Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરંટથી મોત:નખત્રાણામાં ટ્રેકટરના શો રૂમના સર્વિસ સ્ટેશનમાં કરંટ લાગતા યુવાનનું મોત

    2 days ago

    નખત્રાણામાં આવેલ શ્રી સોનલ ટ્રેકટર શો રૂમના સર્વિસ સ્ટેશનમાં કરંટ લાગતા મથલ ગામમાં રહેતા 22 વર્ષીય કુલદીપ જયંતિલાલ ઓઢાણાનું મોત નીપજ્યું છે. પરિવારજનો અને સમાજના અગ્રણીઓ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ કરાઈ હતી.રવિવારે સાંજે નખત્રાણા પોલીસે શો રૂમના સંચાલક સામે બેદરકારી સબબ ગુનો દાખલ કર્યો જે બાદ દેહ સ્વીકારવામાં આવ્યો હતો. નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી નિતિનભાઈ જયંતિલાલ ઓઢાણાએ સોનલ ટ્રેક્ટર્સના શો-રૂમ અને સર્વિસ સ્ટેશનના માલિક કપુરાશીના હરેશદાન ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક તેમનો નાનો ભાઈ 22 વર્ષીય કુલદીપ છેલ્લા ત્રણ વર્ષથી આ શો-રૂમમાં મિકેનિકલ હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. ગત 28 માર્ચના સાંજના કુલદીપ સર્વિસ સ્ટેશને હતો, ત્યારે નોઝલથી કરંટ આવતા ઝાટકા સાથે ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા પણ દમ તોડી દીધો હતો. આ કરુણ ઘટનાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃતકના ભાઈએ જણાવ્યું છે કે, સર્વિસ સ્ટેશનના માલિકે વોશ કરવાના એરિયામાં જ પાણીની મોટર રાખી ઇલેક્ટ્રિસિટીના નિયમોનું પાલન ન કરી બેદરકારી દાખવતા ભાઈનું મોત થયું છે. નખત્રાણા પોલીસે શો રૂમના માલિક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બીજા દિવસે સાંજે ફરિયાદ નોંધી આ બનાવની જાણ થતા મારવાડા સમાજના લોકોએ એકત્ર થઈ બેદરકારી દાખવનારા સામે ફરિયાદ દાખલ કરવા આક્રોશ વ્યક્ત કરી જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બનાવ શનિવારે સાંજે બન્યો હતો અને ફરિયાદ થયા બાદ રવિવારે સાંજે બોડી સ્વીકારવામાં આવી હતી.સમાજના આગેવાનો સરકારી દવાખાના તેમજ પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરીએ એકત્ર થયા હોવાનું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કરણભાઈએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલી હુમલાઓથી ઈરાનના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ:પાવરગ્રિડને નુકસાન; રાજધાનીમાં લોકો રસ્તા પર ઊતર્યા, અલ્લા હુ અકબરના નારા લગાવ્યા
    Next Article
    કચ્છના ઐતિહાસિક વારસાને વેગ અપાશે:ધોળાવીરા સહિત 15 સાઇટના વિકાસનો રિપોર્ટ મંગાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment