Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા પર થયેલ આક્ષેપો પાયાવિહોણા:મેડિકલ રિપોર્ટમાં ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી, ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું આવ્યું સામે

    19 hours ago

    કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરીમાંથી ડીસમિસ કરવા માગ કરી હતી. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા સુરેશ વડેચા નામના દર્દીની મુલાકાત કરી હતી, એ સમયે યુવાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ડીસીપી દ્વારા ગુદાના ભાગે પેટ્રોલ છાંટી પટ્ટા વડે માર મારી પગ ભાંગી નાખવામાં આવ્યો છે. જો કે, આ આક્ષેપો પછી તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું, તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયા હોવાનું સામે છે. જેથી IPS જગદીશ બાંગરવા સામે થયેલા આક્ષેપ ખોટા હોવાનું સાબિત થયું છે. 27 માર્ચે મેવાણી સામે શખસે ગંભીર આક્ષેપો કર્યા હતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા IPS જગદીશ બાંગરવા સામે થયેલ આક્ષેપ બાદ તબીબી રિપોર્ટમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજકોટમાં સુરેશ વડેચા નામનો યુવાન હોસ્પિટલમાં દાખલ છે, જેને મળવા 27 માર્ચના રોજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતાં. આ સમયે આક્ષેપ કરતા સુરેશ વડેચાએ જણાવ્યું હતું કે, ડી.સી.પી. જગદીશ બાંગરવાએ તેમને માર માર્યો છે અને કપડા કાઢી ટીંગાડી તેમના ગુદાના ભાગે પેટ્રોલ નાખેલ છે. મેવાણીએ CMને પત્ર લખી ડીસીપી સામે કાર્યવાહીની માગ કરી હતી આ પછી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરીમાંથી ડીસમિસ કરવા માગ કરી હતી. આ પછી દર્દી સુરેશ વડેચાનું સિવિલ હોસ્પિટલમાં જ મેડિકલ ચેકઅપ કરતા તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી ન મળી હોવાનું તેમજ ગંભીર ઇજા, બ્લડ કે બર્ન ન થયાનું સામે આવ્યું છે. દાખલ સમયે શખસે પેટ્રોલ નાખ્યાનો ઉલ્લેખ કર્યો નહોતો સુરેશ વડેચા 23 માર્ચ, 2026ના રોજ દાખલ થયા, ત્યારે ડોક્ટરને પોતાની સાથે બનેલા બનાવ અને ઇજા બાબતે જણાવતા ફરજ પરના ડોક્ટરે ડીસ્ટ્રી લખી છે. જેમાં સુરેશ વડેચાના કહેવા મુજબ, 3-4 લોકો દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં બેલ્ટ અને પાઇપ વડે માર મારેલ છે. હાથ અને પગમાં તથા માથામાં દુઃખાવો, ડાબા કાનમાં દુઃખાવો અને સાંભળવામાં તકલીફ થાય છે, તેવુ જણાવ્યું હતું. ત્યારબાદ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટથી આક્ષેપો ખોટા સાબિત થયાં જો કે, આ સમયે ડોક્ટરને પોતાના પ્રાઇવેટ ભાગમાં ગુદ્દાના ભાગે પેટ્રોલ નાખેલની હકીકત જણાવી ન હતી. પરંતુ જીજ્ઞેશ મેવાણી હોસ્પિટલમાં મળવા પહોંચ્યા ત્યારે રજૂઆત કરી કે, પોતાના પ્રાઇવેટ ભાગમાં એટલે કે ગુદ્દાના ભાગે પેટ્રોલ નાખવામાં આવ્યું છે, જેથી સિવિલ હોસ્પિટલના તબીબે 28 માર્ચ, 2026ના રોજ સુરેશ વડેચાના પ્રાઇવેટ ભાગમાં તેમજ શરીરની મેડિકલ તપાસ કરતા ગુદાના ભાગે કોઇ પેટ્રોલ નખાયેલ નથી, તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    SpaceX’s upcoming listing stirs up social media frenzy, ticker bets
    Next Article
    સગીરા પુણેથી મળી આવી, આરોપી ઝડપાયો:વલસાડ પોલીસે અપહરણ કેસ ઉકેલી પરિવારને સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment