Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં દ્વારકાધીશ-રૂક્ષ્મણીજીનો વિવાહ મહોત્સવ સંપન્ન:ત્રિ-દિવસીય શાસ્ત્રોક્ત વિધિઓ વિવાહ મહોત્સવ યોજાયો, ભક્તોએ દર્શનનો લાભ લીધો

    1 week ago

    યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીનો ત્રિ-દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો છે. આ પ્રસંગે સમગ્ર દ્વારકા નગરી 'જય દ્વારકાધીશ'ના નાદથી ગુંજી ઉઠી હતી. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજારી અરુણભાઈ દવેના જણાવ્યા અનુસાર, ભગવાનના લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી સંપન્ન કરવામાં આવી હતી. આ વિધિઓમાં રૂક્ષ્મણી માતાજીને હલ્દીની વિધિ, બીજા દિવસે દ્વારકાના જાહેર માર્ગો પરથી વરઘોડાનું આયોજન અને ત્રીજા દિવસે મંગળ ફેરાની વિધિનો સમાવેશ થાય છે. આ સાથે ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન સંપન્ન થયા હતા. પૂજારી અરુણભાઈ દવેએ વધુમાં જણાવ્યું કે, દ્વારકામાં દર વર્ષે આ વિવાહ મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે પણ દેશ-વિદેશથી આવેલા ભક્તોએ ઠાકોરજીના વરઘોડામાં સામેલ થઈ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના ચોકમાં રાસ-ગરબા અને ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું. લગ્ન પ્રસંગે ભગવાનને ખાસ રત્નજડિત વાઘા અને આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નીતિશ કુમારે MLC પદ પરથી રાજીનામું આપ્યું:સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા; નિતિન નવીને પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજીનામું મોકલાવ્યું
    Next Article
    ચાણસ્મામાં 10 વર્ષની સગીરા ગર્ભવતી બની:ધર્મના ભાઈએ બળાત્કાર ગુજાર્યો, 4 માસનો ગર્ભ હોવાનું ખુલતા ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment