Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:માંડવી પાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ તેજ કરી

    19 hours ago

    માંડવી નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસુલાતમાં સતત ઘટાડો નોંધાતા તંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023-24માં 73 ટકા અને 2024-25માં 70 ટકા વસુલાત થઈ હતી, જ્યારે ચાલુ વર્ષ 2025-26માં આ આંકડો ઘટીને માત્ર 60 ટકા સુધી સીમિત રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે નાણાકીય વર્ષ પૂર્ણ થવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હોવાથી નગરપાલિકા તંત્ર દ્વારા લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. નગરપાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત એવા પાણી વેરામાં ચાલુ વર્ષના 81 લાખ સહિત કુલ 1.88 કરોડ જેટલી મોટી રકમ બાકી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે સામાન્ય નાગરિક માટે વર્ષનો 1200 જેટલો દર છે. જોકે લોકોમાં પાણી વેરો ભરવા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. તે સિવાય લાઇટ વેરામાં ચાલુ વર્ષના 13.44 લાખ અને કુલ 55.25 લાખ બાકી છે, જ્યારે ગટર વેરામાં 37.65 લાખની બાકીદારી છે. પ્રોપર્ટી ટેક્સમાં પણ 1 કરોડથી વધુની રકમ બાકી હોવાનું સામે આવતા નગરપાલિકાની નાણાકીય સ્થિતિ પર સીધી અસર પડી રહી છે. વસુલાત વધારવા માટે નગરપાલિકા દ્વારા આઉટડોરમાં 8 ટીમોને સક્રિય કરવામાં આવી છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘર ઘર જઈને વેરા વસુલાતની કામગીરી કરી રહી છે. અંતિમ સમય નજીક હોવાથી રજાના દિવસોમાં પણ સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યો છે અને બાકીદારોને ચુકવણી માટે પ્રેરિત કરી રહ્યો છે. કલેક્ટરને પણ લેખીતમાં મામલાની જાણકારી અપાઇ બીજી તરફ, વિવિધ સરકારી કચેરીઓ તરફથી પણ વેરાની વસુલાત બાકી રહેતા તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આશરે 29 લાખની બાકીદારીને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર જિગ્નેશ બારોટે કલેક્ટરને લેખિતમાં જાણ કરી છે. અને તાત્કાલિક વસુલાત માટે દખલ કરવાની માંગણી કરી છે. ખાસ કરીને માંડવી પોલીસ સ્ટેશન, રેસીડેન્સી ક્વાર્ટર અને મરીન પોલીસ વિભાગ તરફથી જ 13.57 લાખ જેટલી રકમ બાકી હોવાનું સામે આવ્યું છે. આ બાકીદારી દૂર કરવા માટે વહીવટદાર ભગીરથસિંહ ઝાલા હેડ ક્લાર્ક મનજી પરમાર તેમજ વસુલાત ઇન્સ્પેક્ટર ધવલ જેઠવા, વિપુલ ઝાલા, ભાવિકાબેન મોતીવોરસ, પીંગલ જોશી, જયેશભાઈ ભેદા અને ચેતનભાઈ જોશીના માર્ગદર્શનથી ટીમો સતત મેદાને રહી કામગીરી કરી રહી છે. હવે નજર અંતિમ બે દિવસ પર ટકી છે. જો આ સમયમાં તંત્રને ઇચ્છિત પ્રતિસાદ મળે તો જ નગરપાલિકા લક્ષ્યાંક સુધી પહોંચી શકશે, નહીં તો વસુલાતમાં ઘટાડો તંત્ર માટે આગામી સમયમાં વધુ પડકારો ઉભા કરી શકે છે. આ સરકારી કચેરીઓએ પાલિકાનો વેરોભર્યો નથી નગરપાલિકા હેઠળ વિવિધ સરકારી કચેરીઓમાં વેરાની મોટી રકમ બાકી બોલી રહી છે,જેમાં માંડવી પોલીસ સ્ટેશન 8,01,858, મરીન પોલીસ સ્ટેશન 17,543, પોલીસ ક્વાર્ટર્સ (A,B,C,D, 1થી12) પાણી ચાર્જ 5,38,196, બી.આર.સી. ભવન, 3,81,260, નાયબ કાર્યપાલક ઈજનેર, આર.એન.બી. (પંચાયત), 3,17,942, સલાયા મત્સ્યોધોગ સેવા સ.મી.લી. (I.L. F.S.) 1,46,408, નાયબ કાર્યપાલક ઈજનેર (RB સ્ટેટ), 4,83,226, ગુજરાત પ્રવાસ નિગમ, 60,103, નાયબ કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ 12,416, વેટરનરી ઓફિસર, પશુ દવાખાના, 28,58, વેરા વસુલાત મુજબ નગરપાલિકાને મળશે પ્રોત્સાહક ગ્રાન્ટ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ નગરપાલિકાઓને મહેકમ ખર્ચમાં સહાયરૂપ થવા માટે વેરા પ્રોત્સાહક સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના અંતર્ગત નગરપાલિકાની ચાલુ વર્ષની વેરા વસુલાતની ટકાવારીના આધારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ગ્રાન્ટ ફાળવણીના ધોરણો 60% થી ઓછી વસુલાત 50% સહાય,60% થી 70% વસુલાત 20% સહાય,70% થી 80% વસુલાત 30% સહાય 80% થી 90% વસુલાત 40% સહાય મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જીવદયાનો મહાયજ્ઞ:‘તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ’ દ્વારા ગૌમાતા માટે 51 ગાડી ઘાસચારાનું પ્રસ્થાન
    Next Article
    હત્યારા ઝડપાયા:રાપરમાં માતા-પિતા સામે જ પુત્રની હત્યા કરનાર બે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment