Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મના મામાએ 10 વર્ષની માસૂમ પર 5 વખત દૂષ્કર્મ આચર્યું:દુ:ખાવો ઉપડતાં રડતાં રડતાં માતાને કહ્યું- 'મારી સાથે જબરદસ્તી કરી'; પેટમાં 4 માસનો ગર્ભ

    2 days ago

    આજકાલ પરિવારના જ સભ્યો અથવા સંબંધીઓ દ્વારા માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આવો જ વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં ચાણસ્મા તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરા તેની માતાના ધર્મના ભાઈ દ્વારા વારંવાર બળાત્કારનો ભોગ બની હતી. પેટમાં દુ:ખાવો ઉપડતાં તેને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તે 4 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. 5 મહિના પહેલાં જ માતાએ ધર્મનો ભાઈ બનાવ્યો હતો આ ઘટના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બની છે. મૂળ દાંતા તાલુકાનો વતની આદિવાસી પરિવાર હાલ ચાણસ્માના એક ગામમાં બોર પર રહી ખેતમજૂરી કરે છે. આશરે પાંચ મહિના પહેલાં સગીરાની માતાએ સેવાળાના રહેવાસી ટીનો નામના શખસને ધર્મનો ભાઈ બનાવ્યો હતો. ધર્મના ભાઈ હોવાના નાતે આરોપી ટીનો સગીરાના ઘરે અવારનવાર આવતો-જતો હતો. આ અવરજવર દરમિયાન, તેણે સગીરાની એકલતાનો લાભ લઈ પાંચ માસમાં 4 થી 5 વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. માસૂમને પેટમાં દુ:ખાવો ઉપડતાં સમગ્ર મામલો સામે આવ્યો એક રાત્રે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. માતાએ બોરના શેઠને જાણ કરતા, તેઓએ તાત્કાલિક ધારપુર હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. હોસ્પિટલના તબીબોએ તપાસ કરતા સગીરા 4 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું. તબીબી સારવાર દરમિયાન ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આઘાતજનક વિગત સામે આવતાં માતાએ પુત્રીને પૂછપરછ કરતા, સગીરાએ રડતાં રડતાં ટીનો વાઘરી દ્વારા જબરદસ્તી કરાઈ હોવાનું જણાવ્યું. પોલીસે આરોપી ટીનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલ પ્રશાસન દ્વારા ચાણસ્મા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી સગીરાની માતાની ફરિયાદના આધારે આરોપી ટીનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર સગીરા આદિવાસી સમાજની હોવાથી આ કેસની વધુ તપાસ એસસી.એસટી સેલના ડીવાયએસપી પરેશ રેણુકાને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ દીકરી સારવાર હેઠળ: ડોક્ટર ધારપુર હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દીકરીને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે, ગર્ભપાત થઈ ગયો હતો. હાલ દીકરી સારવાર હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    ક્રૂરતાની પરાકાષ્ઠા, ચબૂતરે ચણતા પક્ષીઓ સીધા કઢાઈમાં!:ગાંધીનગરમાં કબૂતર-હોલાનો શિકાર કરી માંસ રાંધતા યુવકને જીવદયા પ્રેમીએ રંગે હાથ ઝડપ્યો
    Next Article
    Nitish Kumar Resigns From Bihar Assembly Weeks After Rajya Sabha Move: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment