Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રૂરતાની પરાકાષ્ઠા, ચબૂતરે ચણતા પક્ષીઓ સીધા કઢાઈમાં!:ગાંધીનગરમાં કબૂતર-હોલાનો શિકાર કરી માંસ રાંધતા યુવકને જીવદયા પ્રેમીએ રંગે હાથ ઝડપ્યો

    2 days ago

    ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અબોલ પક્ષીઓને દાણા નાખી પુણ્ય કમાતા આ શહેરમાં કેટલાક શખસો અબોલ પ્રાણી-પક્ષીઓને પકડી તેમની ક્રૂર હત્યા કરી તેનું માંસ રાંધીને જયાફત ઉડાવતા હોવાનું બહાર આવ્યું છે. જીવદયા પ્રેમીઓની સતર્કતાને કારણે આ પાપલીલાનો પર્દાફાશ થયો છે. આ મામલે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીવદયા પ્રેમીને પક્ષીઓના શિકારની ફરિયાદ મળી હતી મળતી વિગત મુજબ, શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ' નામની NGO ચલાવતા જીવદયા પ્રેમી વિજયકુમાર જેઠાલાલ ગજેરાને છેલ્લા કેટલાક દિવસોથી સેક્ટર-16માં પક્ષીઓના શિકાર અંગેની ફરિયાદો મળી રહી હતી. બાતમી એવી હતી કે, સેક્ટર-16ના છાપરામાં રહેતો રાજુ ઈન્દ્રભાઈ પરમાર નામનો શખસ અને તેના સાથીદારો અવારનવાર નિર્દોષ પક્ષીઓ ખાસ કરીને કબૂતર અને હોલાઓને પકડીને તેમની હત્યા કરે છે અને ત્યારબાદ તેનું માંસ રાંધે છે. તપાસ કરતા જતાં શખસ માંસ રાંધતા ઝડપાયો આ બાતમીની ચોકસાઈ કરવા માટે ગઈકાલે સાંજે વિજયકુમાર ગજેરા અને તેમના સાથી મિત્રો સેક્ટર-16ના છાપરા વિસ્તારમાં ઓચિંતી તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જે દૃશ્યો સામે આવ્યા તે હૃદયદ્રાવક હતા. ત્યાં હાજર બે શખસ એક તપેલી ઉપર કંઈક રાંધી રહ્યા હતા. જ્યારે જીવદયા પ્રેમીઓએ નજીક જઈને જોયું તો તપેલીમાં પક્ષીઓનું માંસ રંધાઈ રહ્યું હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, તેની બાજુમાં જ મરેલા કબૂતરના પીંછા અને લોહીવાળા અવશેષો પણ મળી આવ્યા હતા. પૂછરપછમાં યોગ્ય જવાબ ન આપતા પોલીસને જાણ કરી આ અંગે ઘટનાસ્થળે હાજર શખસોને જ્યારે પક્ષીઓના માંસ અને શિકાર અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. આ મામલો ગંભીર જણાતા વિજયકુમારે તાત્કાલિક સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી. આ સાથે જ તેમણે ટ્રસ્ટના અન્ય હોદ્દેદારો કિરીટસિંહ, મનહરસિંહ સોલંકી અને અશ્વિન પટેલને પણ જાણ કરી સ્થળ પર બોલાવી લીધા હતા. પોલીસે માંસ, પીંછા સહિતના અવશેષો કબજે કર્યા બાદમાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકાર થયેલા પક્ષીઓના અવશેષો, પીંછા તેમજ રાંધેલા માંસની તપેલી કબજે કરી હતી. પોલીસે મુખ્ય આરોપી રાજુ ઈન્દ્રભાઈ પરમાર અને તેના સાથીદારોની અટકાયત કરી છે. વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ અને અબોલ જીવો પર થતી ક્રૂરતા મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. કબૂતરના અને બિલાડીના અવશેષો માળી આવ્યાઃ વિજયકુમાર આ અંગે વિજયકુમારે કહ્યું કે, આ લોકો પક્ષીઓનો શિકાર કરીને રાંધીને ખાઇ જતા હતા. અમે તપાસ કરી ત્યારે કબૂતરના અને બિલાડીના અવશેષો માળી આવ્યા હતા, જેના પગલે આરોપી સેક્ટર 16 મહિલા પોલીસ સ્ટેશન જઈને છૂપાઈ ગયો હતો, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    Not just a meat substitute: The hidden potential of jackfruit
    Next Article
    ધર્મના મામાએ 10 વર્ષની માસૂમ પર 5 વખત દૂષ્કર્મ આચર્યું:દુ:ખાવો ઉપડતાં રડતાં રડતાં માતાને કહ્યું- 'મારી સાથે જબરદસ્તી કરી'; પેટમાં 4 માસનો ગર્ભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment