના નવા દ્વાર ખુલશે અને પાયાની સુવિધાઓ વધુ સુલભ બનશે. “સબકા સાથ, સબકા વિકાસ”ના મંત્રને સાકાર કરતી આ પહેલ રાજ્યના અંત્યોદયના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમરેઠ બેઠક માટે ભાજપના ઉમેદવાર જાહેર, હર્ષદ પરમારને ટિકિટ:વિધાનસભા પેટા ચૂંટણીમાં ગોવિંદ પરમારના પુત્ર પર ભાજપે વિશ્વાસ મૂક્યો
    Next Article
    ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતની વાર્ષિક સભા પાલનપુરમાં યોજાઈ:2026-27 માટે નવીન કારોબારીની જાહેરાત, પદાધિકારીઓએ શપથ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment