Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પુણેથી મળી આવી, આરોપી ઝડપાયો:વલસાડ પોલીસે અપહરણ કેસ ઉકેલી પરિવારને સોંપી

    2 days ago

    વલસાડમાં ગુમ થયેલી 16 વર્ષીય સગીરાને સિટી પોલીસે મહારાષ્ટ્રના પુણેથી શોધી કાઢી છે. પોલીસે આ કેસમાં એક યુવકની ધરપકડ કરી સગીરાને તેના પરિવારને સોંપી છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં આ અપહરણનો ભેદ ઉકેલ્યો હતો. આ ઘટના 26 માર્ચના રોજ બની હતી. વલસાડના એક શ્રમિક પરિવારની 16 વર્ષીય દીકરી તેની બીમાર માતાના બદલે શાક સુધારવા અને વાસણ માંજવાના કામે ગઈ હતી. જોકે, મોડી સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. સગીરાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હોવાથી ચિંતિત પરિવારે સ્થાનિક આગેવાનોની મદદ લીધી હતી. આખરે, તેમણે વલસાડ સિટી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરા કામ પરથી પરત ફરતી વખતે કલ્યાણબાગ પાસે નવરંગ લસ્સી સેન્ટર સામે તેના સાથી કામદારોને કહ્યું હતું કે તેને શાક માર્કેટમાં કામ છે અને તે મહેન્દ્રભાઈ સાથે ઘરે આવશે. જોકે, મહેન્દ્રભાઈનો સંપર્ક કરતા તેમણે સગીરાને મળ્યા ન હોવાનું જણાવ્યું હતું. વલસાડ સિટી પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. ટેકનિકલ લોકેશનના આધારે આરોપી યુવક પુણેમાં હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડો પાડી યુવક અને સગીરા બંનેને ઝડપી લીધા હતા. વલસાડ લાવીને સગીરા અને યુવકનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. સગીરાનો મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવતા અને તેની સાથે કોઈ અઘટિત ઘટના ન બની હોવાનું સામે આવતા બંને પરિવારોએ રાહત અનુભવી હતી. હાલમાં પોલીસે સગીરાનું નિવેદન નોંધી તેને તેના વાલીવારસને સોંપી દીધી છે. જ્યારે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા પર થયેલ આક્ષેપો પાયાવિહોણા:મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી, ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું આવ્યું સામે
    Next Article
    Dhurandhar 2 Box Office Collection Day 11: Ranveer Singh Film Races Towards Rs 900 Crore In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment